પંજાબ : મોહલીમાંથી ચાર ખાલિસ્તાની આતંકી પકડાયા

0
402
પંજાબ : મોહલીમાંથી ચાર ખાલિસ્તાની આતંકી પકડાયા
પંજાબ : મોહલીમાંથી ચાર ખાલિસ્તાની આતંકી પકડાયા

પંજાબ પોલીસ હાલ રાજ્યનો દિવાળી તહેવાર દરમિયાન માહોલ ન બગડે તે માટે સતત ચાંપતો બંદોબસ્ત અને નજર રાખી રહી છે. અનેક જગ્યાએ સર્ચ ઓપરેશન દરમિયાન મોટા પ્રમાણમાં આધુનિક શસ્ત્રો સહિત વિવાદિત સામગ્રી જપ્ત કરી રહી છે ત્યારે પંજાબ પોલીસને વધુ એક સફળતા મળી છે. મોહાલી પોલીસ બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના 4 આતંકવાદીઓ પકડી પાડ્યા છે. આ સર્ચ દરમિયાન પોલીસને માહિતી મળી છે કે દિવાળીના તહેવાર ટાણે ટાર્ગેટ કરવાની ફિરાકમાં હતા. પાડોશી દેશ પાકિસ્તાનમાં બેઠેલા તેમના આકાઓ સાથે સંપર્કમાં હતા. એસ.એ.એસ. નગરના પોલીસના સી.આઈએ સ્ટાફે એક મોડ્યુલર આતંકી ભાંડો ફોડ્યો . આ આતંકીઓને પાકિસ્તાનમાં રહેલા આતંકી હરવિંદરસિંહનો સાથ હતો. અને તેના સંગઠન બાબાર ખાલસા ઇન્ટરનેશનલના સાથે પણ સંબંધ ધરાવતા હતા.અને આજ કારણથી પાકિસ્તાનથી આતંકવાદીઓ સહિત શસ્ત્રો પણ સપ્લાય કરવામાં આવતો હતો . આ તમામ ચારેય આતંકવાદી દિવાળી સમયે માહોલ અસ્ત -વ્યસ્ત કરવાની ફિરાકમાં હતા. તેમની પાસેથી મોટા પ્રમાણમાં શસ્ત્રો મળી આવ્યા છે. ડી.જી.પી.- પંજાબ ગૌરવ યાદવે જણાવ્યું હતું. હાલ સઘન પૂછપરછ શરુ છે.

https://twitter.com/DGPPunjabPolice/status/1718127702526550100

પોલીસે માહિતી આપતા જણાવ્યું કે એક ટ્રેપ કરાયેલા ફોનમાં કોઈક શંકાશીલ પ્રવુંત્તિની વાતચીત સામે આવતા ખાલી થાણા પોલીસ અને બી.એસ.એફ.ની એક બટાલિયન દ્વારા તપાસ હાથ ધરતા ખેતરમાં એક નાનું ચાઈનીઝ ડ્રોન મળી આવ્યું હતું. જેમાં 407 ગ્રામ હેરોઈન હતું જેણે પોલીસે જમા કર્યું છે. અને ડ્રોન જપ્ત કર્યું છે. . આ ઉપરાંત પોલીસે માહિતી આપતા જણાવ્યું કે આ ચાર આતંકીઓ પાસેથી 6 પિસ્તોલ મળી આવી છે. જે વિદેશી બનાવટની છે. આ ઉપરાંત 275 કારતુસ પણ મળી આવ્યા હતા . જે ક્યાંથી તેમની પાસે આવે છે અને કયા માર્ગે આવ્યા છે તે ખુલાસો થયો નથી પરંતુ પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે. આ ઉપરાંત 275 કારતુસ પ્રયોગ ક્યા કરવાનો હતો અને કોને આ હથિયાર આપવાના હતા તે પણ આતંકીઓ પાસેથી માહિતી મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો છે. અહી ઉલ્લેખનીય છેકે ભારત – પાકિસ્તાન સીમા ઉપર પંજાબ પોલીસ અને બી.એસ.એફ. દ્વારા સંયુક્ત ઓપરેશનમાં અનેક જગ્યાએ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. તેમાં ભારત – પાકિસ્તાન સરહદ પર સેક્ટર અમરકોટ વિસ્તારમાં આવેલા તારાસિંહ ગામમાં પાસે એક સર્ચ ઓપરેશનમાં પંજાબ પોલીસ અને સીમા સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે.