Home Main અમદાવાદના બોપલમાં લૂંટ બાદ યુવતી ને બંધક બનાવી કર્યો ગેંગરેપ, આ રીતે...

અમદાવાદના બોપલમાં લૂંટ બાદ યુવતી ને બંધક બનાવી કર્યો ગેંગરેપ, આ રીતે ઘટનાને આપ્યો અંજામ

0
545
ગેંગરેપ
ગેંગરેપ

અમદાવાદના બોપલ વિસ્તારમાં ગત રાત્રે ગેંગરેપ અને લૂંટની ઘટના બની હતી પંજાબ અને ઉત્તર પ્રદેશના આરોપીઓએ ફ્લેટમાં ઘૂસી જઈને યુવતી પર ગેંગરેપ કર્યો હતો અને ત્યારબાદ 40,000 જેટલી લૂંટ ચલાવી અને ફરાર થયા હતા. અમદાવાદ ગ્રામ્ય પોલીસની બાતમીને આધારે બનાસકાંઠા એલસીબીએ 5 આરોપીઓની પાલનપુરના એરોમાં સર્કલ પાસેથી લગઝરી બસમાંથી અટકાયત કરીને મુદ્દામાલ કબજે કર્યો છે.

યુવતી ફ્લેટમાં રાત્રે એકલી છે, આ જોઈ ઘટનાને અંજામ આપ્યો
અમદાવાદના બોપલના વેન્યું સફાલીયા એપાર્ટમેન્ટમાં ગઈ રાત્રે ગેંગરેપ અને લૂંટની ઘટના બની હતી. ઘાટલોડીયા અને બોપલ વિસ્તારમાં સિક્યુરિટીમાં ફરજ બજાવતા પાંચ જેટલા શખ્સોએ વેન્યુ સફાલીયા એપાર્ટમેન્ટમાં ડોરબેલ બજાવી અને ફ્લેટમાં ઘૂસી જઈ અને યુવતી પર ગેંગરેપ કર્યો હતો ત્યારબાદ લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આરોપીઓ બોપલ અને ઘાટલોડિયામાં સિક્યુરિટીમાં નોકરી કરતા હતા અને બોપલના સિક્યુરિટીને ખબર હતી કે આ યુવતી ફ્લેટમાં રાત્રે એકલી છે અને એકલી યુવતીની જોઈને આ ઘટનાને અંજામ આપ્યો હતો. 

પાલનપુર એલસીબી પોલીસે આ રીતે ઝડપ્યા
જોકે ફ્લેટમાં આરોપીઓ ગેંગરેપ કરી અને લૂંટ ચલાવી અને એટીએમ લઈને આરોપીઓ ભાગી ગયા હતા ત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસે મોડી રાત્રે આ ઘટનાની તપાસ હાથ ધરી હતી અને બનાસકાંઠા એલસીબી પોલીસને પણ જાણ કરાઈ હતી જોકે પાલનપુર LCBને બાતમી મળી હતી કે 5 આરોપીઓ ઘટનાને અંજામ અમદાવાદથી પંજાબ તરફ ખાનગી વાહનમાં જઈ રહ્યા છે જેને લઈને પાલનપુર એલસીબી પોલીસે એરોમાં સર્કલ ઉપર વોચ ગોઠવી હતી જેમાં પોલીસે ખાનગી લક્ઝરી બસને રોકાવીને તપાસ કરતા તેમાં રાજસ્થાન તરફ આરોપીઓ બસમાં બેસીને જઈ રહ્યા હતા.

આરોપીઓએ ફ્લેટની ચાવી પણ કબજે કરી
પાલનપુર એરોમાં સર્કલ પાસે લોકલ ક્રાઈમ બ્રાન્ચના જવાનોએ પાંચ આરોપીઓને લક્ઝરી બસમાંથી જ ઝડપી પાડ્યા હતા અને ત્યારબાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની કચેરીએ લઈ જવાયા હતા. જ્યાં પોલીસે આરોપીઓ પાસેથી લૂંટ કરેલા એટીએમ માંથી 40 હજાર રૂપિયા ઉપાડ્યા હતા તેમાંથી પોલીસે ૩૩ હજાર રોકડ કબજે કર્યા હતા તો પોલીસે આરોપીઓ પાસેથી ચાર મોબાઈલ ફોન એક લેપટોપ એટીએમ તેમજ મહિલાને બંધક બનાવી હતી એ ફ્લેટની ચાવી પણ કબજે કરી હતી. જોકે હવે અમદાવાદના બોપલમાં ઘટના બની છે એટલે આ આરોપીઓનો કબજો અમદાવાદ પોલીસને સોપશે.

આરોપીઓના નામ

  • 1- અમૃતપાલ સિંહ ઉર્ફે ગોબી નિર્મલ સિંહ જીલ 34 અમૃતસર પંજાબ
  • 2- સુખવિંદર સિંઘ ઉર્ફે આકાશ જગજીતસિંહ શીખ પંજાબ
  • 3- મનજીતસિંગ ઉર્ફે અજય જગજીતસિંહ શીખ પંજાબ
  • 4- રાહુલ સિંગ વિનોદ સિંહ બંસીવાલ ઉત્તર પ્રદેશ
  • 5- હરિ ઓમ ઉર્ફે લાલજી કોમલસિંહ જયસિંહ ઠાકોર મધ્ય પ્રદેશ
રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે