Ahmedabad crowd : ફાઇનલમાં કમિન્સે પોતાના બોલેલા શબ્દો પાળ્યા; અમદાવાદના દર્શકોને કર્યાં ચૂપ, સોશિયલ મીડિયા પર ટીકા

0
346
Cummins silenced the Ahmedabad crowd
Cummins silenced the Ahmedabad crowd

Ahmedabad crowd : ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને હરાવતાની સાથે જ તેમની લડાઈ માત્ર યજમાન ટીમના બેટ્સમેન અને બોલરોને ખતમ કરવા પુરતી જ સીમિત ન હતી, પરંતુ ઓસ્ટ્રેલિયાની ટીમે ભીડને (Ahmedabad crowd) પણ હરાવી હતી. લગભગ એક લાખ 30 હજાર લોકો, વાદળી (બલ્યૂ) પોશાક પહેરીને, ODI વર્લ્ડ કપના ખિતાબની શોધમાં ભારતીય ટીમને સમર્થન આપવા માટે આવ્યા હતા, પરંતુ 22-યાર્ડ લાઇન પર ઑસ્ટ્રેલિયાનું પ્રભુત્વ જેવું શરુ થયું, ભીડ નિયંત્રણની બહાર ગઈ હતી. વાસ્તવમાં, ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે મેચમાં દર્શકોના મૌનની ટીકા કરી રહ્યા છે, તેમના પર ઓસ્ટ્રેલિયન ટીમ તેમજ મેચ અધિકારીઓનો અનાદર કરવાનો આરોપ લગાવ્યો.

crowd slammed
crowd slammed

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે વર્લ્ડ કપ ફાઈનલની શરૂઆત પહેલા ‘ભીડને મૌન’ (Ahmedabad crowd silent) કરવાનો પોતાનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. જ્યારે કમિન્સ અને તેની ટીમ તેમની યોજનામાં સફળ રહ્યા હતા, ત્યારે સ્થળ પર હાજર પ્રશંસકોએ એવા સમયે ભારતીય ટીમનો સાથ છોડ્યો જયારે તેમણે તેઓની સૌથી વધુ જરૂર હતી. ઉત્સાહિત કરવામાં તેમની નિષ્ફળતા માટે અમદાવાદના દર્શકોની ટીકા થઇ રહી છે, જ્યારે રોહિત શર્માની ટીમને ઉત્સાહ જરૂર હતી ત્યારે જ ગુજરાતીઓ (Gujaratis) ઉણા ઉતર્યા.

શનિવારે (18 નવેમ્બર)ના એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કમિન્સે કહ્યું હતું, “તેનો ઉદ્દેશ્ય અમદાવાદમાં ભરચક ભીડને શાંત કરવાનો હશે, સ્વાભાવિક છે કે ભીડ એકતરફી હશે, પરંતુ રમતમાં પણ મોટી ભીડને મૌન સાંભળવા કરતાં વધુ સંતોષકારક બીજું કંઈ નથી અને આવતીકાલે (ફાઈનલના દિવસે) તે જ ધ્યેય છે.”

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ભારતીય ટીમ ફાઇનલમાં જીતવાની નથી એવું સમજીને કેટલાક ક્રિકેટ ચાહકો રમત વહેલા છોડી દીધી હતી. કમિન્સે પણ મેચ બાદ કહ્યું હતું કે, તે દર્શકોને શાંત જોઈને ખુશ હતા.

Cummins silenced the Ahmedabad crowd
Cummins silenced the Ahmedabad crowd

કમિન્સે અંતમાં કહ્યું, “તે અદ્ભુત હતું, હું ખૂબ જ ખુશ હતો કે તેઓ (ભીડ) મોટાભાગની બોલિંગ ઇનિંગ્સ દરમિયાન શાંત હતા. થોડીવાર, તેઓએ જોરથી બૂમો પાડી અને તે ખરેખર જોરથી હતું. પરંતુ અદ્ભુત, ભારતમાં જે જુસ્સો છે તે વિશ્વમાં અજોડ છે. તમે આસપાસ જુઓ અને તે ખૂબ જ ખાસ ક્ષણ છે, પરિણામ ગમે તે હોય, અમે આજના જેવો દિવસ ક્યારેય ભૂલીશું નહીં,”

Gujaratis , Trophy , Gujrat , We Indians ,