Gujarat Weather : ગુજરાતમાં લગભગ શિયાળાએ વિદાય લીધી હોય અને ઉનાળો શરૂ થવાની તૈયારી હોય તેવું વાતાવરણ છેલ્લા કેટલાક દિવસથી અનુભવાઈ રહ્યું છે. આ વચ્ચે આજે અને આવતીકાલે એમ બે દિવસ સમગ્ર ગુજરાતમાં માવઠું થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આવતીકાલે બનાસકાંઠા અને અમદાવાદ સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ થઇ શકે છે.
Gujarat Weather : આજે કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતા
હવામાન વિભાગ અનુસાર આજે રાજ્યના કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, મોરબી, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં છૂટોછવાયો વરસાદ થઇ શકે છે.
Gujarat Weather : આવતીકાલે કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતા
આવતીકાલે એટલે કે 2 માર્ચના રોજ રાજ્યના કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
Gujarat Weather : આજે કયા શહેરમાં કેટલું રહ્યું લઘુત્તમ તાપમાન
આજના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 22.8 ડિગ્રી, ડીસામાં 22.4, ગાંધીનગરમાં 20.2, વલ્લભ વિદ્યાનગરમાં 22.8, વડોદરામાં 24.2, સુરતમાં 22.2, વલસાડમાં 18.6, ભુજમાં 20.6, નલિયામાં 16.8, કંડલા પોર્ટમાં 22.1, અમરેલીમાં 20.8, ભાવનગરમાં 21.2, દ્વારકામાં 24, ઓખામાં 22.6, પોરબંદરમાં 19.2, રાજકોટમાં 21.6, વેરાવળમાં 22.3, સુરેન્દ્રનગરમાં 23, મહુવામાં 17.3 અને કેશોદમાં 18.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
लेटेस्ट खबरो के लिए यहाँ क्लिक करेयूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करेपंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जानेदिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे