Aishwarya Rai Bachchan  : ઐશ્વર્યા રાયે કેમ બચ્ચનનું ઘર છોડ્યું? જાણો કારણ !!

0
1081
Aishwarya Rai Bachchan
Aishwarya Rai Bachchan

Aishwarya Rai Bachchan  :  બોલીવુડ સ્ટાર મોટા ભાગે પોતાના લગ્ન અને બ્રેકઅપના કારણે ચર્ચામાં રહેતા હોય છે. બોલીવુડ સ્ટાર ફેમીલીમાં છેલ્લા કેટલાક વર્ષોથી છુટાછેડાની ઘટનાઓ વધી છે. ત્યારે આવા સમયે ક્યાસ લગાવવો મુશ્કેલ છે કે ક્યારે અને કયા સેલિબ્રિટીનું બ્રેકઅપ થઈ જાય. ત્યારે હવે વધુ એક સમાચાર બોલીવુડ ફેમીલીમાંથી આવી રહ્યા છે.  બોલીવુડના બીગ બી કહેવાતા અમિતાભ બચ્ચનની પુત્રવધુ ઐશ્વર્યા રાયના છુટાછેડાના સમાચાર છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. શું આ સાચું છે કે બોલીવુડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની વહુ ઐશ્વર્યા રાય પોતાના પતિ અભિષેક બચ્ચન સાથે છુટાછેડા લેવા જઈ રહી છે ?

ASH

Aishwarya Rai Bachchan : ઐશ્વર્યા રાય વિશે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે તેણે સાસરીનું ઘર છોડી દીધું છે અને દીકરી આરાધ્યા સાથે તેના મામાના ઘરે શિફ્ટ થઈ ગઈ છે. ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) વિશે લાંબા સમયથી મીડિયામાં અહેવાલો આવી રહ્યા છે કે તેમના સંબંધોમાં મતભેદ છે. મીડિયામાં તેમના છૂટાછેડાને લઈને પણ ઘણા સમાચાર આવ્યા છે.

જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ઐશ્વર્યા રાય અને બચ્ચન પરિવાર વચ્ચે કંઈ સારું નથી ચાલી રહ્યું. તે જ સમયે બિગ બી પણ સતત તેમની ક્રિપ્ટિક પોસ્ટ્સ શેર કરી રહ્યા છે, જે તેમના અણબનાવના સમાચારને જન્મ આપી રહ્યા છે. આ બધાની વચ્ચે  હવે અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન વિશે સમાચાર આવી રહ્યા છે કે તેણે બચ્ચન હાઉસ છોડી દીધું છે. તે જલસાથી તેની પુત્રી આરાધ્યા સાથે વૃંદા રાયના ઘરે શિફ્ટ થઈ ગઈ છે.

ASHVARIYA RAI

ઐશ્વર્યા અને અભિષેકના છૂટાછેડા નહીં થાય ! | Aishwarya Rai Bachchan and Abhishek will not get divorced!

  ઐશ્વર્યા રાયે બચ્ચન હાઉસ જલસા છોડી દીધું છે. પરંતુ, એવું કહેવામાં આવી રહ્યું છે કે તે તેની માતા વૃંદા રાય અને પતિ અભિષેક બચ્ચનને સમાન સમય આપી રહી છે. તેણે બચ્ચન હાઉસ જલસા છોડી દીધુ છે પરંતુ તે તેના પતિ સાથે રહે છે.  એક અહેવાલ અનુસાર ઐશ્વર્યા રાય અને જયા બચ્ચન વચ્ચે અણબનાવ ચાલી રહ્યો છે, જેના કારણે તેમના પરિવારમાં મતભેદ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જલસામાં એશ્વર્યાની નણંદ શ્વેતા બચ્ચન કાયમી શિફ્ટ થવાને કારણે ઝઘડો વધી ગયો છે.  

BACHCHAN

 ‘ધ આર્ચીઝ’ની સ્ક્રીનિંગમાં ઐશ્વર્યા તેના પતિ સાથે જોવા મળી હતી.

તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન હાલમાં જ ફિલ્મ ‘ધ આર્ચીઝ’ના સ્ક્રીનિંગમાં સાથે જોવા મળ્યા હતા. બંનેએ પુત્રી આરાધ્યા સાથે એક જ ફ્રેમમાં પોઝ પણ આપ્યા હતા. અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદાએ આ ફિલ્મથી અભિનયની શરૂઆત કરી છે. ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન અભિનેત્રી Aishwarya Rai Bachchan તેની માતા અને પુત્રીની ખૂબ જ નજીક હતી.  

તમને અહી જણાવી દઈએ કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.  

તમે આ પણ વાંચી શકો છો

“ખૂબ જ ડરામણો…”: અભિનેત્રી રશ્મિકા મંદાન્નાએ ડીપફેક વીડિયો પર વાત કરી, અભિતાભ બચ્ચન પણ એલર્ટ