Adar Poonawalla : તમને કોઈ પૂછે કે ભારતમાં સૌથી મોંઘુ અને આલીસાન ઘર કોનું છે તો તમારો જવાબ આવશે મુકેશ અંબાણી (mukesh ambani) નું એન્ટેલીયા, ભારતીયો દુનિયામાં આલીશાન અને મોંઘા ઘરના વસવાટ અને ખરીદવા માટે જગત વિખ્યાત છે, ત્યારે આ મોંઘા ઘરની યાદીમાં વધુ એક નામ જોડાવા જઈ રહ્યું છે, અદાર પૂનાવાલાએ લંડનમાં આ વર્ષના સૌથી મોઘા ઘરની ડીલ કરી રહ્યા છે. 100 વર્ષ જૂનીએ હવેલી માટે અદાર પુનાવાલા ૧૪૪૬ કરોડ રૂપિયાની ડીલ કરી રહ્યા છે.
સીરમ સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા (SII) ના CEO અદાર પૂનાવાલા (Adar Poonawalla) લંડનમાં સૌથી મોંઘુ ઘર ખરીદશે. લંડનનું આ ઘરને 2023ના સૌથી મોંઘા ઘરનો ખિતાબ મળ્યો છે. જેની કિંમત છે 1446 કરોડ રૂપિયા. ભારતીય ઉદ્યોગપતિ અદાર પૂનાવાલા લંડનમાં આ વર્ષમાં સૌથી મોંઘુ ધર ખરીદશે. 42 વર્ષના ભારતીય અબજોપતિ અદાર પૂનાવાલા લંડનના પોશ વિસ્તાર મૈફેયર્સમાં હાઇડ પાર્ક પાસે લગભગ 100 વર્ષ જૂની એક હવેલી ‘એબરકોનવે હાઉસ’ ખરીદવા માટે 138 મિલિયન પાઉન્ડ (1446 કરોડ રૂપિયા)નો ખર્ચ કરી રહ્યા છે.
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના CEO અદાર પૂનાવાલાએ થોડો સમય પહેલા આ હવેલીને ખરીદવા માટે રસ દાખવ્યો હતો. જાણકારોના કહેવા મુજબ આ ડીલ લંડનમાં ઘરોના મામલામાં આ વર્ષની સૌથી મોટી ડીલ છે. આ પછી એબરકોનવે હાઉસને લંડનમાં અત્યાર સુધીમાં વેચાયેલું બીજું સૌથી મોંઘુ ઘર માનવામાં આવેશે . આ ડીલને સીરમની બ્રિટિશ સબસિડીયરી લાઇફ સાયન્સ દ્રારા પુરી કરવામાં આવી રહી છે.
જોકે મહત્વની વાત એ છે કે અદાર પૂનાવાલાનો આ ઘરમાં વસવાટ કરવાનો ઇરાદો નથી. આ ઘરનો ગેસ્ટ હાઉસ અને ઇવેન્ટ માટે ઉપયોગ કરવામાં આવશે.
એબરકોનવે હવેલી લગભગ 100 વર્ષ જૂની છે અને તેનું નિર્માણ 1920માં કરવામાં આવ્યું હતું. આ હવેલીના માલિક પોલેન્ડના દિવગંત બિઝનેસમેન જાન કુલ્ઝિકે બનાવી હતી એ પછી તેનો વારસો તેમની દિકરી ડોમિનિકા કુલ્ઝિક પાસે હતી. ડોમિનિકાએ આ પ્રોપર્ટી અદાર પૂનાવાલાને વેચી દીધી છે. અદાર પૂનાવાલા લંડનમાં ઘણી ઇવેન્ટસ આયોજિત કરતા હોય છે, એટલે ભાડું ભરવાને બદલે તેમણે આલિશાન ઘર ખરીદી લીધું છે.
કોણ છે અદાર પુનાવાલા ? Who is Adar Poonawalla?
અદાર પૂનાવાલા (Adar Poonawalla) સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાના સંસ્થાપક સાઇરસ પૂનાવાલાના પુત્ર છે. પૂનાવાલા પરિવારની કુલ સંપત્તિ 2021માં 16.6 બિલિયન ડોલર ( અંદાજે 1.38 લાખ કરોડ) હતી.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પણ ગયા વર્ષે દુબઇમાં પ્રોપર્ટી ખરીદી હતી. મુકેશ અંબાણીએ પામ જુમેરાબમાં 1354 કરોડ રૂપિયામાં બીચ સાઇડ મેન્શન ખરીદ્યું હતું.
કોરાના મહામારીના સમયે સીરમ ઇન્સ્ટિટયૂટનું નામ વધારે ચર્ચામાં આવ્યું હતું, કારણ કે આ કંપનીએ કોવીશિલ્ડ વેક્સિન બનાવી હતી.
તમે આ પણ વાંચી શકો છો
મુકેશ અંબાણી બન્યા ભારતના સૌથી વધુ અમીર વ્યક્તિ…