Pakistan : પાકિસ્તાન ફરી એક વખત બે ભાગમાં વિભાજીત થશે અને વર્ષ 1971 જેવી સ્થિતિનું પુનરાર્વતન થઈ શકે છે. તાલિબાન શાસનના નાયબ વિદેશ મંત્રીએ દાવો કર્યો છે કે વર્ષ 1971ના ઈતિહાસનું ટૂંક સમયમાં પુનરાવર્તન થશે.
Pakistan : તાલીબાને આપી ચીમકી
અત્રે ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં જ ભારે તણાવભરી સ્થિતિ જોવા મળી રહી છે. તાલિબાનના નાયબ વિદેશ પ્રધાન શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનિકઝઈએ એક નિવેદનમાં આ માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે વર્ષ 1971માં પાકિસ્તાનનું વિભાજન થયું તે ઈતિહાસનું ફરી વખત પુનરાવર્તન થશે.
આ સાથે અફઘાનિસ્તાને એ વાતને પણ સ્પષ્ટપણે કહી છે કે અફઘાનિસ્તાન નકલી ડૂરંડ રેખાને માન્યતા આપતું નથી અને ડૂરંડ રેખાના પેલે પાર પણ અન્ય એક અફઘાનિસ્તાન છે.તેમના દ્વારા આપવામાં આવેલુ આ નિવેદન બન્ને દેશ વચ્ચે વધી રહેલા તણાવની સ્થિતિને દર્શાવે છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનના શરણાર્થિઓને પરત મોકલવાની પ્રક્રિયા શરૂ કરી છે, જેને પગલે અફઘાનિસ્તાનમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તાલીબાનનો આરોપ છે કે પાકિસ્તાન સીમા પાર આતંકવાદનું સમર્થન કરે છે.
Pakistan એ આ આરોપોને નકારી દેતા કહ્યું કે આ અફઘાનિસતાનની સ્થિરતા તથા સુરક્ષા ઈચ્છે છે. જોકે બન્ને દેશો વચ્ચે સંબંધોમાં તણાવ ઓછો થવાના સંકેત મળતા નથી.નિષ્ણાતોનું માનવું છે કે સ્ટેનિકઝઈનું આ નિવેદન પાકિસ્તાન પર દબાણ વધારવાનો પ્રયાસ છે. પાકિસ્તાન અફઘાનિસ્તાન માટે એક મહત્વનો દેશ છે અને તાલીબાન શાસન એ બાબતને સુનિશ્ચિત કરવા માગે છે કે પાકિસ્તાન તેના હિતોનું સમર્થન કરે.
दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे
यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे
राजस्थान में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने