ઝારખંડના સીએમ હેમંત સોરેને ઇડીના અધિકારીઓ સામે એટ્રોસિટી અંતર્ગત નોંધાવી ફરિયાદ

0
88
Hemant Soren
Hemant Soren

Hemant Soren : દેશના એકમાત્ર આદિવાસી મુખ્યમંત્રી એવા ઝારખંડના સીએમ હેમંત સોરેને પ્રવર્તન નિર્દેશાલય(ED)ના અધિકારીઓ સામે એસસી-એસટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. આવું કદાચ પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે કોઈ રાજ્યના મુખ્યમંત્રીએ કેન્દ્રિય તપાસ એજન્સી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હોય. શું છે આખો મામલો વાંચો આ અહેવાલમાં.

Hemant Soren

આદિવાસી સમાજમાંથી આવું છુ એટલે મને હેરાન કરાય છે : Hemant Soren

Hemant Soren : પ્રવર્તન નિર્દેશાલય(ED)ના અધિકારીઓ સામે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને એસસી-એસટી એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાવી છે. સીએમ દ્વારા ફરિયાદની કોપી રાંચીના એસસી-એસટી પોલીસ સ્ટેશનમાં મોકલી દેવામાં આવી છે. હેમંત સોરેને આરોપ લગાવ્યો છે કે તેઓ આદિવાસી સમાજમાંથી આવે છે એટલે ઈડીના અધિકારીઓ દ્વારા તેમને દિલ્હીમાં હેરાન કરવામાં આવી રહ્યા છે. રાંચી પોલીસના નિવેદન મુજબ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન તરફથી ઈડી અધિકારીઓ સામે એફઆઈઆર દાખલ કરવાની ફરિયાદ મળી છે. ધુર્વા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ મળી છે.

Hemant Soren


Hemant Soren : ઉલ્લેખનીય છે કે, ઈડીના અધિકારીઓએ ભારે સુરક્ષા વચ્ચે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના કથિત જમીન કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગના કેસમાં તેમના રહેણાંક પર તપાસ શરૂ કરી હતી. સોરેને અહીંના સત્તાધારી પક્ષ ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકારી અધ્યક્ષ પણ છે. આ પહેલા 20 જાન્યુઆરીના રોજ પણ આ મામલામાં તેની પૂછપરછ કરવામાં આવી હતી.

Hemant Soren


Hemant Soren : ઈડીના અધિકારીઓએ કહ્યું કે ઝારખંડમાં માફિયાઓ દ્વારા જમીનની માલિકીને ગેરકાયદે રીતે ફેરવવાના એક મોટા કૌભાંડની તપાસ હેઠળ હેમંત સોરેન સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી સાથે ઈડીની પૂછપરછ શરૂ થયા પહેલા જ ઝારખંડ મુક્તિ મોરચા અને તેમના ગઠબંધનના ધારાસભ્યો તેમના આવાસ પર પહોંચી ગયા હતા. ઝારખંડના આરોગ્યમંત્રી બન્ના ગુપ્તાએ કહ્યું હતું કે, હેમંત સોરેન તપાસમા સહકાર આપી રહ્યા છે. સાથે જ તેમણે કહ્યું કે બંધારણીય સંસ્થાઓની એ ફરજ છે કે તેઓ આ પ્રકારની તપાસ ‘યોગ્ય રીતે’ કરે.

આ બજેટને વચગાળાનું બજેટ કેમ કહેવામાં આવે છે, બહુ મોટો ફર્ક છે, જાણો તફાવત


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.