GUJRAT POLICE : સરકારી નોકરી ઈચ્છુક ઉમેદવારો માટે એક મહત્વના મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના ગૃહ વિભાગ હેઠળ પોલીસ તંત્રમાં 29 હજારથી વધુ જગ્યાઓ ખાલી છે, તેમાંથી 12 હજાર જગ્યાઓ ભરવાની પ્રક્રિયા સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે.
GUJRAT POLICE ખાતામાં નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે એક મોટા અમાચાર સામે આવ્યા છે, જલ્દીથી જ ગુજરાત પોલીસમાં મોટી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. આ જાણકારી હાઈકોર્ટમાં રાજ્યમાં કોમી તોફાનો દરમિયાન જાહેર મિલ્કત અને જાનમાલને થતા નુકસાનને અટકાવવા પોલીસની ભૂમિકા સહિતના મુદ્દે થયેલી સુઓમોટો પીઆઈએલમાં રાજ્ય સરકાર તરફથી સોગંદનામું રજૂ કરી જણાવવામાં આવી છે.
GUJRAT POLICE : આ સાથે જ હાઈકોર્ટે સરકારને પૂછ્યું હતું કે, તોફાનો વખતે પબ્લિક પ્રોપર્ટીને નુકસાન થાય છે તો તે માટે અન્ય રાજ્યોમાં કાયદો છે તેવો કોઈ કાયદો ગુજરાતમાં છે ખરો. આ માટે હાઈકોર્ટે દ્વારા આવા કાયદાઓ ધ્યાને મૂકવા કોર્ટ સહાયકને નિર્દેશ કરાયો હતો.
GUJRAT POLICE : આટલી જગ્યાઓ છે ખાલી
હાઈકોર્ટે વધુમાં જણાવ્યું કે રાજ્યમાં ટેકનિકલ અને સ્ટેટ આઇબીમાં એક હજાર જેટલી જગ્યાઓ ખાલી છે. સ્ટેટ રિર્ઝવ પોલીસ ફોર્સમાં 4500 જગ્યાઓ ખાલી છે. પોલીસ તંત્રમાં 12,516 જગ્યાઓ ખાલી છે તો કોર્ટના હુકમ મુજબ કેટલી ભરતી થઇ છે..? અને ભરતીનું સ્ટેજ કયા તબક્કે છે…? તે સહિતની વિગતો સરકારે તેના સોગંદનામામાં સ્પષ્ટ કરી નથી. તેથી આ મુદ્દે જરૂરી પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવા પણ હાઇકોર્ટે સરકારને હુકમ કર્યો હતો. હાઈકોર્ટે કેસની વધુ સુનાવણી ત્રણ સપ્તાહ બાદ રાખી છે.
दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे
यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे
पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने