HomeEntertainmentMithun Chakraborty Health :  મિથુન ચક્રવર્તીની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ  

Mithun Chakraborty Health :  મિથુન ચક્રવર્તીની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ  

Mithun Chakraborty Health :  એક્ટર-રાજનેતા મિથુન ચક્રવર્તીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મિથુનને કોલકાતાની પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સૂત્રોના અનુસાર, એક્ટરને છાતીમાં દુખાવો થયો. ત્યારબાદ તાત્કાલિક તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા. ફેન્સ તેમના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

Mithun Chakraborty Health

Mithun Chakraborty Health  : હોસ્પિટલમાં કરાયા દાખલ

Mithun Chakraborty Health  : મિથુન ચક્રવર્તી 73 વર્ષના છે. શનિવાર (10 ફેબ્રુઆરી) સવારે તેમને અચાનક છાતીમાં દુખાવો થવા લાગ્યો. થોડો થોડો મુંઝારો પણ થવા લાગ્યો. તબિયત બગડે તે પહેલા તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા. હોસ્પિટલમાં તેમની સારવાર કરાઈ રહી છે. જોકે, તેમની તબિયત કેવી છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.

Mithun Chakraborty Health

 મહત્વનું છે કે, મિથુન ચક્રવર્તીને હાલમાં જ પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. પદ્મ ભૂષણ મળ્યા બાદ તેમણે ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, આ પુરસ્કાર મેળવીને ખુશ છું. હું સૌનો દિલથી આભાર માનું છું. મેં ક્યારે ખુદ માટે કંઈ નથી માંગ્યું. વગર માંગ્યે કંઈક મેળવવાની ખુબ ખુશી થઈ રહી છે. આ ખુબ અદ્ભુત અને અલગ અનુભવ છે. મને બહુ સારું લાગી રહ્યું છે.

Mithun Chakraborty Health  : દિગ્ગજ અને પ્રતિભાશાળી અભિનેતા

Mithun Chakraborty Health : વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ગત વર્ષ 2023માં મિથુન સુમન ઘોષની સુપરહિટ બંગાળી ફિલ્મ ‘કાબુલીવાલા’માં જોવા મળ્યા હતા. વર્ષ 2022માં, તેમણે વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં નિવૃત્ત IAS ની ભૂમિકા ભજવવા માટે તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

Mithun Chakraborty Health

બોલીવુડના ‘ડિસ્કો ડાન્સર’: મિથુન હિન્દી સિનેમાના પીઢ અભિનેતા છે, જેને ડિસ્કો ડાન્સર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમની અભિનય કારકિર્દીમાં, તેમણે ‘પરિવાર’, ‘મેરા યાર મેરા દુશ્મન’, ‘બાત બન જાયે’ અને ‘દિવાના તેરે નામ કા’ જેવી લગભગ 350 ફિલ્મોમાં કામ કર્યું છે. શ્રેષ્ઠ ફિલ્મો ઉપરાંત, તેમણે ઘણા ટેલિવિઝન ડાન્સ શોને પણ જજ કર્યા છે.

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments