WPL 2023 auction : કરોડોમાં ખરીદાઈ આ ખેલાડીઓ, ગુજરાતની ટીમે સૌથી વધુ કિંમત ખર્ચી  

0
537
WPL 2023 auction
WPL 2023 auction

WPL 2023 auction : IPLમાં તો ખેલાડીઓ કરોડોમાં ખરીદાતા હોય છે, પરંતુ હવે વુમન્સ પ્રીમિયર લીગ (WPL 2023 auction) માં પણ મહિલા ખેલાડીઓની બોલી કરોડોમાં લાગી હતી, IPL બાદ હવે વુમન્સ પ્રીમિયર લીગ (WPL 2023 auction) પણ લોકોને વધુ પસંદ પડી રહી છે, આગામી સમયમાં (WPL 2023 auctionL) રમાશે પરંતુ આજે   WPLની સીઝન 2 માટે  ઓક્શન યોજાયું હતું, આ વખતે ફ્રેન્ચાઇઝીએ 30 ખેલાડીઓને ખરીદ્યા જેમાં 9 વિદેશી અને 21 ભારતીય ખેલાડીઓ સામેલ છે. કઈ ખેલાડીને કેટલી પ્રાઈઝમાં ખરીદવામાં આવી જોઈએ અમારા અહેવાલમાં….

કરોડોમાં ખરીદાઈ આ ખેલાડીઓ

WPLની સીઝન 2 માટે  ઓક્શન યોજાયું હતું જેમાં આજે લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલેલા આ ઓક્શન પ્રક્રિયામાં ફ્રેન્ચાઇઝીએ 90 ખેલાડીઓ પર 12.75 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. ઓક્શનમાં કુલ 90 ખેલાડીઓના નામ બોલવામાં આવ્યા હતા.

WPL

ભારતની કાશવી ગૌતમ અને વૃંદા દિનેશે ઓક્શનમાં સૌને ચોંકાવી દીધા હતા. કાશવી ગૌતમને 2 કરોડમાં ગુજરાતે અને વૃંદાને 1.30 કરોડમાં યુપીની ટીમે ખરીદ્યા હતા, બંનેની બેઝ પ્રાઇસ 10-10 લાખ રૂપિયા હતી. ઓસ્ટ્રેલિયાની એનાબેલ સધરલેન્ડને પણ દિલ્હી કેપિટલ્સે 2 કરોડમાં લીધી છે, તે સૌથી મોંઘી વિદેશી ખેલાડી છે. જ્યારે ડિઆન્ડ્રા ડોટિન, ચમારી અટાપટ્ટુ દેવિકા વૈદ્ય, એમી જોન્સ અને કિમ ગાર્થ અનસોલ્ડ રહ્યાં હતાં.

5 ખેલાડીની કિંમત એક કરોડથી વધુ રહી

ઓક્શનમાં 5 ખેલાડીની કિંમત એક કરોડથી વધુ હતી. જેમાં સધરલેન્ડ, વૃંદા અને કાશવી ઉપરાંત ઓસ્ટ્રેલિયાની ફોબી લિચફિલ્ડ (1 કરોડ) અને દક્ષિણ આફ્રિકાની શબનિમ ઈસ્માઈલ (1.20 કરોડ)ને પણ ઓક્શનમાં એક કરોડથી વધુ રૂપિયા મળી હતી. લિચફિલ્ડને ગુજરાતે અને શબનિમને મુંબઈએ લીધાં હતાં.

KASHVi

કાશવી ગૌતમ પહેલી વખત WPL રમશે
20 વર્ષની કાશવી ગૌતમ સીઝન 2ની ઓક્શનમાં સૌથી મોંઘી ખેલાડી બની હતી. પેસ બોલિંગ ઓલરાઉન્ડર કાશવી ચંદીગઢ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. તે 2020માં અરુણાચલ પ્રદેશ સામે ઘરઆંગણે રમાયેલી ODIમાં 10 વિકેટ લઈને ચર્ચામાં આવી હતી. એ બાદ તેને 2022માં અંડર-19 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા તરફથી રમવાની તક પણ મળી.

 ગુજરાતે સૌથી વધુ 10 ખેલાડીઓ ખરીદ્યા

તમામ ટીમે તેમના સ્કોવર્ડ પૂરા કરી લીધા છે. દિલ્હીએ 3 અને મુંબઈએ 5 ખેલાડીઓ લીધા. ગુજરાતે સૌથી વધુ 10 ખેલાડીઓ ટીમમાં સામેલ કર્યા છે. જ્યારે યુપીએ 5 અને બેંગલુરુએ 7 ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કર્યા છે.

Ind vs SA T-20  : ઓસ્ટ્રેલિયા બાદ હવે આફ્રિકાનો વારો ! આવતીકાલથી શરુ થશે પ્રથમ ટી-20