પ્રાણ જાય પરંતુ સત્તા ના જાય, ભાજપ પર આકરા પ્રહારો કરનારા પક્ષપલટૂ નેતાઓ શરમ વગર ભાજપમાં જોડાયા  

0
406
પક્ષપલટૂ
પક્ષપલટૂ

પક્ષપલટૂ : કહેવાય છે ને કે રાજનીતિમાં કોઈ દોસ્ત કે દુશમન હોતું નથી, સમય અને લાભ જોઇને રાજનેતાઓ  નિવેદનો આપતા હોય છે,  વિકાસ અને પ્રજા સેવાની વાતો કરીને પક્ષપલટૂ નેતાઓ પાર્ટી બદલાતા જ પોતાના આપેલા જુના નિવેદનો  ભૂલી જતા હોય છે, પ્રાણ જાય પણ ખુરશી ના જાય એવા નેતાઓની આ દેશમાં ભરમાર છે. આજે અમે તમને એવા નેતાઓની વાત કરવા જઈ રહ્યા છીએ જે બીજી પાર્ટીમાં હોય ત્યારે ભાજપ પર આકરા પ્રહારો કરતા જોવા મળે છે, પરંતુ જયારે લાભ અને ખુરશીની વાત આવે ત્યારે તે બધા જ ખટરાગ ભૂલીને ભાજપમાં જોડાઈ જાય છે.

Capture 36

લોકસભાની ચૂંટણી પહેલા રાજનૈતિક પાર્ટીઓની અંદર હાલ પક્ષ પલટાની મોસમ શરુ થઇ ગઈ છે, જેમાં ગુજરાતની વાત કરીએ તો વિજાપુરના ધારાસભ્ય સી.જે.ચાવડા, સાબર ડેરીના ડાયરેક્ટર અને કોંગ્રેસ નેતા વિપુલ પટેલ સહિત કોંગ્રેસના મોટા નેતા-કાર્યકર્તાઓ બીજેપીમાં જોડાયા, હજુ ગુજરાત કોંગ્રેસના મોટા નેતા અર્જુન મોઢવાડિયા પણ ભાજપ જોઈન કરી શકે તેમ છે, રાજયબહારની વાત કરીએ તો કર્ણાટકના પૂર્વમુખ્યમંત્રી જગદીશ શેટ્ટર કોંગ્રેસ છોડી ફરી ભાજપમાં જોડાયા હતા, ત્યારે હવે પક્ષપલટૂ રામ કહેવાતા નીતીશ કુમાર પણ RJD સાથે ગઠબંધનનો છેડો ફાડી ભાજપ સાથે સરકાર રચી રહ્યા છે.

આજે અમે તમને કેટલાક પક્ષપલટૂ નેતાઓના જુના નિવેદનો યાદ કરાવીએ જેમાં તેમણે ભાજપ પર ખુબ જ આકરા શબ્દોમાં પ્રહારો કર્યા હતા પરંતુ જયારે સત્તા ની વાત આવી ત્યારે ભાજપ તેમણે મીઠી બોરડી લાગી, અને સત્તાના બોર ચાખવા ભાજપની ગોદમાં જઈને બેસી ગયા…

પક્ષપલટૂ કુંવરજી બાવળિયાને નથી ચિંતા પોતાની આંગળીની

પક્ષપલટૂ

વાત કરીએ ગુજરાત સરકારના મંત્રી કુંવરજી બાવળિયાની તો વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ચૂંટણી પ્રચાર  દરમ્યાન સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી હતી જેમાં તમને લખ્યું હતું કે ‘ભાજપને મત આપવાને બદલે મારી આંગળી કાપી નાંખીશ’  પરંતુ સત્તા માટે પોતાની આંગળીની ચિંતા કર્યા વગર 1 વર્ષ બાદ ૨૦૧૮માં ભાજપમાં જોડાઈ ગયા હતા.

પક્ષપલટૂ હાર્દિકે ભૂલ્યો છઠ્ઠીનું ધાવણ

પક્ષપલટૂ

વાત કરીએ બીજા એક હાલના ભાજપના નેતા હાર્દિક પટેલની તો હાર્દિક પટેલે કોંગ્રેસમાં હતા ત્યારે નિવેદન આપેલું કે ભાજપમાં જઉં તો છઠ્ઠીનું ધાવણ લાજે કેમ કે જે લોકોએ મને નવ-નવ મહિના જેલમાં રાખ્યો, મારા સમાજના યુવાનો પર અત્યાચાર કર્યો, 14 યુવાનોની છાતીઓ પર ગોળીઓ મારી, એ ભાજપ સાથે જોડાઉં તો મને નથી લાગતું કે સમાજ સાથે ગદ્દારી કરી હોય, આવા આકરા શબ્દો વાપનારા હાર્દિક પટેલને  જાણે કેમ ભાજપ મીઠી વરૂડી લાગી એ સમજાયું નહિ અને ભાજપમાં જોડાઈ ગયા અને વિરમગામથી ભાજપમાંથી ચૂંટણી લડી ધારાસભ્ય પણ બની ગયા…

પક્ષપલટૂ અલ્પેશને હવે નથી ચિંતા સમાજની

પક્ષપલટૂ

વાત કરીએ અન્ય એક ભાજપના નેતા અલ્પેશ ઠાકોરની તો એક સમયે નરેન્દ્ર મોદી માટે સખત શબ્દો વાપરતા અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ગોરા દેખાવા માટે લાખો રૂપિયાનાં મશરૂમ ખાય છે. મરી જઈશ પણ ભાજપમાં નહિ જાઉં કહેનારા અલ્પેશ ઠાકોર સમાજ  અને પોતાના જ શબ્દો સાથે ગદ્દારી કરી ભાજપમાં જોડાઈ ગયા હતા.

પક્ષપલટૂ નીતીશ કુમાર તો છે જ પક્ષપલટૂ

પક્ષપલટૂ

આમ તો આ લીસ્ટ હજુ ઘણુય લાંબુ થઇ શકે એમ છે, પરંતુ કેટલીક મર્યાદાઓને આધીન અમે બધું લખી શકતા નથી, પરંતુ જતા જતા સૌથી મોટા પક્ષપલટૂ રામ નીતીશ કુમાર વિશે તો થોડું તો કહેવું જ પડે,  એક સમયે નરેન્દ્ર મોદીના ધૂરવિરોધી ગણાતા બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર હવે RJD સાથે છેડો ફાડી ફરથી ભાજપ સાથે બિહારમાં ગઠબંધન સરકાર રચી રહ્યા છે,  વિપક્ષમાં બેસીને નરેન્દ્ર મોદીને ફાલતું કહેનારા નીતીશ કુમારને  હવે નરેન્દ્ર મોદીની પાર્ટી મહત્વની લાગી રહી છે.

 

તમે આ પણ વાંચી શકો છો

NITISH KUMAR :નીતીશની વધુ એક ગુલાંટ, કોંગ્રેસે કહ્યું ગિરગિટ