અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઇ ગઈ, ભગવાનની મૂર્તિ એટલી અલોકિક છે કે જોઇને જ ભગવાનના સાક્ષાત દર્શન થઇ જાય, ત્યારે ભગવાન રામલલાનો એક વિડીઓ વાયરલ થઇ રહ્યો છે. જેમાં ભગવાન તેમની આંખો પટપટાવી રહ્યા છે, ભગવાન રામલલાની મૂર્તિ સ્મિત કરી રહી છે, આ વિડીઓને લોકો ખુબ વાયરલ કરી રહ્યા છે, ત્યારે શું છે વિડીઓની હકીકત વાંચો આમારા આ અહેવાલમાં
અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહથી મનાવવામાં આવ્યો. દેશભરમાં લોકોએ સોમવારની સાંજ દિવાળી જેમ મનાવી. રામલલા બિરાજમાન થયાના અવસર પર પોત- પોતાના ઘરોમાં દીવો અને ફટકડાં ફોડ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં રામલલાની નવી મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. તેમણે આ અવસરને નવા યુગના આગમનનો પ્રતીક કરાર આપ્યો હતો અને લોકોને મંદિર નિર્માણથી આવનારા 1000 વર્ષોનો મજબૂત, ભવ્ય અને દિવ્ય ભારતનો પાયો નાખવાની અપીલ કરી. ગઈ કાલ આખો દિવસ સોશિયલ મીડિયા પર પણ રામ મંદિર છવાયેલું રહ્યું અને લોકોએ ભગવાન શ્રીરામ બિરાજ્યા તે સમયની તસવીરો અને વીડિયો શેર કર્યા.
વાયરલ વીડિયોમાં રામલલાની મૂર્તિ આંખો પટપટાવી રહ્યા છે
પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગયા પછી શું તમે જોયું છે કે રામલલા તેમની આંખો પટપટાવી રહ્યા હતા ? હકીકતમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમા રામલલા તેમની આંખો પટપટાવી રહ્યા છે અને ચહેરા પર મુશ્કુરાહટ કરતા જોવા મળી રહ્યા છે. વાયરલ વીડિયોને જોઈ એવુ લાગે છે કે, રામલલાની મૂર્તિ જીવતી થઈ ગઈ હોય અને પ્રભુ હસતાં જોવા મળી રહ્યા છે. રામલલા તેમા પોતાની ગરદન હલાવતા નજર પડી રહ્યા છે તેમજ તેની સાથે સાથે તેમના હોઠ અને ગાલ પણ હલી રહ્યા છે. એવુ લાગી રહ્યું છે કે, રામલલા તેમના ભક્તો પર કૃપા વરસાવી રહ્યો છે.
વાયરલ વીડિયો ક્લિપ જોઈને લોકો આશ્ચર્યમાં પડી ગયા
આ વીડીયો ક્લિપ જોઈ લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. જો કે, હવે સવાલ એ થઈ રહ્યો છે કે, આ રામલલાની મૂર્તિની વીડિયો ક્લિપ સાચી છે કે ખોટી છે? પરંતુ ફેક્ટ ચેકમાં એ હકીકત સામે આવી કે, આ વીડિયો ક્લિપ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી બનાવવામાં આવી છે. એટલે જે લોકોને આ હકીકતનો ખ્યાલ નથી તેઓ આ વાતને કોઈ ચમત્કાર ન સમજે.
તમે આ પણ વાંચી શકો છો