હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા,  જન જીવન થયું અસ્તવ્યસ્ત

0
513
Snowfall In Himachal
Snowfall In Himachal

Snowfall In Himachal : હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા હવે લોકો માટે મુસીબત બની રહી છે. પ્રદેશમાં રોહતાંગમાં 3 ફુટ, નારકંડા, કુફરી, રોહડૂ, ચોપાલ તેમજ મનાલીમાં અડધા ફુટથી વધુ હિમવર્ષા થઈ છે. સ્નોફોલને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વીજળી, પાણી અને વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. પ્રદેશમાં 475 રસ્તાઓ હિમવર્ષાને કારણે બંધ થઈ ગયા છે, જેણે ખોલવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.

Snowfall In Himachal

Snowfall In Himachal : આટલા ટ્રાંસફોર્મર હજુ પણ ખરાબ

Snowfall In Himachal : હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા પૂર્વાનુમાન મુજબ સોમવારે પ્રદેશના છ જિલ્લા લાહુલ સ્પીતિ, કિન્નૌર, શિમલા, કાંગડા, મંડી તેમજ કુલ્લૂમાં ભારે બરફ વર્ષા તેમજ તોફાન આવવાની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે.

Snowfall In Himachal

Snowfall In Himachal : તો બાકીના છ જિલ્લા જેવા કે ચંબા, ઉના, બિલાસપુર, હમીરપુર, સિરમૌર અને સોલનમાં તોફાનને લઈને યલો એલર્ટ જાહેર કરાયું છે. પ્રદેશમાં 333 જેટલાં ટ્રાંસફોર્મર હજુ પણ ખરાબ છે. જેના કારણે વીજળી વ્યવસ્થાને અસર થઈ છે. 56 પેયજળ યોજનાઓ પ્રભાવિત થઈ છે અને તેના કારણે પેયજળની આપૂર્તિ નથી થઈ શકી.

શિમલા તરફ જવાનો રસ્તો સંપૂર્ણપણે બંધ છે. બે દિવસથી અટકી-અટકીને બરફ પડી રહ્યો છે. જેના કારણે હાડ થીજવતી ઠંડી પડી રહી છે. ન્યૂનતમ તાપમાનમાં એકથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાયો છે. જ્યારે મહતમ તાપમાનમાં ત્રણથી લગભગ સાત ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. હિમપાતને કારણે પથ પરિવહન નિગમની 75 જેટલી બસ ફસાઈ ગઈ છે.

Snowfall In Himachal : કયાં કેટલા રસ્તા બંધ

Snowfall In Himachal

લાહૌલ સ્પીતિમાં 157, શિમલામાં 133, કુલ્લૂમાં 71, ચંબામાં 56, મંડીમાં 51, કિન્નૌરમાં 6 અને કાંગડામાં એક રસ્તો બંધ છે.

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने