Dawood Ibrahim : કોણ છે અજય શ્રીવાસ્તવ, જેણે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની પ્રોપર્ટી ખરીદી  ? 

0
268
Dawood Ibrahim
Dawood Ibrahim

Dawood Ibrahim : મુંબઈ સીરીયલ બોમ્બ બ્લાસ્ટના આરોપી અને અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમની સંપતિની આખરે નીલામી કરવામાં આવી હતી, જેને પ્રોપર્ટી વકીલ અજય શ્રીવાસ્તવે ખરીદી છે, અજય શ્રીવાસ્તાવે દાઉદ ઈબ્રાહીમના બે ખેતરો ખરીદ્યા હતા, જે દાઉદ ઈબ્રાહીમની માતાના નામે રજીસ્ટર હતી, તો આજે આપણે અજય શ્રી વાસ્તવ કોણ છે ? અને તેને દાઉદની આ જાયદાદ કેટલામાં ખરીધી એના વિશે જાણીશું…..

Dawood Ibrahim

Dawood Ibrahim  : ડોન દાઉદ ઈબ્રાહિમ પ્રોપર્ટી લોયર અજય શ્રીવાસ્તવે ડોન દાઉદ ઈબ્રાહિમની પ્રોપર્ટી ખરીદી છે. તેણે બે ખેતરો ખરીદ્યા છે જે દાઉદની માતાના નામે હતા. જો કે આ પહેલા પણ અજય શ્રીવાસ્તવે ડોન દાઉદ ઈબ્રાહિમની પ્રોપર્ટી ખરીદી હતી. વકીલ અજય શ્રીવાસ્તવને પણ ડોન દાઉદ ઈબ્રાહિમનું પૈતૃક ઘર જલ્દી મળવાની આશા છે.

Dawood Ibrahim : આ સાથે ભારત સરકારે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની અન્ય સંપત્તિની હરાજી કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે. સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનિપ્યુલેટર્સ (એસેટ્સ જપ્તી) એક્ટ હેઠળ સક્ષમ અધિકારી દ્વારા હરાજી હાથ ધરવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં દાઉદના  4 ખેતરોની હરાજી કરવામાં આવી છે. આ હરાજીમાં વકીલ અને શિવસેનાના સભ્ય અજય શ્રીવાસ્તવ સિવાય 6 અન્ય લોકોએ ભાગ લીધો હતો.

Dawood Ibrahim

Dawood Ibrahim  : અજય શ્રીવાસ્તવે પ્રોપર્ટી ખરીદી  

 ડાઉદના 4 ખેતરોમાંથી 2 ખેતરો અજય શ્રીવાસ્તવ નામના વકીલે ખરીદ્યા છે. અજયે દાઉદની પ્રોપર્ટી અગાઉ પણ ખરીદી હોવાનું જાણવા મળે છે. અજય શ્રીવાસ્તવ વ્યવસાયે વકીલ છે. અજય શ્રીવાસ્તવને પણ ટૂંક સમયમાં ડોન દાઉદ ઈબ્રાહિમનું પૈતૃક ઘર મળવાની આશા છે.

Dawood Ibrahim : બે ખેતરોની હરાજીમાં કોઈએ ભાગ લીધો ન હતો

મુજબ ડોન દાઉદ ઈબ્રાહિમની મિલકત મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના ખેડા તાલુકા ગામમાં હતી. અહીં ચાર ફાર્મની હરાજી કરવામાં આવી હતી, જેમાંથી બે ફાર્મની હરાજીમાં કોઈએ ભાગ લીધો ન હતો અને બે ફાર્મ વકીલ અજય શ્રીવાસ્તવે ખરીદ્યા હતા.

Dawood Ibrahim

Dawood Ibrahim : દાઉદના ખેતરો કેટલામાં વેચાયા?

વકીલ અજય શ્રીવાસ્તવે દાઉદનું 170.98 ચોરસ મીટરનું ફાર્મ 2.1 કરોડ રૂપિયામાં ખરીદ્યું છે, જેની અનામત કિંમત માત્ર 15,440 રૂપિયા હતી. આ સિવાય તેણે બીજું ફાર્મ 3.28 લાખ રૂપિયામાં ખરીદ્યું છે, જેની રિઝર્વ કિંમત 1,56,270 રૂપિયા હતી.

Dawood Ibrahim : વકીલ અજય શ્રીવાસ્તવ દાઉદની પ્રોપર્ટીનું શું કરશે ?

અજય શ્રીવાસ્તવે કહ્યું છે કે તે સનાતની છે અને દાઉદના ઘરમાં સનાતન સ્કૂલ શરૂ કરશે. જો કે, શિવસેનાના સભ્ય મિલકત પર કેટલીક બાકી કાનૂની મંજૂરીઓ મેળવ્યા પછી તેમની મિલકત પર સનાતન પાઠશાળા  બનાવવાની યોજના બનાવી રહ્યા છે.

નોંધનીય છે કે હરાજીની પ્રક્રિયા દક્ષિણ મુંબઈના આયકર ભવનમાં થઈ હતી.  વર્ષ 1993માં મુંબઈમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટના કેસમાં વોન્ટેડ આરોપી દાઉદ ઈબ્રાહિમ હાલ પાકિસ્તાનમાં છે.

તમે આ પણ વાંચી શકો છો

RECORD BREAK: યુપી બન્યું સૌથી પ્રિય સ્થળ, અયોધ્યાથી પણ વધુ પસંદ કરાયું આ શહેર