SUN TRANSIT: YEAR 2023નું મોટું ગોચર, આ રાશિઓ માટે આ મહિનો હશે શાનદાર

0
200

SUN TRANSIT: 16 ડિસેમ્બર શનિવારે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરી ચુક્યો છે. આ દિવસને ધન સંક્રાંતિ કહેવામાં આવે છે. ત્યારે આ વર્ષના સૌથી મોટા ગોચર સાથે અમુક રાશિઓ પર પણ તેની અસર પડી રહી છે.

કેવી રીતે થશે સૂર્યનું ગોચર (SUN TRANSIT)?

16 ડિસેમ્બર શનિવારની રાત્રે સૂર્ય વૃશ્ચિક રાશિમાંથી ધન રાશિમાં પ્રવેશ કરી ચુક્યા છે. ધન રાશિનો સ્વામી ગુરુ છે. ગુરુ દેવતાઓના ગુરુ છે. એવું માનવામાં આવે છે કે ધન રાશિ અને સૂર્યના સંબંધમાં આ સમયે સૂર્ય તેમના ગુરુની સેવામાં રહે છે. જેને ખરમાસ કહેવાય છે.

આ ગોચર કેમ છે મહત્વપૂર્ણ?

નવું વર્ષ શરૂ થવાના 14 દિવસ પહેલા સૂર્યે રાશિ પરિવર્તન કર્યું છે. આ ગોચરને જ્યોતિષીઓની નજરથી ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યું છે. આ ગોચરને ખાસ માનવાનું કારણ છે કે તે વર્ષમાં 1 વખત જ થાય છે.

કઈ રાશિઓ પર પડશે અસર?

મેષઃ 

સૂર્યના આ ગોચરથી મેષ રાશિના જાતકોને ઉચ્ચ પદની પ્રાપ્તિ થશે. દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. કામમાં આવનારી તમામ અડચન અને તકલીફ દૂર થઈ જશે. દરેક ક્ષેત્રમાં લાભ પ્રાપ્ત થશે.

મિથુનઃ 

સૂર્યનું ગોચર મિથુન રાશિના જાતકો માટે ફળદાયી માનવમાં આવી રહ્યું છે. મિથુન રાશિના જાતકોના તમામ સંબંધોમાં સુધાર આવશે. આર્થિક લાભ થવાની પણ શક્યતા છે. જો કે મિથુન રાશિના જાતકોએ આગામી એક મહિના પોતાની વાણી પર સંયમ રાખવું હિતાવહ રહેશે.

સિંહઃ

સૂર્યના ગોચરથી સિંહ રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં વધારો થશે. સમાજમાં માન સન્માન મળશે. સ્વાસ્થ્યમાં સકારાત્મક બદલાવ થશે. આ એક મહિનામાં રોકાણ કરી શકો છો. રોકાણથી લાભ થશે.

ધનઃ

સૂર્યનું આ ગોચર ધન રાશિમાં જ થવા જઈ રહ્યું છે. આગામી એક મહિનામાં ધન લાભના પ્રબળ યોગ બની રહ્યા છે. તમામ કાર્યોમાં શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે.