રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં કેન્દ્ર સરકાર પર કર્યાં પ્રહાર

0
180
રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં કેન્દ્ર સરકાર પર કર્યાં પ્રહાર
રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં કેન્દ્ર સરકાર પર કર્યાં પ્રહાર

રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં કેન્દ્ર સરકાર પર કર્યાં પ્રહાર

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું નિવેદન

કેન્દ્ર સરકારે GST લાગુ કર્યો : રાહુલ ગાંધી

નાના વેપારીઓને ખતમ કરી દેવામાં  આવ્યા : રાહુલ ગાંધી

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી રાજસ્થાનમાં પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું, “અમે અહીં ગરીબોની સરકાર ચલાવીએ છીએ, અમે તમારું રક્ષણ કરીએ છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ GST લાગુ કર્યો. ભારતમાં પહેલીવાર ખેડૂતોએ ટેક્સ ચૂકવવો પડે છે. નોટબંધી કરીને, તેમણે GST લાગુ કર્યો.નાના વેપારીઓને ખતમ કરી દેવામાં  આવ્યા છે.

 રાજસ્થાનમાં થોડા દિવસોમાં વિધાનસભા ચૂંટણી યોજવાની છે. તમામ પક્ષો ચૂંટણી જીતવા માટે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. એવામાં આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદી પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોરોના કાળને યાદ કરતા કહ્યું કે, જયારે દેશમાં લોકો જીવ ગુમાવી રહ્યા હતા ત્યારે PM થાળી વગાડી રહ્યા હતા અને દિવા પ્રગટાવી રહ્યા હતા. એટલું જ નહીં, કોંગ્રેસ નેતાએ વડાપ્રધાન પર દેશના ઉદ્યોગપતિઓ માટે કામ કરવાનો આરોપ પણ લગાવ્યો.

GST અને નોટબંધીની વાત પર પણ તાક્યું નિશાન 

રાજસ્થાનના ચૂરુમાં એક જનસભાને સંબોધિત કરતા સમયે રાહુલ ગાંધીએ PM મોદી પર નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું કે, અમે ગરીબોની સરકાર ચલાવીએ છીએ અને તમારું રક્ષણ કરીએ છીએ અને સામે નરેન્દ્ર મોદી GST લાગુ કરી ગરીબ લોકોનું ભારણ વધારી રહ્યા છે. પહેલીવાર દેશના ખેડૂતોને ટેક્સ ચૂકવવો પડી રહ્યો છે. PM દ્વારા નોટબંધી કરવામાં આવી અને તમામ નાના વેપારીઓને તાળા લાગવાનો વારો આવ્યો. આ રીતે રાહુલ ગાંધી દ્વારા PM મોદી પર આક્રમક પ્રહાર જોવા મળ્યા હતા. 

વધુ સમાચાર માટે જોતા રહોવી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ