અધધધ.. 1 બિટકોઈન પાછળ વપરાય છે 16 હજાર લીટર સાફ પાણી..! ચોંકાવનારો ખુલાસો

0
327
Bitcoin
Bitcoin

Bitcoin Mining: જે લોકો ક્રિપ્ટોકરન્સી (Bitcoin)માં રસ ધરાવે છે તેમણે આ ચોકાવનારો ખુલાસો જાણવા જેવો છે. એક ડિજિટલ ચલણ છે જેનું માઈનિંગ કોમ્પ્યુટર દ્વારા કરવામાં આવે છે. હવે બિટકોઈન માઈનિંગ (Bitcoin Mining) ને લઈને એક ચોંકાવનારો અભ્યાસ બહાર આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે એક બિટકોઈન બનાવવા માટે એટલું પાણી ખર્ચવામાં આવે છે કે એક સ્વિમિંગ પૂલ ભરી શકાય. અહી તે નોંધવું પણ યોગ્ય છે કે આ સ્વચ્છ પીવા લાયક પાણી છે.

Bitcoin Mining
Bitcoin Mining

એટલે કે એક બિટકોઈનની કિંમત સ્વિમિંગ પૂલ જેટલું પાણી ખર્ચીને ચૂકવવી પડે છે. આ કેવી રીતે થાય છે, ચાલો વિગતવાર જાણીએ.

Bitcoin Mining માં 1.6 ટ્રિલિયન લીટર પાણીનો ઉપયોગ

બિટકોઈન ક્રિપ્ટોકરન્સીને વિશ્વની સૌથી મોટી અને સૌથી જૂની ક્રિપ્ટોકરન્સી ગણવામાં આવે છે. તેના માઈનિંગને લઈને એક નવા અભ્યાસમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે.

Bitcoin Mining 4

ન્યૂ સાયન્ટિસ્ટના રિપોર્ટ અનુસાર નેધરલેન્ડની VU Amsterdam School of Business and Economicsના એલેક્સ ડી વરીઝે એક અભ્યાસ તૈયાર કર્યો છે. તેણે આમાં જણાવ્યું છે કે 2021માં બિટકોઈન માઈનિંગમાં વિશ્વભરમાં 1.6 ટ્રિલિયન લીટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એટલે કે તેમાં 1.6 હજાર અબજ લિટર પાણીનો ઉપયોગ થયો હતો.

એક બિટકોઇન માટે વપરાય છે સ્વિમિંગ પૂલ જેટલું પાણી

swimming pool

1 બિટકોઈન બનાવવા માટે 16 હજાર લીટર પાણીનો ઉપયોગ થાય છે. આમાં ચોખ્ખા પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. આનો અર્થ એ છે કે 1 બિટકોઇન બનાવવા માટે વપરાતા પાણીનો જથ્થો એક નાનો સ્વિમિંગ પૂલ ભરી શકે છે!

ભવિષ્યમાં સ્વચ્છ પાણીની કટોકટી સર્જી શકે છે બિટકોઇન

Bitcoin1

આ વર્ષના આંકડા વધુ ચોંકાવનારા છે. નિષ્ણાતો કહી રહ્યા છે કે આ વર્ષે બિટકોઇન માઇનિંગ (Bitcoin Mining) માં 2.3 ટ્રિલિયન લિટર પાણીનો ઉપયોગ થવાની સંભાવના છે. એક અભ્યાસમાં જણાવાયું છે કે જો બિટકોઈન માઈનિંગમાં પીવાલાયક પાણીનો ઉપયોગ ચાલુ રહેશે તો તે ભવિષ્યમાં સ્વચ્છ પાણીની કટોકટી સર્જી શકે છે. ખાસ કરીને એવા દેશો કે જ્યાં લોકો પહેલાથી જ પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે. આમાં અમેરિકા પણ સામેલ છે.

કોમ્પ્યુટર તેમજ પાવર પ્લાન્ટમાં ઠંડક રાખવા વપરાય છે પાણી

બિટકોઈન માઈનિંગમાં, ઈન્ટરનેટ દ્વારા કોમ્પ્યુટર પર મોટા ગાણિતિક સમીકરણો (mathematical equations) ઉકેલવામાં આવે છે, જેમાં ઘણી શક્તિનો ઉપયોગ થાય છે. આવી સ્થિતિમાં કોમ્પ્યુટર ગરમ થતા રહે છે અને તેને ઠંડુ રાખવા માટે પાણીનો ઉપયોગ કરવો પડે છે. આ સાથે, કોલ ગેસના ઉપયોગને કારણે પાવર કોમ્પ્યુટર માટે સ્થાપિત પાવર પ્લાન્ટ્સમાં તાપમાન પણ વધે છે. આવી સ્થિતિમાં, આ પ્લાન્ટ્સમાં પણ મોટા પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવામાં આવે છે જેથી તાપમાનને નિયંત્રણમાં રાખી શકાય.

power plants 7

કોમ્પ્યુટર ઉપકરણો દિવસભર નંબરો જનરેટ કરે છે અને બાદમાં તે ડિલીટ થઈ જાય છે, એટલે કે અંતે તેનો કોઈ ઉપયોગ થતો નથી.

Bitcoin Mining 3

1 બિટકોઈન બનાવવું એ સ્વિમિંગ પૂલને બાફવા જેવું છે. પર્યાવરણ પર બિટકોઇન માઇનિંગની અસર અંગે અગાઉ પણ મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે, પરંતુ પાણી અંગે હાથ ધરવામાં આવેલ આ પ્રકારનો આ પ્રથમ અભ્યાસ છે.

Bitcoin Mining 1

રીપોર્ટ અનુસાર, બિટકોઈનની વધતી કિંમત સાથે પાણીનો ઉપયોગ પણ વધી રહ્યો છે. 2021ની સરખામણીમાં તેમાં 40%નો વધારો થયો છે. બિટકોઈન માઈનિંગની ટેક્નોલોજીમાં ભલે ફેરફારો થઈ રહ્યા હોય, પરંતુ તેની અસર રાતોરાત ખતમ થઈ શકે તેમ નથી. પર્યાવરણ પર તેની અસર રોકવા માટે મોટા પગલા લેવાની જરૂર છે.

વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો