સરદાર સાહેબ વિશે આટલું તો જાણો

1
49

સરદાર તરીકે જાણીતા બન્યા વલ્લભભાઈ પટેલ …તે જાણવું જરૂરી છે અને ભારતના મહાન સપૂતને સમજવા પણ જરૂરી છે .ભારતનું ગૌરવ એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે 148 મી જન્મજયંતિ છે. ચાલો સરદાર સાહેબ વિશે આટલું તો જાણો જ. ભારત એકતાનું ઉદાહરણ સમાજ ને આપીએ…..

સરદાર સાહેબનો જન્મ 31 ઓક્ટોબર 1875

ઝવેરબા સાથે લગ્ન ઈસવીસન 1893

મેટ્રિક પાસ ઇસવીસન 1897 ડિસ્ટ્રિક્ટ પ્લીડરની પરીક્ષા પાસ કરી ગોધરામાં વકીલાત શરૂ કરી

ઈસવીસન 19001904 માં પુત્રી મણીબેનનો જન્મ થયો.

1909 માં પત્નીનું અવસાન થતાં વિધુર થયા.1910 માં બેરિસ્ટર બનવા ઇંગ્લેન્ડ ગયા, 1913 માં બેરિસ્ટર બનીને ભારત પાછા આવ્યા.

અમદાવાદમાં સ્થાયી થવાનો નિર્ણય.1915 થી જાહેર જીવનમાં સક્રિય.1917 માં અમદાવાદ મ્યુનિસિપાલિટીના સભ્ય થયા.

1918 માં ખેડા સત્યાગ્રહમાં ગાંધીજીના સાથીદાર બન્યા 1919 માં અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં મેનેજિંગ કમિટીના ચેરમેન બન્યા.1920માં અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં એમની પેનલનો વિજય.1921 માં અમદાવાદમાં યોજાયેલા કોંગ્રેસના 36 માં વાર્ષિક અધિવેશનમાં સ્વાગત પ્રમુખ બન્યા1924 માં અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે ચુંટાયા.

1927માં ગુજરાતમાં આવેલી પૂરની આપત્તિ સામે ખૂબ જ અસરકારક કામ કર્યું. 1928 માં બારડોલી સત્યાગ્રહની આગેવાની લીધી અને સરદાર તરીકે જાણીતા બન્યા .1930 માં પ્રથમ વાર જેલવાસ અનુભવ્યો.

1931 માં કોંગ્રેસના કરાંચી અધિવેશનમાં પ્રમુખ તરીકે.1932 માં માતા લાડબાઈનું અવસાન થયું ૧૯૩૩માં મોટાભાઈ વિઠ્ઠલભાઈ નું પણ મૃત્યુ થયું.1934 થી નાની મોટી શારીરિક બીમારીઓ શરૂ થઈ.

1940 માં સત્યાગ્રહમાં ભાગ લેવા બદલ એમની ધરપકડ થઈ.1942માં “હિન્દ છોડો” આંદોલનના પગલે ધરપકડ થઈ,અને જીવનનો સૌથી લાંબો કારાવાસ લગભગ ત્રણ વર્ષ એટલે કે 1945 સુધી અનુભવ્યો .દરમિયાન એમને આંતરડાની બીમારીએ ઘેરી લીધા.તેના માટે ઓપરેશન પણ કરવું પડ્યું.1947 માં ભારત આઝાદ થતાં નાયબ વડાપ્રધાન,ગૃહ મંત્રી, માહિતી પ્રસારણ મંત્રી બન્યા.દેશી રજવાડાંઓના વિલીનીકરણની ઐતિહાસિક કામગીરી પુરી કરવાનો નિર્ધાર.

1948 માં જૂનાગઢ અને હૈદરાબાદને ભારતમાં ભેળવી દીધાં .ગાંધીજીના મૃત્યુથી માનસિક રીતે વ્યથિત.એ‌ જ ગમગીનીમાં હૃદય રોગનો હુમલો આવ્યો. 1949 માં જુદાં જુદાં રજવાડાંઓના એકત્રીકરણની કાર્યવાહી લગભગ પૂરી કરી.1950 માં 75મા જન્મદિવસે કૃતજ્ઞ રાષ્ટ્રએ એમના માટેનો ઉત્સવ કર્યો.

1950 થી 15 મી ડિસેમ્બરની વહેલી સવારે આ મહાન દેશભક્ત.જનનાયક અને સંપૂર્ણ પવિત્ર,મહામાનવ એવા સરદાર સાહેબનું મુંબઈમાં અવસાન થયું. ભારત દેશે એક પ્રખર રાષ્ટ્ર ભક્ત ગુમાવ્યા આપણી પાસે એમના સિદ્ધાંતો છે.એમના આદર્શો છે.દેશની એકતા માટેનો સંકલ્પ છે.સરદાર સાહેબની વિચારધારાને આગળ વધારવાની જવાબદારી આપણા સૌની છે.

1 COMMENT

Comments are closed.