RecordBreakingSalaar : પ્રભાસ સ્ટારર ફિલ્મ ‘સલાર’ રિલીઝ થઈ ગઈ છે અને સાઉથમાં આ ફિલ્મનો ઘણો ક્રેઝ છે. ‘બાહુબલી’, ‘સાલાર’ પછી પ્રશાંત નીલની આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર કમાલ કરવા જઈ રહી છે. 21 ડિસેમ્બરે રિલીઝ થયેલી એડવાન્સ બુકિંગ કલેક્શનમાં ‘સલાર’એ શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડિંકી’ને પાછળ છોડી દીધી છે અને હવે બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર એકબીજાને ટક્કર આપવા જઈ રહી છે.
RecordBreakingSalaar ‘સાલાર’ને લઈને અલગ-અલગ રીવ્યુ સામે આવી રહ્યા છે. કેટલાક લોકો સાલાર માટે થિયેટરોમાં ઉભા રહીને તાળીઓ પાડી રહ્યા છે તો કેટલાક તેને પ્રભાસની સૌથી ખરાબ ફિલ્મ પણ કહી રહ્યા છે. સોશિયલ મીડિયા પર મળી રહેલા પ્રતિસાદ પરથી જોઈ શકાય છે કે પ્રશાંત નીલની આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરવા જઈ રહી છે. સોશિયલ મીડિયા પર ચાહકોએ આ ફિલ્મને 4 સ્ટાર રેટિંગ આપ્યું છે. જોકે અમે તમને આજે જણાવીશું કે તમારે સાલાર કેમ જોવી જોઈએ ?
…
શાહરૂખ ખાનની ‘ડંકી’ પછી હવે સાઉથ સુપર સ્ટાર પ્રભાસની ‘સાલાર’આજે 22 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. (RecordBreakingSalaar) ‘બાહુબલી’ અને ‘KGF’ જેવી સુપર ડુપર હિટ ફિલ્મોના દિગ્દર્શક અને લેખક પ્રશાંત નીલની બીજી જબરદસ્ત ફિલ્મ ‘સાલાર’ને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
જો કે રીલીઝ પહેલા સાલાર’ને મોટો ઝટકો ત્યારે લાગ્યો હતો જ્યારે રાષ્ટ્રીય ચેઈન PVR- INOX અને મિરાજ સિનેમાએ ઉત્તરના તમામ સિંગલ થિયેટરોમાં ‘Dunki’ રિલીઝ કરવાનું નક્કી કર્યું હતું. વિવાદમાં ઘેરાયા છતાં પ્રભાસની ‘સલાર’ એ એડવાન્સ બુકિંગ કલેક્શનમાં ધૂમ મચાવી હતી. (RecordBreakingSalaar) ફિલ્મે રિલીઝના એક દિવસ પહેલા ભારતમાં જંગી કલેક્શન કર્યું હતું.
જ્યારે સાલાર યુએસએમાં વર્ષ 2023માં અત્યાર સુધીની કોઈપણ ભારતીય ફિલ્મ કરતાં સૌથી વધુ એડવાન્સ બુકિંગ ધરાવતી ફિલ્મ બની ગઈ છે. તો સાલારએ ભારતીય બોક્સ ઓફિસ પર એડવાન્સ બુકિંગમાં 30 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.
RecordBreakingSalaar ‘સાલર’માં શું છે ખાસ
1 – સાઉથનો સુપરસ્ટાર પ્રભાસ ‘સાલાર’માં એકદમ અલગ અવતારમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં અભિનેતા જોરદાર એક્શન અવતારમાં જોવા મળી રહ્યો છે. જેની એક ઝલક ‘સાલારના ટ્રેલર’માં જોઇ શકાય છે.
2- ફિલ્મમાં સ્ટારકાસ્ટ પણ જબરદસ્ત છે. ફિલ્મમાં પ્રભાસ ઉપરાંત શ્રુતિ હસન લીડ રોલમાં છે. જે સાઉથની મોટી સ્ટાર છે. ઉપરાંત ફિલ્મમાં પૃથ્વીરાજ સુકુમારન, જગપતિ બાબુ અને ટીનુ આનંદ જેવા સ્ટાર્સ છે.
3- ‘સાલાર’ એક જબરદસ્ત વિઝ્યુઅલ અનુભવ આપવા જઈ રહ્યું છે. ફિલ્મનુ ટ્રીટમેન્ટ બિલકુલ ‘KGF’ જેવું જ અપાયું છે. જે ચાહકોને સાવ અલગ જ દુનિયામાં લઈ જશે.
4- પ્રભાસની આ ફિલ્મ પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે, જેઓ તેની ઓલ ટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મો માટે જાણીતા છે. પ્રશાંત નીલ અગાઉ ‘ઉગ્રમ’ અને ‘કેજીએફ’ શ્રેણીની બંને બ્લોકબસ્ટર ફિલ્મો આપી ચૂક્યો છે.
5- ફિલ્મ ‘સાલાર’માં સુપર સ્ટાર જગપતિ વિલનની ભૂમિકામાં છે. આ ફિલ્મમાં તેનો ખતરનાક લુક રૂંવાડા ઉભા કરી દે તેવો છે. જગપતિ બાબુ સાઉથના મોટા સ્ટાર છે. ફિલ્મોમાં તેની એન્ટ્રીને ફિલ્મોની સફળતાની ગેરંટી માનવામાં આવે છે.
તમે હવે જાતે જ નક્કી કરી લો કે તમારે સાલાર જોવી કે નહિ. આપ જો સાલાર જોવા જાઓ છો તો અમને પણ કમેન્ટ કરીને જણાવો કે આપને સાલાર કેવી લાગી.
તમે આ પણ વાંચી શકો છો
DunkiReview : “ડંકી” ફિલ્મ જોયા પહેલા એના રીવ્યુ વાંચી લેજો