Home Main Karuna Abhiyan : આકાશ તો એનું પણ છે ! પક્ષીઓને ઘાયલ જોવો...

Karuna Abhiyan : આકાશ તો એનું પણ છે ! પક્ષીઓને ઘાયલ જોવો તો કરો આ નંબર પર તુરંતુ કોલ !

0
1064
Karuna Abhiyan
Karuna Abhiyan

Karuna Abhiyan : આજે  ઉત્તરાયણ પર્વની અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો 14 અને 15 એમ બે દિવસ ઉત્તરાયણની મોજ માણે છે. ત્યારે ઉત્તરાયણમાં પતંગની દોરીને કારણે અનેક પક્ષીઓ ઘાયલ થઈ પોતાનો જીવ ગુમાવતાં હોય છે, આથી તેમની સારવાર અર્થે દર વર્ષે કરુણા અભિયાન યોજાય છે. આ વર્ષે પણ 10થી 20 જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આપ રાજ્યભરમાં કોઈ પણ જગ્યાએ ઘાયલ પક્ષીઓ જોવો તો આ નંબર પર કોલ કરીને તમે અબોલ પક્ષીનો જીવ બચાવી શકો છો.

1

Karuna Abhiyan  : હેલ્પલાઇન નંબર પણ કરો જાણ

આજે રાજ્યભરમાં ઉત્તરાયણની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ આ ઉજવણીમાં એક વાતનું ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે. અબોલ પક્ષીના જીવનું પણ આપણે રક્ષણ કરવાનું છે. જે માટે રાજ્ય સરકાર દ્વારા કરુણા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ કરુણા અભિયાન સમગ્ર રાજ્યમાં કાર્યરત છે. રાજ્યભરમાં ચાલતા કરુણા અભિયાન અંતર્ગત આ વર્ષે 488 સારવાર કેન્દ્ર અને 459 કલેક્શન સેન્ટર તૈયાર કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત વન વિભાગ અને પશુપાલન વિભાગ દ્વારા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં વન વિભાગ દ્વારા 1926 અને પશુપાલન વિભાગ દ્વારા 1962 હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નાગરિકોને જો કોઈ ઘાયલ પક્ષી કે પશુ દેખાય તો 8320002000 નંબર પર કોલ કરીને એ બાબતે જાણકારી આપી શકે છે.

2

Karuna Abhiyan  : 2017થી કરુણા અભિયાનની શરૂઆત


વર્ષ 2017થી કરુણા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી, જે દર વર્ષે 10થી 20 જાન્યુઆરી સુધી ચાલે છે. એમાં 10 દિવસ દરમિયાન અનેક ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર કરવામાં આવે છે. વર્ષ 2017થી શરૂ થયેલા કરુણા અભિયાનમાં અત્યારસુધીમાં 85,000થી વધુ પક્ષીઓને સારવાર આપવામાં આવી છે, જેમાંથી 75,000 કરતાં વધુ પક્ષીઓન જીવ બચાવી લેવામાં આવ્યો છે.

Karuna Abhiyan : 20થી વધુ કેમ્પ શરૂ કરવામાં આવ્યા

3


ઉત્તરાયણનું પર્વ સૌકોઈ માટે છે, પરંતુ ખરેખર જેનું આકાશ છે એ દોરીને કારણે ઘાયલ થતાં હોય છે. પક્ષીઓ ઉત્તરાયણના તહેવાર દરમિયાન સૌથી વધુ હેરાન થતાં હોય છે, આથી ઘાયલ પક્ષીઓને ઝડપથી સારવાર મળી રહે એ હેતુથી કરુણા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. સરકાર દ્વારા વાઇલ્ડલાઇફ કેર સેન્ટર ખાતે કરુણા અભિયાનની શરૂઆત થઈ છે. આ ઉપરાંત શહેરના અનેક જીવદયાપ્રેમીઓ દ્વારા પણ આ પ્રકારે સેવાનું કાર્ય થાય છે. શહેરને જીવદયાપ્રેમીઓ દ્વારા પણ અનેક કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. ફક્ત અમદાવાદ શહેરમાં જ 20થી વધુ કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે, જ્યાં ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવશે.

તમે આ પણ વાંચી શકો છો

Makar Sankranti: મકરસંક્રાંતિના શુભ અવસર પર, તમારા પ્રિયજનોને આ પસંદ કરેલા સંદેશાઓ સાથે પાઠવો અભિનંદન

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે