PM Suryoday Yojana: અયોધ્યાથી પરત ફર્યા બાદ PM મોદીએ મોટી જાહેરાત કરી છે, વડાપ્રધાન મોદીએ દેશભરમાં પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની શરૂઆત કરવાની જાહેરાત કરી છે, આ yojna અંતર્ગત દેશના એક કરોડ લોકોને લાભ મળશે.
PM Suryoday Yojana : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લીધો હતો. અયોધ્યાથી પરત ફરતાની સાથે જ તેમણે નવી દિલ્હીમાં એક બેઠક યોજી હતી જે બાદ તેમણે ગરીબ અને મધ્યમ વર્ગ માટે મોટી જાહેરાત કરી હતી. મોદી સરકારે દેશના એક કરોડ ઘરોની છત પર રૂફટોપ સોલાર લગાવવાનું લક્ષ્ય રાખ્યું છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર ટ્વીટ કરીને પ્રધાનમંત્રી સૌર યોજનાની જાહેરાત કરી છે.
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને ‘પ્રધાનમંત્રી સૌર યોજના’ (PM Suryoday Yojana) ની જાહેરાત કરી હતી. આ યોજનાથી ગરીબ અને મધ્યમ વર્ગના વીજળી બિલમાં ઘટાડો થશે. તે ભારતને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવામાં પણ મદદ કરશે.
તેમણે કહ્યું કે, “દુનિયાના તમામ ભક્તોને સૂર્યવંશી ભગવાન શ્રી રામના પ્રકાશથી હંમેશા ઊર્જા મળે છે. આજે અયોધ્યામાં પ્રાણ-પ્રતિષ્ઠાના શુભ અવસર પર મારો સંકલ્પ વધુ દૃઢ થયો છે કે ભારતની જનતાને તેમના પોતાના તેમના ઘરની છત પર સોલાર રૂફ ટોપ સિસ્ટમ લગાવવા યોજનાની જાહેરાત કરું છુ.
PM Suryoday Yojana : 1 કરોડ ઘરોમાં રૂફટોપ સોલાર લગાવવાનું લક્ષ્ય
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, “અયોધ્યાથી પરત ફર્યા બાદ, મેં પહેલો નિર્ણય લીધો છે કે અમારી સરકાર 1 કરોડ ઘરો પર રૂફટોપ સોલર લગાવવાના લક્ષ્ય સાથે “પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના (PM Suryoday Yojana) શરૂ કરશે. તેનાથી ગરીબોના વીજળીના બિલમાં ઘટાડો થશે અને આ ઉપરાંત, ભારત ઉર્જા ક્ષેત્રે પણ આત્મનિર્ભર બનશે.
તમે આ પણ વાંચી શકો છો
જાણો ભગવાન શ્રી રામનો સોળે સણગાર કેટલો ભવ્ય છે ?