કચ્છમાં ફરી મોટો ભૂકંપનો આંચકો, 4.7 ની તીવ્રતા નોંધાઈ  

0
368
Kutch earthquake
Kutch earthquake

Kutch earthquake : કચ્છની ધરા આજે વધુ એકવાર ધ્રુજી છે. આજે 4 વાગીને 44 મિનિટે 4.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જેનું એપિ સેન્ટર ગાંધીધામથી 43 કિલોમીટર દુર ભારત-પાકિસ્તાન બોર્ડર તરફ નોંધાયું છે. ભુકંપના 4.7ની તીવ્રતાના આંચકાની અસર સમગ્ર જિલ્લામાં જોવા મળી છે. ભચાઉ, નેર કડોલ, બંધડી વગેરે ગામોમાં ભારે આંચકો અનુભવાતા લોકો ગભરાઇને ઘરની બહાર દોડી આવ્યા છે.

Kutch earthquake

Kutch earthquake : કચ્છમાં ભૂકંપની વરસીના 23 વર્ષ બાદ પણ આફ્ટર શોક યથાવત છે. આજે આવેલા આ આંચકાની અસર સમગ્ર જિલ્લામાં જોવા મળી છે. ભચાઉ, નેર કડોલ, બંધડીમાં વધુ અસર જોવા મળી હતી. તો ખાવડા વિસ્તારમાં ઘરની છતના નળિયા હલ્યા હતા અને ઘરમાં મૂકેલા વાસણો પડી ગયા હતા. તો નવી મોટી ચાર‌ઇમા પણ ઘણીવાર ધરા ધ્રુજી હતી. ભુજ માધાપરમાં પણ લોકો ઘર બહાર દોડી આવ્યા હતા. જ્યારે ભચાઉના ભઠ્ઠા વિસ્તારમાં મહિલાઓ બાળકો સાથે ઘર બહાર દોડી આવી હતી.

Kutch earthquake

જોકે ઘટનામાં હજુ સુધી કોઈ જાનમાલના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ લોકો ભૂકંપના આંચકાથી  ગભરાઈને ઘરની બહાર આવી ગયા હતા, તમને જણાવી દઈએ કે  ૨ દિવસ અગાઉ જ કચ્છ ભૂકંપને 2૩ વર્ષ પુરા થયા હતા. જે ભૂકંપમાં 20 હજારથી વધુ લોકોના મોત થયા હતા.    

Kutch earthquake : કચ્છમાં કેમ આવે છે વારંવાર ભૂકંપના આંચકા  

Kutch earthquake

Kutch earthquake : કચ્છમાં  6 ફોલ્ટલાઈન એક્ટિવ છે જેથી તેમાં આવતા ફેરફારથી ભૂકંપના આંચકા નોંધાય છે. કચ્છની જેમ હિમાલયની તળેટીમાં પણ MCT નામની ફોલ્ટલાઈન એક્ટિવ છે જેમાં સમયાંતરે ભૂકંપના ઓછી તીવ્રતાના આંચકા નોંધાય છે જેની પરોક્ષ અસર ત્યાં થતા ભૂસખલન માં જોવા મળે છે. MCT ફોલ્ટલાઈનમાં દબાણયુક્ત પ્રેસર ઉભું થઈ રહ્યું છે જેથી તે વિસ્તારમાં ભવિષ્યમાં 8થી વધુ તીવ્રતાના મોટા ભૂકંપ આવી શકે છે. આમ ક્ચ્છથી હિમાલય સુધી જ્યાં વધુ કે ઓછા પ્રમાણમાં ભુકંપના આંચકા નોંધાય છે ત્યાં લોકોને ભયભીત નહિ પણ સતર્ક રહેવાની જરૂર છે. 

તમે આ પણ વાંચી શકો છો

પ્રાણ જાય પરંતુ સત્તા ના જાય, ભાજપ પર આકરા પ્રહારો કરનારા પક્ષપલટૂ નેતાઓ શરમ વગર ભાજપમાં જોડાયા