Power Play 1457 | હવે પૂતીને પણ કહ્યું કે મોદી ઈ ધ બેસ્ટ | VR LIVE

0
225

Power Play 1457 : આપણા વડાપ્રધાન મોદી ફરીવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓની યાદીમાં પ્રથમ નંબરે આવ્યા છે, વિશ્વનેતાઓની બરાબરીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દુનિયાના તમામ નેતાઓ કરતા ખુબ આગળ છે, મોર્નિંગ કન્સલ્ટના એક સર્વે અનુસાર વડાપ્રધાન મોદીને 76 ટકા અપ્રુવલ રેટિંગ સાથે વિશ્વના લોકપ્રિય નેતાઓની યાદીમાં પ્રથમ ક્રમાંકે આવ્યા છે, જે સતત ત્રીજી વખત ટોપનું ટોચ જાળવી રાખવામાં સફળ રહ્યા છે. (Power Play 1457)

વડાપ્રધાન મોદી વિશ્વનેતાઓની લોકપ્રિયતામાં સૌથી આગળ

ગ્લોબલ લીડર્સ​​​ ની લેટેસ્ટ એપ્રુવલ રેટિંગ લિસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટોપ પર

સતત ત્રીજી વખત 76% એપ્રુવલ રેટિંગ મળ્યું ભારત માટે અને એમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાહકો માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે, વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર મોખરે છે. 76 ટકા એપ્રુવલ રેટિંગ સાથે તેઓ વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બની ગયા છે. બીજા સૌથી લોકપ્રિય નેતાના એપ્રુવલ રેટિંગમાં 10 પોઈન્ટનો તફાવત હતો, મેક્સીકન રાષ્ટ્રપતિ ઓબ્રાડોર 66 ટકા રેટિંગ સાથે આ યાદીમાં બીજા ક્રમે છે. સ્વિત્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિનું રેટિંગ 58 ટકા અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાનું રેટિંગ 49 ટકા હતું, અમેરિકાના રાષ્ટ્રપતિ 40% રેટિંગ સાથે સાતમા સ્થાને છે

કેટલા નેતાઓનો કરવામાં આવ્યો સર્વે ?

આ સર્વે અમેરિકન કન્સલ્ટિંગ ફર્મ મોર્નિંગ કન્સલ્ટ દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં વિશ્વના 22 નેતાઓને સામેલ કરવામાં આવ્યા છે. આ સર્વેક્ષણ માટેનો ડેટા 6-12 સપ્ટેમ્બર 2023 દરમિયાન એકત્રિત કરવામાં આવ્યો હતો.તમને અહી એક વાત જાણીને આનંદ થશે કે  માત્ર 18% લોકોએ પીએમ મોદીને ડિસઅપ્રુવ કર્યા

 ડિસઅપ્રુવ રેટિંગમાં કોનું નામ ?

   કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ડિસઅપ્રુવ રેટિંગમાં ટોપ પર છે. તેમને 58% ડિસઅપ્રુવ રેટિંગ મળ્યું છે. ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યા બાદ ભારત સાથે કેનેડાના રાજદ્વારી મતભેદોનું આ પરિણામ હોવાનું માનવામાં આવે છે. આ સાથે હમણાં થોડા સમયથી વડાપ્રધાન મોદીના દોસ્ત બનેલા ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને 52% ડિસઅપ્રુવ રેટિંગ મળ્યું છે,  

      તમને જણાવી દઈએ કે   સપ્ટેમ્બર અને એપ્રિલમાં જાહેર કરાયેલા ડેટામાં પીએમ મોદીને 76% રેટિંગ મળ્યું હતું. જ્યારે ફેબ્રુઆરીમાં PM મોદીને 78% એપ્રુવલ રેટિંગ સાથે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા ગણવામાં આવ્યા હતા.

Narendra Modi : સૌથી વધુ લોકપ્રિય નેતા, નરેન્દ્ર મોદીના દોસ્તનું નામ સૌથી નીચે !