Gujarat Top News (03/03/24): ગુજરાતમાં આજે શું રહી હલચલ, અહીં જાણો…  

0
385
Gujarat Top News (03/03/24): ગુજરાતમાં આજે શું રહી હલચલ, અહીં જાણો…  
Gujarat Top News (03/03/24): ગુજરાતમાં આજે શું રહી હલચલ, અહીં જાણો…  

Gujarat Top News: ગુજરાતમાં આજે શું રહી હલચલ..

Gujarat Top News
Gujarat Top News

Gujarat Top News: ગુજરાત રાજ્યમાં બની શું ઘટના, ગુજરાત સરકારે શું લીધા નિર્ણય તેમજ સમગ્ર રાજ્યના મુખ્ય ગુજરાતી સમાચાર (Gujarati Samachar) માટે આગળ વાંચો…

મહેસાણા :

19 1

મહેસાણા: લોકસભાની મહેસાણાની બેઠક પરથી નીતિન પટેલે દાવેદારી પરત ખેચી

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની મોટી જાહેરાત કરી છે. મહેસાણા બેઠકથી દાવેદારી પાછી ખેંચ્યાની નીતિન પટેલની જાહેરાતી રાજકારણ ક્ષેત્રે અને તર્ક વિતર્ક ચર્ચાઇ રહ્યા છે.

ફેસબુક પોસ્ટ પર નીતિન પટેલે લખ્યું છે કે, “ ભાજપના ઉમેદવાર તરીકે દાવેદારી પરત ખેંચુ છુ. કેટલાક કારણોસર મેં આ નિર્ણય લીધો છે”

ફેસબુક પર પોસ્ટ થકી નીતિન પટેલે આ જાહેરાત કરી છે. મહેસાણા બેઠક પરથી નીતિન પટેલે દાવેદારી પરત ખેંચી છે, મહેસાણા બેઠક પરથી ભાજપ હવે કોને આપશે ટિકિટ તેને લઈ ચર્ચા ચાલી રહી છે. મહેસાણા બેઠક પરથી નીતિન પટેલનું નામ ચર્ચામાં હતું.

સાબરકાંઠા:

20 1

સાબરકાંઠા: સવગઢ ગામે મકાનનો સ્લેબ ધરાશાયી, બે શ્રમિકોના મોત

સાબરકાંઠા: હિંમતનગર શહેર નજીક આવેલ સવગઢ ગામે મોટી દુર્ઘટના બની છે. ગામમાં ચાલી રહેલ મકાનના કામ દરમિયાન મકાનનો સ્લેબ ધરાશાયી થયો હતો. જેમાં બે શ્રમિકો દટાયા હતા. બંને શ્રમિકોના ઘટના સ્થળે જ મોત થયા છે. હિંમતનગર ફાયર વિભાગ દ્વારા દટાયેલા બંને શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતક શ્રમિકોને પોસ્ટ મોર્ટમ અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હિંમતનગર ગ્રામ્ય પોલીસ ઘટના પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ :

1 24

અમદાવાદ : વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ડે પર કાંકિરયા ઝૂ એપ્લિકેશન થશે લોન્ચ

કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ડેની ઉજવણી કરવામાં આવશે. જેમાં ટચ ટેબલ, પ્રેઝન્ટેશનનુ આયોજન કરવામાં આવશે. કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં જે પશુ-પક્ષીઓ રાખવામાં આવ્યા છે ત્યાં મુલાકાતીઓ સ્વેચ્છાએ તકલીફ વગર જઈ શકે તે માટે “અમદાવાદ ઝૂ” નામની નેવીગેશન એપ બનાવવામાં આવી છે. આવતીકાલે 3 માર્ચના રોજ વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ડેના દિવસે મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવશે.

2 11

અમદાવાદ : કોણે લાભ આપવા કોન્ટ્રાકટ લંબાવાયો? પાલિકાની ટેન્ડર પ્રક્રિયામાં કરવામાં આળસ કેમ?

સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ યોગ્ય રીતે કામ ન કરતા હોવાનું પણ AMC એ ગુજરાત હાઇકોર્ટમાં સ્વીકારી ચૂક્યું છે. શહેરના 6 એસટીપી પ્લાન્ટ અને એક સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના છેલ્લા 8 મહિનાથી ઓપરેશન અને મેન્ટેનન્સની મુદ્દત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં પણ નવા ટેન્ડર કરવાની પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરવામાં આવી નથી. કોન્ટ્રાક્ટરોને વધુ સમય આપવા STP વિભાગના અધિકારીઓએ હાલના કોન્ટ્રાક્ટરને લાભ અપાવવા મુદ્દત વધારવાની દરખાસ્ત કરતા હોય તેવું જણાઈ રહ્યું છે. ગંદા પાણીને શુદ્ધ કરવા માટે AMC દ્વારા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે.

11

અમદાવાદ : વેપારીનું સવા કરોડોનું સોનું લઈને કારીગર થયો ગાયબ

માધવપુરામાં જ્વેલર્સના વેપારીએ કારીગરને સોનાના દાગીના બનાવવા માટે રૂ.1.22 કરોડનું સોનું આપ્યુ હતુ, જે લઈને કારીગર ફરાર થઈ ગયો હતો. વેપારીનો વિશ્વાસ હાંસલ કરવા માટે કારીગરે શરૂઆતમાં દાગીના બનાવી આપ્યા હતા. જો કે વધુ સોનું મળતા જ તે ફરાર થઈ ગયો. વેપારીએ આ કારીગર વિરુદ્ધ માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

4 17

અમદાવાદ : ખોટા દસ્તાવેજના આધારે ઓનલાઇન ચૂંટણીકાર્ડ કાઢવાના રેકેટનો પર્દાફાશ

ખોટા દસ્તાવેજના આધારે ઓનલાઈન ચૂંટણી કાર્ડ બનાવવાના રેકેટનો પર્દાફાશ, ચૂંટણી કાર્ડની કોપી જેવા ડોક્યુમેન્ટ પર આધારકાર્ડ માટે એપ્લાય કરાતા સમગ્ર મામલો મામલતદારના ધ્યાને આવ્યો હતો. જેને લઈને સોલા પોલીસ સ્ટેશનમાં 2 ઈસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. ઘટનાની ગંભીરતા જોતા પોલીસે તપાસ કરી, અને સોલા પોલીસે કન્સલ્ટન્સી ધરાવતા યુવક અને બાંગ્લાદેશી યુવકની ધરપકડ કરી છે.

5 10

અમદાવાદ : માંડલના નાના ઉભડા ગામે કૃષ્ણ મંદિરમાં લાખો રુપિયાની ચોરી

અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. માંડલના નાના ઉભડા ગામે મંદિર અને મકાન ચોરી થઇ છે. કૃષ્ણ મંદિરમાંથી આરતીનું મશીન સહિત 1.92 લાખના મુદ્દામાલની ચોરી કરી છે. મકાનમાંથી સોના-ચાંદીના દાગીના સહિત 1.70 લાખની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.માંડલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

17 1

વડોદરા :

વડોદરા: બાપોદ-પાદરામાંથી SMCએ દારૂના જથ્થા સાથે 4ની ધરપકડ, 5 વોન્ટેડ

વડોદરા શહેરના બાપોદ અને જિલ્લાના પાદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા ફરી દરોડા પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે 4 શખસની ધરપકડ કરી છે.

ટેટ વિજિલન્સે કરેલ કાર્યવાહી બાપોદ પોલીસ મથકમાં આવેલ આમ્રપાલી નગર 40 ક્વાર્ટર દશામા મંદિર પાસ, કિશનવાડીમાં રેડ કરી ભારતીય બનાવટની વિદેશી દારૂની 134 બોટલ સાથે કુલ રૂપિયા 22,300 મુદ્દામાલ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે.

ગાંધીનગર :

6 2

ગાંધીનગર : ગાંધીનગર-અમદાવાદમાં તરખાટ મચાવનાર રિક્ષા ચોર ઝબ્બે

ગાંધીનગર અને કલોલમાંથી રિક્ષાઓ ચોરીને વેચી મારનારા બે રીઢા ચોરને ગાંધીનગર લોકલ ક્રાઇમ ની ટીમે ઝડપી લીધા છે. પ્રાથમિક તપાસમાં પાંચ ગુનાનો ભેદ ઉકેલાયો છે. નોંધનીય છે કે બે વર્ષથી નાસતો-ફરતો રિક્ષા ચોર પોતાના ઘરે રૂપાલ આવ્યો બાતમી મળતા જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટીએ આપેલી સૂચના અન્યવે એલસીબી પીઆઈ ડી.બી. વાળા અને ટીમે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ ભવાનસિંહ પૃથ્વીસિંહ અને કોન્સ્ટેબલ ગોવિંદસિંહ દીપસિંહને બે રીઢા રિક્ષા ચોર અંગે બાતમી મળી હતી. પોલીસે વોચ ગોઠવીને રૂપાલમાંથી બે આરોપીને ઝડપી લીધા.

7 3

ગાંધીનગર : યુવતી સાથે ઈન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડ બનેલા બનાસકાંઠાના યુવકે દુષ્કર્મ આચર્યું

ગાંધીનગરના એક ગામમાં રહેતી 21 વર્ષીય યુવતી ઇસ્ટાગ્રામ થકી ત્રણેક મહિનાથી બનાસકાંઠાના વિક્રમ ચૌધરી નામના યુવક સાથે સંપર્કમાં આવી હતી. જેથી બંને અવારનવાર એકબીજાને મેસેજ કરી વાતચીત કરતાં હતાં.

29 મી ફેબ્રુઆરીએ યુવતી સિવિલમાં દાખલ તેની ભાભીની ખબર કાઢવા માટે ગઈ હતી, ત્યાં યુવતીએ વિક્રમને ફોન કર્યો હતો. વિક્રમે સિવિલના યુવતીને મેડીકલ સ્ટોર્સ બાજુ મળવા બોલાવી હતી. વિડિઓ કોલથી વાતો પણ કરતા હોવાથી યુવતી વિક્રમને ઓળખી ગઈ હતી. વિક્રમ યુવતીને બાઈક ઉપર બેસાડી કુડાસણની એક ગેસ્ટ હાઉસમાં લઈ ગયો, જ્યાં વિક્રમ ચૌધરીએ યુવતી સાથે છેડછાડ કરતા યુવતીએ વિરોધ કર્યો તો વિક્રમે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં યુવતીને સિવિલ ઉતારી ગયો, જ્યાં પરિવારજનો લોહીથી ખરડાયેલ કપડાં જોઈને ચોંકી ઉઠયા હતા. આ મામલે ઈન્ફોસિટી પોલીસે વિક્રમ ચૌધરી વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ હાથ.

બનાસકાંઠા :

8 4

બનાસકાંઠા : વડગામના અશોકગઢ ગામે વીજપોલના તૂટેલા તારને અડતા 6 બકરીના મોત

અશોકગઢનાં પશુપાલક ફુલાભાઈ અમરતભાઈ રબારીએ જણાવ્યું હતું કે, શનિવારે સવારે 10-45 કલાકે 50 બકરી લઈને ખેતરમાં ચરાવવા માટે જતો હતો. ત્યારે ગામમાંથી ખેતરમાં જવાના રસ્તા પર જ પવનથી વીજ વાયર તૂટીને નીચે પડેલો હતો.કરીઓની પાછળ હતો ત્યારે એક-એક કરીને બધા બકરીઓ તેના પરથી પસાર થતા હતા. ત્યારે બે-બે કરીને છ બકરીઓ વીજવાયરને અડકતા મૃત્યુ પામી હતી.

9 2

પાલનપુર: ચાલુ વરસાદમાં આશાવર્કર બહેનોની ભૂખ હડતાળ યથાવત

ગુજરાત આશા વર્કર એસોસિએશન સાથે સંકળાયેલી જુદા જુદા તાલુકાની બહેનો પાલનપુરમાં જોરાવર પેલેસ સંકુલના પ્રવેશદ્વારમાં ભૂખ હડતાલ પર છે. શનિવારે હડતાલનો ચોથો દિવસ હતો અને દિવસભર થોડી થોડી વારે વરસાદ વરસતો રહ્યો હતો તેમ છતાં આશાવર્કર બહેનોની ભૂખ હડતાળ જારી રહી હતી.

10 1

દાંતાથી પાલનપુર હાઇવે પર પેસેન્જર ભરેલી જીપનું ટાયર ફાટતા ડિવાઇડર સાથે અથડાઈ, 2 લોકોનાં મોત

દાંતાથી પાલનપુર હાઇવે વચ્ચે અકસ્માતની ઘટના; અંધારીયા અને મુમનવાસ વચ્ચે આ અકસ્માતની ઘટના.

આજે સવારે દાંતા તાલુકાના તોરણીયા ગામનાં લોકો જીપમાં બેસીને પાલનપુર તરફ જતા હતા. જીપમાં અનેકો મુસાફરો સવાર હતા. દાંતાથી પાલનપુર જતી ગાડીનું ટાયર ફાટવાથી ડ્રાઇવરનો ગાડી પરથી કંટ્રોલ ના રહેતા ગાડી ડિવાઇડર પર ચઢી પલટી ગઈ હતી. ઘટના સ્થળે બે લોકોના મોત નીપજ્યા હતા. તો સાથે સાથે 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટના સ્થળે મૃત્યુ પામનારમાં એકનું નામ ભેરાભાઈ અને બીજાનું નામ બંસીભાઈ છે.

11 4

ડીસા : સહકારી મંડળીની લોન ન ભરતાં શખ્સને એક વર્ષની સજા

ડીસામાં ગવાડી છોટાપુરા વિસ્તારમાં રહેતા મોહમ્મદ ઇદ્રીશ કુરેશીને ગુરુકૃપા બચત અને ધિરાણ સહકારી મંડળીએ 2 ફેબ્રુઆરી 2018 ના રોજ 2.50 લાખ રૂપિયાનું ધિરાણ આપ્યું હતું. નિયમિત હપ્તા ભરતા ન હોવાથી મંડળીના કર્મચારીઓએ તે ભરવા માટે જાણ કરી હતી. મોહમ્મદ ઇદ્રીશે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનો ચેક આપ્યો જે બાઉન્સ થયો હતો. મંડળી દ્વારા પૈસા ભરવા માટે નોટિસ આપવા છતાં પણ મંડળીના લોના હપ્તાની રકમ ન ભરતા આખરે મંડળીના મેનેજરે કોર્ટમાં કેસ કર્યો. પુરાવાઓને ધ્યાને લઇ અધિક જયુડિશીયલ મેજિસ્ટ્રેટ હર્ષદ ચાવડાએ આરોપીને એક વર્ષ સાદી કેદની સજા ફટકારી છે. તેમજ વળતર પેટેની રકમ 3.41 લાખ રૂપિયા 30 દિવસમાં ભરપાઈ કરવાનો હુકમ કર્યો છે.

પાટણ :

12 2

પાટણ : જિલ્લા આયોજન સમિતિની ચૂંટણીમાં 12 ફોર્મ ભરાયા, 16 સભ્યો માટે 26 માર્ચે મતદાન

જિલ્લા આયોજન સમિતિ પાટણની રચના કરવા માટે જિલ્લા પંચાયત પાટણના ચૂંટાયેલા સભ્યોમાંથી 16 સભ્યોની જિલ્લા આયોજન સમિતિની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. તા. 26-3-2024ના રોજ યોજાનાર આ ચૂંટણી અંતર્ગત આજે પાટણ જિલ્લા પંચાયતના 12 ઉમેદવારો એ તેમના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. બાકીના ઉમેદવારો સોમવારે ફોર્મ ભરશે.

જુનાગઢ :

18

જુનાગઢ : શાળાના ઓરડા જ ખૂટયા, માણાવદરના ખડિયા અને કોઠડી પ્રાથમિક શાળાનું ડિમોલોશન બાદ કોઈ ઠેકાણું નહીં

માણાવદર તાલુકાના ખડિયા ગામની પ્રાથમિક શાળામાં ધો. 1થી 8માં 115 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ આ શાળા એક હોવાથી છ જેટલા ઓરડાઓનું દોઢ વર્ષ પહેલા ડિમોલેશન કરવામાં આવ્યું. ત્યારે ડીમોલેશનના દોઢ વર્ષ બાદ પણ આ પ્રાથમિક શાળાના ઓરડાઓ મંજૂર ન થતા વિદ્યાર્થીઓને ફરજિયાત પણે પ્રાર્થના અને મધ્યાન ભોજન ખુલ્લા મેદાનમાં લેવું પડે છે.

આવી જ પરિસ્થિતિ તાલુકાના બીજા ગામની એટલે કે કોઠડી પ્રાથમિક શાળાની છે કે જ્યાં પણ એક વર્ષ જેટલા સમયથી શાળાના ત્રણ જેટલા ઓરડાઓનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. અહીં પણ એકીસાથે બે-બે વર્ગના વિદ્યાર્થીઓને બેસાડવામાં આવી રહ્યા છે.

કચ્છ :

કચ્છ : લોકસભા ભાજપ બેઠકના ઉમેદવાર સાંસદ વિનોદ ચાવડા ટીકીટ જાહેર થતા મા મઢવાળીના દર્શને પહોંચ્યા

સાંસદ વિનોદ ચાવડા લોકસભાની કચ્છ બેઠક પર ભાજપ પક્ષે સળંગ ત્રીજી વખત ચૂંટણી લડનારા બીજા ઉમેદવાર બન્યા છે. આ પહેલા પુષ્પદાન ગઢવી ભાજપ માટે ત્રણ વખત લોકસભા સાંસદ પદે ચૂંટાઈ આવ્યા હતા. દરમિયાન સાંસદ ચાવડા આજે રવિવારે માતાના મઢ ખાતે માં આશ્પુરા મંદિરના દર્શનાર્થે પહોંચ્યા હતા, જ્યાં તેમની સાથે અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમન સિંહ જાડેજા તેમજ સ્થાનિક આગેવાનો જોડાયા.

સુરેન્દ્રનગર:

14 1

સુરેન્દ્રનગર: લીંબડી-ચૂડા રોડ પર શંકાસ્પદ હાલતમાં એક વ્યકિતની લાશ મળી

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-ચૂડા રોડ પર શંકાસ્પદ હાલતમાં એક વ્યકિતની લાશ મળી આવતા ચકચાર, લીંબડીના ભગુપુર ગામ તરફ જવાના રસ્તે બાઈક સાથે ઈજાગ્રસ્ત હાલતમાં યુવકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ બનાવની જાણ થતાં લીંબડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

1

સુરેન્દ્રનગર: આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બપોરે 3 કલાકે સુરેન્દ્રનગર-રાજકોટ રોડ પર ત્રિમંદિર સામે આવેલા ગ્રાઉન્ડમાંથી સુજલામ સુફલામ જળ અભિયાન-2024નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે. આ ઉપરાંત રૂ.1477.20 કરોડના 87 કામોની ઉદ્દઘોષણા, રૂ. 92.70 કરોડના 25 કામોના ખાતમુહૂર્ત તેમજ રૂ. 13.17 કરોડના 19 કામોના લોકાર્પણ એમ મળી કુલ રૂ.1584.08 કરોડના કુલ 131 કામોની સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓને ભેટ આપશે.

15

સુરેન્દ્રનગર : સાયલા પાંજરાપોળમાં તસ્કરોએ મોડી રાત્રે પશુઓની ચોરીનો નિષ્ફળ પ્રાયસ

સુરેન્દ્રનગર : સાયલા પાંજરાપોળમાં તસ્કરો દ્વારા મોડી રાત્રે પશુઓની નિષ્ફળ ચોરીનો બનાવ, તસ્કરો દ્વારા પાંજરાપોળમાં ગેરકાયદેસર પ્રવેશ કરી પશુઓની ચોરીનો પ્રયાસ કર્યો.સાયલા પાંજરાપોળનો ચોકીદાર અચાનક જાગી જતા તસ્કરો પશુઓને સુદામડા રોડ પર મૂકીને નાસી છૂટયા હતા. બાદમાં સાયલા પોલીસે લાઈવ લોકેશનના આધારે તેમજ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો