INDvsENG TEST DAY 2 : અંતિમ ટેસ્ટમાં ભારત મજબુત સ્થિતિમાં, મેચનો બીજો દિવસ સંપૂર્ણ પણે ભારતના નામે

0
293
INDvsENG TEST DAY 2
INDvsENG TEST DAY 2

INDvsENG TEST DAY 2 : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ ધર્મશાલામાં રમાઈ રહી છે. બીજા દિવસની રમતના અંત સુધીમાં ટીમ ઈન્ડિયાએ તેની પ્રથમ ઈનિંગમાં આઠ વિકેટ ગુમાવીને 473 રન બનાવી લીધા છે. અત્યારે કુલદીપ યાદવ 27 રન બનાવીને અણનમ છે અને જસપ્રીત બુમરાહ 19 રન બનાવીને અણનમ છે. ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 218 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાની લીડ 255 રન પર પહોંચી ગઈ છે.  

INDvsENG TEST DAY 2

INDvsENG TEST DAY 2  : શુક્રવારે પ્રથમ સેશનમાં ભારતે 30 ઓવરમાં 129 રન બનાવ્યા હતા અને એકપણ વિકેટ ગુમાવી ન હતી. આ સિરીઝમાં આ પ્રથમ વખત બન્યું હતું કે જ્યારે કોઈ ટીમે 100થી વધુ રન બનાવ્યા હોય અને કોઈ વિકેટ ગુમાવી ન હોય. આ પછી બીજા સેશનમાં (લંચથી ચા સુધી) ભારતે 24 ઓવરમાં 4.67ના રન રેટથી 112 રન બનાવ્યા અને બે વિકેટ ગુમાવી દીધી. ચા પછી ત્રીજા સેશનમાં ભારતે 36 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 97 રન બનાવ્યા હતા.

INDvsENG TEST DAY 2

INDvsENG TEST DAY 2 : ગુરુવારે યશસ્વી જયસ્વાલ 57 રન બનાવીને આઉટ થયો હતો. ભારતે બીજા દિવસની શરૂઆત એક વિકેટે 135 રનથી કરી અને આખો દિવસ રમ્યા બાદ 338 રન ઉમેર્યા અને સાત વિકેટ ગુમાવી દીધી. રોહિત શર્મા અને શુભમન ગિલે સદી ફટકારી હતી. આ બંનેએ બીજી વિકેટ માટે 171 રનની ભાગીદારી કરી અને ભારતને 250થી આગળ લઈ ગયું. રોહિતે તેની ટેસ્ટ કારકિર્દીની 18મી સદી અને શુભમને ચોથી સદી ફટકારી હતી. આ શ્રેણીમાં આ બંનેની આ બીજી સદી હતી. આ ભાગીદારી બેન સ્ટોક્સે તોડી હતી.

INDvsENG TEST DAY 2

નવ મહિના પછી બોલિંગ કરવા આવેલા સ્ટોક્સે આ સિરીઝમાં પ્રથમ વખત બોલિંગ કરી અને તેના પહેલા જ બોલ પર રોહિતને ક્લીન બોલ્ડ કર્યો. રોહિતે 162 બોલમાં 13 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 103 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગની 62મી ઓવરમાં થયું અને તેની આગલી જ ઓવરમાં જેમ્સ એન્ડરસને શુબમન ગિલને ક્લીન બોલ્ડ કર્યો. ગિલ 150 બોલમાં 12 ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 110 રન બનાવી શક્યો હતો.

INDvsENG TEST DAY 2  : સરફરાઝ-પદિક્કલ વચ્ચે 97 રનની ભાગીદારી

INDvsENG TEST DAY 2

INDvsENG TEST DAY 2 : અંતિમ ટેસ્ટમાં ભારત મજબુત સ્થિતિમાં, મેચનો બીજો દિવસ સંપૂર્ણ પણે ભારતના નામે : આ પછી સરફરાઝ ખાન અને નવોદિત દેવદત્ત પડિકલે ચોથી વિકેટ માટે 97 રનની ભાગીદારી કરી હતી. ચાના ટાઈમ પછી જ બશીરનો કમાલ જોવા મળ્યો. તેણે સરફરાઝને ઓઉટ કરાવ્યો. એક સમયે ભારતનો સ્કોર ત્રણ વિકેટે 376 રન હતો અને ટીમે આગળના 52 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. સ્કોર ત્રણ વિકેટે 376થી એક સમયે આઠ વિકેટે 428 રન પર પહોંચી ગયો હતો. સરફરાઝના આઉટ થયા બાદ પડિકલે પોતાની અડધી સદી પૂરી કરી હતી. તે 10 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 65 રન બનાવીને આઉટ થયો હતો.

INDvsENG TEST DAY 2

ત્યાર બાદ ધ્રુવ જુરેલ પણ 15 રન બનાવીને આઉટ થયો હતો. શોએબ બશીરે ત્રણેયને પેવેલિયન મોકલી દીધા હતા. આ સાથે જ ટોમ હાર્ટલીએ રવીન્દ્ર જાડેજા અને આર અશ્વિનને આઉટ કર્યા હતા. જાડેજા 15 રન બનાવીને આઉટ થયો હતો અને અશ્વિન ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. 52 રનમાં પાંચ વિકેટ ગુમાવ્યા બાદ કુલદીપ અને બુમરાહે 45 રનની અણનમ ભાગીદારી કરી અને 250થી આગળની લીડ મેળવી લીધી.

INDvsENG TEST DAY 2

INDvsENG TEST DAY 2  : ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 218 રન પર સમેટાઈ ગયો હતો.

INDvsENG TEST DAY 2

આ પહેલા ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 218 રનમાં સમેટાઈ ગયો હતો. કુલદીપ યાદવે પાંચ વિકેટ લીધી હતી. આ સાથે જ પોતાની 100મી ટેસ્ટ રમી રહેલા રવિચંદ્રન અશ્વિને ચાર વિકેટ ઝડપી હતી. આ સિવાય રવિન્દ્ર જાડેજાને એક વિકેટ મળી હતી. એટલે કે ઈંગ્લેન્ડની તમામ 10 વિકેટ ભારતીય સ્પિનરોએ લીધી હતી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો