BANASKANTHA NEWS : બનાસકાંઠામાં જામી શકે છે ખરાખરીનો જંગ, ગેનીબેન ઠાકોરે વ્યક્ત કરી લોકસભા લડવાની ઈચ્છા  

0
298
BANASKANTHA NEWS
BANASKANTHA NEWS

BANASKANTHA NEWS : આજ સવારથી એક સમાચાર પર ચર્ચા થઈ રહી છે કે કોંગ્રેસ ગમે ત્યારે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. દરેક લોકોને ઈન્તેઝારી છે એ જોવામાં કે કોંગ્રસ કોને ઉમેદવાર તરીકે ઘોષિત કરશે. એવી માહિતી સામે આવી છે કે આજે કોંગ્રેસ દ્વારા 40 ઉમેદવારોના નામની ઘોષણા થઈ શકે છે જેમાં દિગ્ગજ નેતાઓનો સમાવેશ હોઈ શકે છે. ગુજરાતની બેઠકો માટે પણ નામની જાહેરાત થઈ શકે છે તેવું લાગી રહ્યું છે.

BANASKANTHA NEWS

BANASKANTHA NEWS  : ભાજપની મહિલા ઉમેદવાર સામે કોંગ્રેસનો મહિલા ચહેરો

BANASKANTHA NEWS

બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપ અને કોગ્રેસની મહિલા નેતાઓ વચ્ચે જંગ જામશે તે લગભગ નિશ્ચિત થઈ ચુક્યું છે.  ભાજપ તરફથી ડોક્ટર રેખાબેન ચૌધરીને ઉમેદવાર જાહેર કર્યા બાદ કોંગ્રેસ તરફથી ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લોકસભા લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સતત બે ટર્મથી વિધાનસભાની ચૂંટણી જીતી ધારાસભ્ય બનેલા ગેનીબેન ઠાકોરે શિવ મંદિરમાં દર્શન બાદ ચૂંટણી લડવા મુદ્દે નિવેદન આપ્યું છે. કોંગ્રેસ હાઈકમાન્ડ ટિકિટ આપશે તો બનાસકાંઠા બેઠક પર લોકસભા લડવા અને જીતવાનો ગેનીબેને હુંકાર કર્યો છે.

BANASKANTHA NEWS  : કોંગ્રેસ આજે જાહેર કરી શકે છે યાદી

BANASKANTHA NEWS

ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે 195 નામોની પ્રથમ યાદી જાહેર કરી છે. હવે કોંગ્રેસ પણ લોકસભા ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર કરવા જઈ રહી છે. કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ગુરુવારે (7 માર્ચ 2024) મોડી રાત સુધી ચાલી હતી, જેમાં ઘણા નામોને મંજૂરી આપવામાં આવી છે અને આજે (8 માર્ચ 2024) કોંગ્રેસની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી શકે છે.

BANASKANTHA NEWS  : ભાજપની જેમ કોંગ્રેસની પ્રથમ યાદીમાં પણ અનેક મોટા દિગ્ગજોના નામ સામેલ થશે. માનવામાં આવે છે કે પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું નામ કોંગ્રેસની પ્રથમ યાદીમાં હશે અને તેઓ વાયનાડથી ચૂંટણી લડી શકે છે. હાલ રાહુલ ગાંધી પણ વાયનાડથી સાંસદ છે. રાહુલ ગાંધી સિવાય પાર્ટીએ પ્રથમ યાદીમાં લગભગ 40 નામોને મંજૂરી આપી છે.

BANASKANTHA NEWS

BANASKANTHA NEWS : કોંગ્રેસની પ્રથમ યાદીમાં જે 40 ઉમેદવારોના નામ સામેલ થઈ શકે છે તેમાં તિરુવનંતપુરમથી શશિ થરૂર અને છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના નામ પણ ચર્ચામાં છે. આ બે દિગ્ગજ સૈનિકોના નામ પણ પ્રથમ યાદીમાં સામેલ થઈ શકે છે. સૂત્રોનું માનીએ તો કોંગ્રેસ ફરીથી કેરળના તમામ સાંસદોને ટિકિટ આપી શકે છે. તે જ સમયે, CEC બેઠકમાં કર્ણાટક અને તેલંગાણાની 6-6 બેઠકો માટેના ઉમેદવારોના નામ પણ નક્કી કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો