નસીબ આડે પાંદડુ ખસ્યું , પંજાબનો આ ખેડૂત બન્યો કરોડપતિ

0
176
નસીબ આડે પાંદડુ ખસ્યું , પંજાબનો આ ખેડૂત બન્યો કરોડપતિ
નસીબ આડે પાંદડુ ખસ્યું , પંજાબનો આ ખેડૂત બન્યો કરોડપતિ

નસીબ આડે પાંદડુ આ ગુજરાતી કહેવતથી લગભગ કોઈ અજાણ નથી પરંતુ જયારે નસીબ આડે પાંદડુ ખસે ત્યારે સામાન્ય વ્યક્તિ પણ કરોડપતિ ગણતરીની સેકન્ડોમાં બને છે અને તેનું તાજું ઉદાહરણ પંજાબના હોશિયારપુરના ખેડૂતનું છે. હોશિયારપુરના શીતલ સિંહ ઉંમરના વનવાસમાં પ્રવેશી ચુક્યા છે અને વ્યવસાયે ખેડૂત છે. તેમાં પરિવારમાં બે દીકરા અને એક દીકરી છે . તેમના બંને દીકરાઓ વિદેશમાં રહે છે. તેમને એક વિશ્વાસ હતો કે એક દિવસ ભગવાન મને તક આપશે અને મારું નસીબ ખુલશે. કોઈ પણ માનવીને આ આશા હોય છે. પંજાબના હોશિયારપુર ગામના ખેડૂત શીતલ સિંહનું નસીબ ચમક્યું અબે માત્ર ગણતરીના કલાકોમાં જ કરોડપતિ બન્યા . મળતી માહિતી અનુસાર પંજાબના સામાન્ય પરિવારના વૃદ્ધ ખેડૂતને લોટરીની ટીકીટ ખરીદી તેના ચાર કલાકમાં જ અઢી કરોડ રૂપિયાની લોટરી લાગી અને કરોડપતિ બની ચુક્યા છે. તેઓ કહે છે કે આ રૂપિયા ક્યા અને કેવી રીતે વાપરવા તે પરિવારને પૂછીને નક્કી કરશે

નસીબ ખુલ્યું હતું આ ખેડૂતનું બે દિવસ પહેલા .મળતી માહિતી પ્રમાણે 4 નવેમ્બરે હોશિયારપુરના મહીલપૂરથી ખેડૂત શીતલ સિંહને અઢી કરોડ રૂપિયાની લોટરી લાગી છે. જયારે લોટરીના પરિણામ આવ્યા ત્યારે લોટરી વેચનાર વેપારી એસ. કે. અગ્રવાલે તેમને ફોન પર જાણ કરી હતી. શીતલ સિંહે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે તેમના ઘરે ખુશીનો માહોલ છે. અને તેમના ઘરે અભિનંદન આપવા માટે ગામ સહિત અનેક લોકોનો ધસારો છે. મહીલપુરના રહેવાસી શીતલ સિંહે જણાવ્યું કે 4 નવેમ્બરે દવા લેવા માટે હોશિયારપુર આવ્યો હતો. આ દરમિયાન કોર્ટ રોડ પર ગ્રીન વ્યુ પાર્કની બહારના સ્ટોલ પરથી લોટરીની ટીકીટ ખરીદી હતી. ખરીદીના માત્ર ચાર કલાક બાદ બમ્પર ઇનામની જાહેરાત કરવામાં આવી. અને અઢી કરોડનો આસામી પંજાબના સામાન્ય પરિવારનો ખેડૂત બની ચુક્યો છે.

લોટરીનું વેચાણ કરતા વેપારીનું શું કહેવું છે તે જાણીએ

બીજી તરફ લોટરી વેચતા સ્ટોરના માલિક એસ. કે. અગ્રવાલ જણાવે છે કે છેલ્લા 20 વર્ષથી હું લોટરીની ટીકીટ વેચી રહ્યો છું. અને તેના પહેલા તેના પિતા લોટરીની ટીકીટ વેચતા હતા . તેના સ્ટોલ પરથી વેચાયેલી ટીકીટે ત્રીજી વખત કરોડોનું બમ્પર ઇનામ જીત્યું છે. શીતલ સિંહની દીકરીના પુત્ર સુખપ્રીત સિંહે જણાવ્યું કે હાલ અમારો પરિવાર ખુબ ખુશ છે અમારા નાનાજીએ લોટરીની ટીકીટ પર બમ્બર ઇનામ જીત્યું છે અને અઢી કરોડ જીતીને કરોડપતિ બન્યા છે.