ભારતીય વાનગીઓની રેસીપી: વજન ઘટાડવા માટે ની ભારતીય વાનગીઓ

0
360
ચિલ્લા - પુલ્લા - પેન કેક્સ
ચિલ્લા - પુલ્લા - પેન કેક્સ

ચિલ્લા – પુલ્લા – પેન કેક્સ

ચાલો તો શરૂઆત કરીએ વજન ઘટાડવાની ભારતીય નાસ્તાની વાનગીથી પાર્ટ ૨

૬. રાગી પનીર ચિલ્લા : રાગી એમ તો વજન ઉતારવા માટે અને હેલ્થ કોન્શિયસ લોકો માટે સૌથી બેસ્ટ છે. ડાયાબીટીસ કંટ્રોલ કરવામાં, લોહીની ઉણપ પૂરી કરવામાં, ત્વચાને એકદમ સાફ બનાવામાં, કેલ્શિયમથી ભરપુર છે. તો ચાલો શરૂઆત કરીએ રાગી પનીર ચિલ્લાની. એક કપ રાગી લોટ, ઘઉંનો લોટ અને સુજી તેની બાઈન્ડ કરવા. પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું, મરચું, હળદર અને એક કપ દહીં લો અને બેટર બનાવો. ધીરે-ધીરે બેટરમાં પાણી નાખીને ચિલ્લાના બેટરને હલાવો. ચિલ્લા થોડા ક્રિસ્પી બનાવા થોડુ ઈનો કે બેકિંગ પાઉડર નાખો. તવાને એકદમ ગરમ કરીને ચિલ્લા તૈયાર કરો. બને સાઈડથી ચીલ્લો થઈ જાય પછી તેમાં પનીર અને કોથમીરનું સ્ત્ફીંગ ફિલ કરીને તૈયાર છે આપના રાગી પનીર ચિલ્લા.

ચિલ્લા - પુલ્લા - પેન કેક્સ રાગી પનીર ચિલ્લા
ચિલ્લા – પુલ્લા – પેન કેક્સ રાગી પનીર ચિલ્લા

૭. ઓટ્સના ચિલ્લા : ઓટ્સમાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામીન-બીથી ભરપુર ઓટ્સ તમારી નર્વસ સિસ્ટમ માટે ખુબ જ ફાયદાકારક છે. તે તમને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. ઓટ્સ ખાવાથી ડાયાબીટીસ વાળા લોકોને ઘણા ફાયદા થાય છે, કબજિયાતમાં રાહત મળે છે, હ્રદય રોગ સામે રક્ષણ આપે છે. આટલા ગુણકારી ફાયદા આપની વસ્તુને આપણે આપણા રોજીંદા ભોજનમાં ઉમેરવું જોઈએ તો ચાલો બનાવીએ ઓટ્સના ચિલ્લા. ઓટ્સને અડધા કપ પાણી લઈને પલાળીને ૧૦ મિનીટ રહેવા દો. તેમાં ૩-૪ કપ દહીં નાખો, આદુ-મરચાંની પેસ્ટ, અને ૧ કપ ચણાનો લોટ ઉમેરીને બેટરને હલાવો. હેલ્થી બનવા તેમાં તમને ભાવતી શાકભાજી જેમ કે ગાજર, ટામેટાં, કેપ્સીકમ, ડુંગળી ઝીણી કાપીને નાખી શકો છો. સ્વાદ અનુસાર મરી, મીઠું, મરચું નાખીને બેટરને મિક્ષ કરો પછી તેને ગરમ તવા પર ચિલ્લા બનાવો. ગ્રીન ચટણી કે ટામેટાંની સોસ સાથે સર્વ કરી શકો છો.

ચિલ્લા - પુલ્લા - પેન કેક્સ
ઓટ્સના ચિલ્લા
ચિલ્લા – પુલ્લા – પેન કેક્સ ઓટ્સના ચિલ્લા

૮. મેથી પાલક ચિલ્લા : શિયાળામાં મળતી મારી સૌથી ફેવરેટ લીલી શાકભાજી એટલે મેથી પાલક. મેથી પાલક બંને સ્વાસ્થ્ય માટે એકદમ ગુણકારી છે. વિટામિન્સ અને મિનરલ્સથી ભરપુર હોય છે. કેલેરીનું પ્રમાણ પણ ઓછુ હોય છે. તમારી રોગ પ્રતિકારક શક્તિને પણ મજબુત કરે છે. લોહી પાતળું થવામાં મદદરૂપ થાય છે. લોહીમાં ગાંઠ થવાની સમસ્યા અટકે છે. સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ નાખો. તેમાં સમારેલી મેથી, પાલક, ડુંગળી અને લસણ, કોથમીર નાખો. પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું મરચું અને મરી નાખીને તેમાં પાણી ઉમેરી ખીરું બનાવો. ૧૦ મિનીટ ખીરુંને પલાળીને સાઈડમાં મુકો. પછી નોન સ્ટીક પેનમાં ચિલ્લા બનાવો. ઠંડા ઠંડા દહીં સાથે તેને સર્વ કરો.

ચિલ્લા - પુલ્લા - પેન કેક્સ
મેથી પાલક ચિલ્લા
ચિલ્લા – પુલ્લા – પેન કેક્સ મેથી પાલક ચિલ્લા

૯. ઘઉંના કેપ્સીકમ ચિલ્લા : ૩ કપ ઘઉંના લોટમાં ૧ કપ ઝીણું સુધારેલું કેપ્સીકમ અને ડુંગળી નાખો. તેમાં મીઠું અને મરચું નાખી ૧ ચમચી તેલ રેળીને મિક્ષ કરો. ધીરે-ધીરે બેટરમાં પાણી ઉમેરીને તેને પાતળું કરો અને બસ ગરમ-ગરમ તવા પર શેકાય ત્યાં સુધી રેહવા દો અને બને સાઈડ ઓછા તેલમાં શેકી લો અને ૭ ૮ મિનીટમાં તૈયાર છે ઘઉંના કેપ્સિકમના ચિલ્લા.

ઘઉંના કેપ્સીકમ ચિલ્લા
ઘઉંના કેપ્સીકમ ચિલ્લા

૧૦.ઘઉંના ગળ્યા પુલ્લા : ગળ્યા પુડલા માટે ગોળનું પાણી રેડી કરીશું. ૧ કપ પાણીને ગેસ પર ગરમ કરો. ૩-૪ મોટા ચમચા ગોળ નાખી તેને ઉકાળો અને ઠંડું કરવા રેહવા બાજુમાં રેહવા દો. બીજા બાઉલમાં ૨ કપ જેટલો ઘઉંનો લોટ લઈને તેમાં ૧ ચમચી અધકચરી વાટેલી વરિયાળી અને ઈલાઈચી પાઉડર નાખો…બાજીમાં મુકેલું ગોળવાળું પાણી ઠંડું થઈ ગયું હોય તો ઘઉંના બાઉલમાં એ પાણીને ધીરે ધીરે ઉમેરો અને ખીરાને હલાવો. કોઈ ગાંઠા ન રહે તે રીતે ખીરું રેડી કરો..થોડીવાર આ ખીરાને પલાળી રાખો. તે પછી તવા પર ઘી વડે પુલ્લા બનાવો…

ચિલ્લા - પુલ્લા - પેન કેક્સ
ઘઉંના ગળ્યા પુલ્લા
ચિલ્લા – પુલ્લા – પેન કેક્સ ઘઉંના ગળ્યા પુલ્લા

ચાલો તો શરૂઆત કરીએ વજન ઘટાડવાની ભારતીય નાસ્તાની વાનગીથી – પાર્ટ ૧

જુઓ વીઆર લાઇવ પર રોજબરોજના સમાચાર