Girnar Lili Parikrama 2023 : મહાન હિમાલય કરતાં પણ જૂનું ગણાતું ગિરનાર એ પ્રાચીન મંદિરો અને ગુપ્ત ગુફાઓનો ખજાનો માનવામાં આવે છે. આ પવિત્ર ભૂમિ લાંબા સમયથી આધ્યાત્મિક અને ધાર્મિક અસ્થા અને પ્રથાઓનું કેન્દ્ર બિંદુ રહ્યું છે, તેમજ કુદરતી અજાયબીઓથી સમૃદ્ધ આ ભૂમિ છે. એશિયાટિક સિંહોની વસ્તી, જંગલી છોડ અને વૃક્ષોની વિપુલતા માટે પ્રખ્યાત પ્રકૃતિ અને વન્યજીવ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે.
ગિરનાર પરિક્રમા (Girnar Parikrama) દરમિયાન, વન વિભાગ દ્વારા પર્વતમાળાના અમુક સામાન્ય રીતે સીમિત વિસ્તારોમાં પ્રવેશ કરવા માટે પરવાનગી આપે છે. તેથી, ભલે તમે દૈવી આશીર્વાદ મેળવો કે પ્રકૃતિની શાંતિ, ગિરનાર પરિક્રમા આ મોહક જંગલના સૌથી અંદરના ગર્ભગૃહને જોવાની આ સુવર્ણ તક છે.
- ગિરનાર પરિક્રમાની તારીખ | Girnar Parikrama Date :
આ વર્ષે, ગિરનાર પરિક્રમા 23 નવેમ્બરથી શરૂ થશે અને 27 નવેમ્બરના રોજ સમાપ્ત થશે.
ગિરનાર પરિક્રમાનો પ્રારંભ અને અંત | Grinar Parikrama Starting and Ending | Date |
કારતક શુક્લ એકાદશીથી શરૂ | Starts on Kartik Shukla Ekadashi | 23/11/2023 |
કાર્તિક પૂર્ણિમાના રોજ સમાપ્ત | Ends on Kartik Poornima | 27/11/2023 |
ગરવા ગિરનારની પરિક્રમા કારતક સુદ અગિયારસના એટલે કે 23 નવેમ્બર ની મધ્યરાત્રીથી પ્રારંભો થવા જઈ રહ્યો છે, ત્યારે સમગ્ર પરિક્રમા રૂટ પર જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગના અધિકારીઓ દ્વારા પરિક્રમા માર્ગ, શ્રદ્ધાળુઓ માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓની તૈયારીઓ પ્રારંભ થઇ ગઈ છે.
આ ધરતી ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમા દરવર્ષે યોજાય છે. જેને લોકભાષામાં પરકમ્મા અને લીલી પરકમ્મા પણ કહેવાય છે. ગિરનારની ફરતે યોજાતી આ ૩૬ કી.મી. ની ચાર દિવસ પરિક્રમામાં જુદા જુદા સ્થળોથી ભકતો આવે છે. આ પરિક્રમા કારતક સુદ અગીયારસે ચાલુ થાય છે અને પૂનમને દિવસે એટલે કે દેવ દિવાળીનાં દિવસે પુર્ણ થાય છે.
- ગિરનાર પરિક્રમાનાં સ્થળ અને માર્ગ | Route of Girnar Parikrama :
ભવનાથ થી ઝીણા બાવાની મઢી | 12 km |
ઝીણા બાવાની મઢી થી માળવેલા | 8 km |
માળવેલા થી બોરદેવી | 8 km |
બોરદેવી થી ભવનાથ | 8 km |
પ્રથમ દિવસ :
જુનાગઢ શહેરથી ૫ કી.મી. દુર ગિરનારની તળેટીમાં કારતક સુદ અગીયારસે સવારથી જ ભવનાથ તળેટીમાં યાત્રિકો ભેગા થઈ જાય છે. તેજ દિવસે મધરાતે રૂપાયતનથી સંતો-મહંતો, જિલ્લા વહીવટી અધિકારીઓ અને અનેક અગ્રણીઓ સાથે અસંખ્ય ભક્તોની હાજરીમાં દિપ પ્રગટાવીને પરિક્રમાનો પ્રારંભ થાય છે. 36 કિલોમીટરની યાત્રા ભવનાથ તળેટીના દૂધેશ્વર મંદિરથી શરૂ થાય છે. યાત્રાળુઓ ઘનઘોર જંગલો ઈન્ટવા ની ઘોડી દ્વારા પાર કરે છે અને અંતે ઝીણા બાવા ની માડી સુધી પહોંચે છે,
બીજો દિવસ :
બીજા દિવસે રાત્રિ રોકાણ જીણાબાવાની મઢીએ થાય છે. યાત્રિકો માટે આ પ્રથમ વિસામો છે. અહીં શરૂઆતમાં વડલીવાલા માતાજીની જગ્યા આવેલી છે. તે પછી જીણાબાવાની મઢી આવે છે. અહીં નવાબી કાળમાં જીણાબાવા નામનાં સંત ધુણી ધખાવીને રહેતા હતાં. જેના નામ ઉપરથી આ સ્થળનું નામ પડયુ છે. અહીં ભગવાન શિવનું મંદિર અને જીણાબાવાનો ધુણો પણ આવેલો છે.
ત્રીજો દિવસ :
ત્રીજા દિવસે સવારથી જ નવી તાજગી સાથે યાત્રિકો જય ગિરનારી, જય ભોલેનાથ, હર હર મહાદેવ, જય ગુરૂદત જેવા નારા લગાવતા લગાવતા આગળ વધે છે. ત્રીજા દિવસનું રાત્રિ રોકાણ માળવેલામાં થાય છે. આ સ્થળ ગિરનારનાં જંગલનાં મધ્યમાં આવેલુ અતિ રમણીય છે. અહીં ખૂબજ ઉચી વેલો થાય છે, જયાં દિવસનાં સુર્યના કિરણો પણ પહોંચી શકતા નથી અને તેથીજ તેનુ નામ માળવેલા પડયું છે.
ચોથો દિવસ :
ચોથા દિવસે સવારે યાત્રિકોની વણજાર માળવેલાથી નીકળીને ગિરનારની પૂર્વમાં થઈને દક્ષિણ તરફ વળે છે. આ દિવસે યાત્રા અંતિમ ચરણ હોવાથી શારિરીક રીતે અશક્ત યાત્રિકો વિસામો લેતા લેતા ધીમે ધીમે આગળ વધતા હોય છે. અને સાંજનાં સમયે આવે છે – બોરદેવી. આમ પરિક્રમાનું ચોથા દિવસનું અને છેલ્લા દિવસનું રાત્રિ રોકાણ છે.
બોરદેવી માતાજીનું શિખરબંધ મંદિર આવેલુ છે. આ મંદિરના મહંતનાં જણાવ્યા મુજબ સ્કંદપુરાણમાં આ જગ્યાનો ઉલ્લેખ જોવા મળે છે. તે મુજબ શ્રી ક્રુષ્ણનાં બહેન સુભદ્રાના અને અર્જુનના લગ્ન અહીં થયેલ છે. જગદંબા માં અંબિકા માતાજી અહીં બોરડીમાંથી પ્રગટ થયેલ છે તેથી આ સ્થળનું નામ બોરદેવી પડેલ છે.
છેલ્લો દિવસ :
યાત્રાનાં છેલ્લા અને પાંચમા દિવસે એટલે કે, કારતક સુદ પૂનમે ‘દેવ દિવાળી’એ બધા યાત્રિકો ભવનાથ તરફ વળે છે. યાત્રિકો ભવનાથ મહાદેવનાં દર્શન કરીને ત્યાંથી દામોદર કુંડમાં સ્નાન કરીને આ યાત્રા પુર્ણ કરે છે. આમ આ કારતક સુદ અગીયારસથી શરૂ થતી યાત્રા દેવ દિવાળીએ શારિરીક ક્ષમતાની કસોટીરૂપ પરિક્રમા પુરી થાય છે.
- ગિરનાર પર્વત વિશે જાણો :
ગિરનાર પર્વત એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજયનાં જુનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે. જયાં સિધ્ધચોરાસી સંતોનાં બેસણા છે. આ પર્વતમાં પાંચ ઉંચા શિખરો આવેલા છે. જેમાં ગોરખ શિખર ૩૬૦૦, અંબાજી ૩૩૦૦, ગૌમુખી શિખર ૩૧૨૦, જૈન મંદિર શિખર ૩૩૦૦ અને માળીપરબ ૧૮૦૦ ફુટની ઉંચાઈઓ ધરાવે છે. જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઉંચામાં ઉંચો પર્વત છે. ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઇને ૮૬૬ મંદિરો આવેલા છે.