C J CHAVADA : ઈમાનદાર નેતાની છબી ધરાવતા સી.જે.ચાવડાએ કોંગ્રેસ છોડી, જોડાશે ભાજપમાં

0
482
C.J.CHAVADA
C.J.CHAVADA

C J CHAVADA: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે. વિજાપુરના ધારાસભ્ય ડો. સી જે ચાવડાએ રાજીનામું આપ્યું છે. રાજીનામું આપ્યા બાદ આગામી દિવસોમાં ચાવડા ભાજપમાં જોડાશે. સુત્રોનું માનીએ તો સમગ્ર ઓપરેશન કોંગ્રેસના પૂર્વ નેતા અને હાલ ભાજપના નેતા જયરાજસિંહ પરમારે પાર પાડ્યું છે.

C J CHAVADA : લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. વિજાપુરના MLA સી.જે.ચાવડાએ રાજીનામું આપી દીધુ છે. આજે સવારે 10:10 વાગ્યે સી.જે.ચાવડાએ વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામું આપ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાક સમયથી સી.જે.ચાવડા કોંગ્રેસ છોડશે તેવી અટકળો ચાલતી હતી. સી.જે.ચાવડાએ રાજીનામું આપતા હવે તમામ અટકળોનો અંત આવ્યો છે. સી.જે.ચાવડાએ રાજીનામું આપતાની સાથે જ વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ ઘટીને 15 થઇ ગયું છે.

C.J.CHAVADA

C J CHAVADA :ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના મોટા લીડર ગણાતા સી.જે.ચાવડા. વિજાપુર કોંગ્રેસના ધારાસભ્ય હતા. રાજકારણમાં પ્રવેશ્યા પહેલા સી જે ચાવડા ગુજરાત સરકારમાં મોટા અધિકારી હતા. તેઓ સરળ, સૌમ્ય અને ઈમાનદાર છબી ધરાવનાર અધિકારી હતા. તેમજ સાથી કર્મીઓ અને અધિકારીઓ માટે આદર્શ સ્વરૂપ હતા. તેમણે વેટરનરી સર્જનની ડીગ્રી મેળવેલ છે અને તેઓના પર એક પણ કેસ થયેલ નથી અને તેઓ  રાજપૂત સમાજમાં પણ સારી એવી નામના ધરાવે છે અને સમાજિક મોભાદાર માણસ તરીકે તેઓની ગણના થાય છે.

કોણ છે C J CHAVADA ?

C.J.CHAVADA


ગાંધીનગર જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યને એક શ્રેષ્ઠ અને આદર્શ રાજકારણી તરીકે વક્તા ઊંડા અભ્યાસુ, સરળ અને સૌમ્ય વ્યક્તિત્વ ધરાવતા ડૉ. સી.જે. ચાવડા મૂળમાં એક કર્મઠ, નિષ્ઠાવાન અને સુઝબુઝ ધરાવતા પ્રામાણિક અધિકારી તરીકેની આગવી ઓળખ ધરાવે છે. તેમનો જન્મ 1 જાન્યુઆરી, 1967માં ગાંધીનગર ખાતે થયો હતો.

 
તેમના પિતાનુ નામ જાવાનજી ચાવડા છે. સી જે ચાવડાનુ આખુ નામ ચતુરસિંહ જે. ચાવડા છે. સી જે ચાવડાએ વર્ષ 1974માં બરોડાથી ધોરણ 10 પાસ કર્યું હતું. આ બાદ તેમણે આગળ અભ્યાસ કર્યો અને વર્ષ 1980માં ગુજરાત કૃષિ યુનિવર્સિટી, આણંદ ખાતેથી વેટર્નીટી સર્જનની ડિગ્રી મેળવી હતી. સી જે તાવડા એલએલબીનો પણ અભ્યાસ કરી ચૂક્યાં છે. જણાવી દઈએ કે તેમણે વર્ષ 1989માં અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાંથી એલએલબીનો અભ્યાસ પણ કર્યો છે. હાલ તે ગુજરાતના રાજકારણમાં સક્રિય છે.

અમિત શાહ સામે લોકસભા લડ્યા હતાં C J CHAVADA

C.J.CHAVADA


ડિસેમ્બર 2017માં વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગાંધીનગર ઉત્તરની બેઠક ડો.સી.જે.ચાવડા સાડા ચાર હજાર મતે જીત્યા હતા. જે બાદ કોંગ્રેસે 16 મહિના પછી લોકસભાની ચૂંટણી જંગમાં ગાંધીનગર બેઠક ઉપર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સામે સ્થાનિક ધારાસભ્ય ડો.સી.જે.ચાવડાને જ ઉતાર્યા હતા. જો કે આ પરિણામોમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો.

તમે આ પણ વાંચી શકો છો

Boat Accident: તંત્રની ઘોર બેદરકારી, ગુજરાતમાં મોરબી બાદ વધુ એક મોટી માનવસર્જિત દુર્ઘટના, જેણે લીધો માસુમ બાળકોનો ભોગ