Home Main રશિયા માં રનવે પર પેલેસ્ટાઈન સમર્થકોની ધમાલ, પ્લેનમાં શોધવા લાગ્યા યહૂદી, એરપોર્ટ...

રશિયા માં રનવે પર પેલેસ્ટાઈન સમર્થકોની ધમાલ, પ્લેનમાં શોધવા લાગ્યા યહૂદી, એરપોર્ટ બંધ

0
524
રશિયા
રશિયા

રશિયા ની વિમાન એજન્સીએ દાગેસ્તાનના મુખ્ય એરપોર્ટને રવિવારે બંધ કરી દીધુ અને ફ્લાઈટ્સનો માર્ગ બદલી નાખ્યો. જેનું કારણ હતું ઈઝરાયેલથી એક વિમાન આવવાના સમાચાર મળ્યા બાદ પેલેસ્ટાઈન સમર્થકોની ભીડે ઈઝરાયેલી નાગરિકોની શોધમાં ત્યાં ધામા નાખ્યા. રશિયા ની  મીડિયાએ કહ્યું કે મખાચકાલા એરપોર્ટના ટ્રાફિક એરિયામાં એક ભીડ ઘૂસ્યા બાદ એરપોર્ટને આવનારી અને જનારી ફ્લાઈટ્સ માટે અસ્થાયી રીતે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ ઘટનાના સમાચાર મળ્યા બાદ સુરક્ષાદળો ત્યાં પહોંચી ગયા છે. રશિયા ની સરકારી મીડિયા ઈઝવેસ્તિયા અને આરટી મુજબ કથિત રીતે આ સમાચાર ફેલાયા બાદ કે ઈઝરાયેલથી એક વ્યક્તિ આવ્યો છે અનેક લોકો એરપોર્ટ અને રનવે પર પહોંચી ગયા. 

ટેલિગ્રામમાં શેર કરાયેલા એક વીડિયોમાં લોકોની ભીડને બેરિયર પાર કરતા એરપોર્ટથી નીકળનારી અને એરપોર્ટ આવનારી કારો પર કબજો કરતા દેખાડવામાં આવ્યા છે. એક વીડિયોમાં એક વ્યક્તિ રશિયન રેડ વિંગ્સ કંપનીના વિમાનના પાંખિયા પર ચડેલો દેખાય છે. 

ફ્લાઈટરડાર વેબસાઈટના જણાવ્યાં મુજબ તેલ અવીવથી આવનારી રેડ વિંગ્સ ફ્લાઈટ સ્થાનિક સમય મુજબ સાંજે 7 વાગે મખચકાલા ઉતરી હતી. રશિયન મીડિયાના જણાવ્યાં મુજબ ફ્લાઈટ્સને મોસ્કો માટે ઉડાન  ભરતા પહેલા માખચકાલા માટે થોડીવાર રોકાવાનું હતું. એવું કહેવાયું કે  રશિયાના માખચકાલા એરપોર્ટ પર ઘટેલી આ ઘટનાથી મચેલી ભાગદોડ અને અફરાતફરીમાં 20થી વધુ લોકો ઘાયલ થયા. 

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલી કેટલીક તસવીરો મુજબ  ભીડથી કેટલાક લોકોએ વિમાન તરફ આવતા પહેલા એરપોર્ટ પર લોકોને તેમના પાસપોર્ટ દેખાડવાનું કહ્યું હતું. તેમાંથી એક વ્યક્તિના હાથમાં પોસ્ટર હતું. જેના પર લખ્યું હતું કે બાળકોના હત્યારા માટે દાગિસ્તાનમાં કોઈ જગ્યા નથી. અન્ય એક વીડિયોમાં અલ્લાહ હૂ અકબરના નારા સંભળાયા. રશિયાની સરકારે જો કે હજુ સુધી આ ઘટનાઓ પર કોઈ ટિપ્પણી કરી નથી. આ અગાઉ રવિવારે રશિયાની ન્યૂઝ એજન્સી આરઆઈએ નોવોસ્તીએ જણાવ્યું કે એક અન્ય ઉત્તરી કાકેશન્સ ગણરાજ્ય- કાબર્ડિનો બલકારિયામાં નાલચિક શહેરમાં એક યહુદી કેન્દ્રમાં આગ લગાવવામાં આવી હતી. 

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે