IND vs ENG 2nd Test  : બીજી ટેસ્ટના ત્રીજા દિવસના અંતે  ઇંગ્લેન્ડે 67-1 , જીત માટે હજુ 332 રનની જરૂર   

0
221
IND vs ENG 2nd Test
IND vs ENG 2nd Test

IND vs ENG 2nd Test    : આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝની બીજી ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ પૂર્ણ થયો છે.  ત્રીજા દિવસના અંતે ભારતે આપેલા 399 રનના લક્ષ્ય સામે ઇંગ્લેન્ડે ત્રીજા દિવસના અંતે 14 ઓવરમાં 1 વિકેટે 67 રન બનાવી લીધા છે, ઇંગ્લેન્ડને જીત માટે ૩૩૨ રનની જરૂર છે.

IND vs ENG 2nd Test

IND vs ENG 2nd Test   : શુભમન ગિલની સદીની (104) મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટના ત્રીજા દિવસે મજબૂત સ્થિતિ બનાવી લીધી છે. ભારતે આપેલા 399 રનના પડકાર સામે ઇંગ્લેન્ડે ત્રીજા દિવસના અંતે 14 ઓવરમાં 1 વિકેટે 67 રન બનાવી લીધા છે. ઇંગ્લેન્ડ હજુ 332 રન પાછળ છે અને તેની 9 વિકેટો જમા છે. દિવસના અંતે ઝેક ક્રોલી 29 અને રેહાન અહમદ 9 રને રમતમાં છે. બેન ડકેટ 28 રને અશ્વિનનો શિકાર બન્યો હતો.બીજા દાવમાં ભારત 78.3 ઓવરમાં 255 રનમાં ઓલઆઉટ થઇ જતા ઇંગ્લેન્ડને જીતવા માટે 399 રનનો પડકાર મળ્યો છે.

IND vs ENG 2nd Test

IND vs ENG 2nd Test    : રોહિત શર્મા અને જયસ્વાલ જલ્દી આઉટ

IND vs ENG 2nd Test

ભારતે ત્રીજા દિવસની શરુઆત વિના વિકેટે 28 રનથી કરી હતી. જેમ્સ એન્ડરસને યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્માને છ બોલમાં આઉટ કરીને ભારત પર દબાણ બનાવ્યું હતું. રોહિત દિવસની બીજી જ ઓવરમાં જેમ્સ એન્ડરસનની બોલિંગમાં બોલ્ડ થયો હતો. ભારતીય કેપ્ટન માત્ર 13 રન જ બનાવી શક્યો હતો. આ સાથે જ એક ઓવર બાદ યશસ્વી જયસ્વાલ 17 રને એન્ડરસનના બોલ પર જો રૂટને કેચ આપી બેઠો હતો.

IND vs ENG 2nd Test   : શુભમન ગિલે સદી ફટકારી

IND vs ENG 2nd Test

આ પછી શુભમન ગિલ અને શ્રેયસ ઐયરે 81 રનની ભાગીદારી કરીને ટીમની બાજી સંભાળી હતી. ઐયર 29 રને હાર્ટલીનો શિકાર બન્યો હતો. રજત પાટીદાર ખાસ કમાલ કરી શક્યો ન હતો અને 9 રને આઉટ થયો હતો. ગિલે બાજી સંભાળતા 132 બોલમાં સદી ફટકારી હતી. ગિલે ટેસ્ટ ક્રિકેટમાં ત્રીજી સદી ફટકારી હતી. 11 મહિના પછી ગિલ સદી ફટકારવા સફળ રહ્યો છે. તે 104 રને શોએબ બશીરની ઓવરમાં આઉટ થયો હતો.

IND vs ENG 2nd Test

અક્ષર પટેલે શાનદાર બેટિંગ કરતા 45 રન બનાવ્યા હતા. વિકેટકિપર એસ ભરતે ફરી નિરાશ કર્યા હતા અને 6 રને આઉટ થયો હતો. અશ્વિન 29 રને આઉટ થયો હતો. ઇંગ્લેન્ડ તરફથી ટોમ હાર્ટલીએ 4, રેહાન અહમદે 3, જેમ્સ એન્ડરસને 2 અને શોએબ બશીરે 1 વિકેટ ઝડપી હતી.

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने