Shivam Dube-Yashasvi jaiswal : BCCI આપશે આ બે ખેલાડીઓને મોટી ભેટ

0
266
Shivam Dube & Yashasvi jaiswal
Shivam Dube & Yashasvi jaiswal

Shivam Dube-Yashasvi jaiswal : ભારતીય ક્રિકેટ ટીમના યુવા ખેલાડી યશસ્વી જયસ્વાલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધૂમ મચાવી છે. તે રોહિત શર્મા સાથે મળીને T20I અને ટેસ્ટ ક્રિકેટમાં ઇનિંગની શરૂઆત કરે છે. બીજી તરફ શિવમ દુબે પણ T20I ક્રિકેટમાં પોતાની છાપ છોડી રહ્યો છે. તેને હાર્દિક પંડ્યાના વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યો છે.   સુત્રોનું માનીએ તો BCCI તેના વાર્ષિક કોન્ટ્રાક્ટમાં આ બંને ખેલાડીઓને સામેલ કરી શકે છે.

Shivam Dube-Yashasvi jaiswal

Shivam Dube-Yashasvi jaiswal : રોહિત શર્મા એન્ડ કંપનીએ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી 3 મેચની T20 શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. T20 શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ 17 જાન્યુઆરી, બુધવારે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. વર્તમાન T20 શ્રેણીમાં ઓલરાઉન્ડર શિવમ દુબે અને ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ક્રિકેટ પંડિતોને ખૂબ પ્રભાવિત કર્યા છે. હવે BCCI આ બંને ખેલાડીઓને તેમના પ્રદર્શન માટે પુરસ્કાર આપશે.

Shivam Dube-Yashasvi jaiswal

Shivam Dube-Yashasvi jaiswal : બીસીસીઆઈ તરફથી ઈનામ મળશે

BCCI તેના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં Shivam Dube-Yashasvi jaiswal નો સમાવેશ કરી શકે છે, જેમણે ભારત અને અફઘાનિસ્તાન T-20 શ્રેણી દરમિયાન પ્રદર્શન કર્યું હતું. સુત્રોનું માનીએ તો બંને ખેલાડીઓને સારા પ્રદર્શનના કારણે આ પુરસ્કાર મળી રહ્યો છે.  

BCCIનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ચાર ગ્રેડમાં વહેંચાયેલો છે. આ ચાર ગ્રેડ A+, A, B અને C છે, જેમાં A+ ખેલાડીઓને આખા વર્ષ માટે 7 કરોડ રૂપિયા મળે છે. જ્યારે A ગ્રેડના ખેલાડીઓને વાર્ષિક 5 કરોડ રૂપિયા, B ગ્રેડના ખેલાડીઓને 3 કરોડ અને C ગ્રેડના ખેલાડીઓને વાર્ષિક 1 કરોડ રૂપિયા મળે છે. આવી સ્થિતિમાં યશસ્વી જયસ્વાલને B ગ્રેડમાં પ્રવેશ મળી શકે છે. જ્યારે શિવમ દુબે C ગ્રેડમાં જગ્યા બનાવી શકે છે અથવા બંને C ગ્રેડમાં સામેલ થઇ શકે છે.

Shivam Dube-Yashasvi jaiswal
                             BCCIના વર્તમાન કોન્ટ્રાક્ટની યાદી
    ગ્રેડA+   રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા
    ગ્રેડ A   હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, રિષભ પંત, અક્ષર પટેલ
    ગ્રેડ B   ચેતેશ્વર પૂજારા, કે.એલ રાહુલ, શ્રેયસ અય્યર, મોહમ્મદ સિરાજ, સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ
    ગ્રેડ Cઉમેશ યાદવ, શિખર ધવન, શાર્દુલ ઠાકુર, ઈશાન કિશન, દીપક હુડ્ડા, ચહલ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, કે.એસ ભરત

તમે આ પણ વાંચી શકો છો

Betavolt : મોબાઈલ ચાર્જીંગ માંથી હંમેશ માટે છુટકારો ! ચીને બનાવી એવી બેટરી કે 50 વર્ષ સુધી ચાર્જ જ નહિ કરવી પડે