Home Main લો બોલો…SDM એ રાજ્યપાલ આનંદીબેન પટેલને મોકલ્યું સમન, કોર્ટમાં હાજર થવા ફરમાન...

લો બોલો…SDM એ રાજ્યપાલ આનંદીબેન પટેલને મોકલ્યું સમન, કોર્ટમાં હાજર થવા ફરમાન કરાતા હડકંપ મચ્યો

0
482
આનંદી બેન પટેલ
આનંદી બેન પટેલ

ઉત્તર પ્રદેશના બદાયુમાં SDM એ રાજ્યપાલ ના નામે સમન જારી કરીને તેમને હાજર થવાનો આદેશ આપ્યો. જેવા આ આદેશની કોપી વાયરલ થઈ કે હડકંપ મચી ગયો. જેના પર રાજ્યપાલ આનંદીબેન પટેલ તરફથી તેમના સચિવ દ્વારા ડીએમને પત્ર મોકલીને ચેતવણી પણ ઈશ્યું કરાઈ છે. ઉત્તર પ્રદેશના બદાયુમાં SDM એ રાજ્યપાલ ના નામે સમન જારી કરીને તેમને હાજર થવાનો આદેશ આપ્યો. જેવા આ આદેશની કોપી વાયરલ થઈ કે હડકંપ મચી ગયો. જેના પર રાજ્યપાલ આનંદીબેન પટેલ તરફથી તેમના સચિવ દ્વારા ડીએમને પત્ર મોકલીને ચેતવણી પણ ઈશ્યું કરાઈ છે. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે બંધારણની કલમ 361 મુજબ બંધારણીય પદ પર બિરાજમાન વ્યક્તિ વિરુદ્ધ કોઈ સમન કે નોટિસ મોકલી શકાય નહીં. આમ છતાં એસડીએમએ વિધિ-વ્યવસ્થાઓને નજરઅંદાજ કરીને રાજ્યપાલના નામનું સમન મોકલીને 18 ઓક્ટોબરના રોજ SDM કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરવા માટે હાજર થવાનો આદેશ આપ્યો. ત્યારબાદ ડીએમ મનોજકુમારે એસડીએમ ન્યાયિક વિનિતકુમારને ભવિષ્યમાં આવી ભૂલ ન કરવાની ચેતવણી પણ ઉચ્ચારી છે. 

શું છે સમગ્ર મામલો
બદાયુના ગ્રામ લહોડા બહેડી રહીશ ચંદ્રહાસે વિસ્તારના SDM ન્યાયિક કોર્ટમાં વિપક્ષી પક્ષકાર તરીકે લેખરાજ, પીડબલ્યુડીના સંબંધિત અધિકારી અને રાજ્યપાલને પક્ષકાર બનાવતા એક અરજી દાખલ કરી હતી. SDM કોર્ટમાં દાખલ અરજી મુજબ ચંદ્રહાસની કાકી કટોરી દેવીની સંપત્તિ તેમના એક સંબંધીએ પોતાના નામે કરાવી લીધી હતી. ત્યારબાદ તેને લેખરાજના નામે વેચી દીધી. થોડા દિવસ પછી બદાયુ બાઈપાસ સ્થિત ગ્રામ બહેડી નજીક ઉપરોક્ત જમીનનો કેટલોક ભાગ શાસન દ્વારા અધિગ્રહણ કરાયો. તે સંપત્તિના અધિગ્રહણ થયા બાદ લેખરાજને શાસન તરફથી લગભગ 12 લાખ રૂપિયાની રકમ વળતર  તરીકે મળી. 

જેની જાણકારી થયા બાદ કટોરી દેવીના ભત્રીજા ચંદ્રહાસે ન્યાયિક મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી દાખલ કરી. આ અરજી પર એસડીએમ ન્યાયિક વિનીતકુમારની કોર્ટમાંથી લેખરાજ તથા પ્રદેશના રાજ્યપાલને 7 ઓક્ટોબરના રોજ કલમ 144 રાજ્યસંહિતા હેઠળ એક સમન મોકલવામાં આવ્યો. જે 10 ઓક્ટોબરના રોજ રાજભવનમાં પહોંચ્યું. આ સમનમાં રાજ્યપાલને 18 ઓક્ટોબરના રોજ એસડીએમ ન્યાયિકની કોર્ટમાં હાજર થવા અને પોતાનો પક્ષ રજૂ કરવાનું કહેવાયું. 

રાજ્યપાલના વિશેષ સચિવે જતાવી આપત્તિ
જેના પર રાજ્યપાલના વિશેષ સચિવ બદ્રીનાથ સિંહ દ્વારા 16 ઓક્ટોબરના રોજ ડીએમ બદાયુને પત્ર લખવામાં આવ્યો. પત્રમાં એ વાતનો ઉલ્લેખ કરાયો કે બંધારણીય પદ પર બિરાજેલી વ્યક્તિ વિરુદ્ધ કોઈ સમન કે નોટિસ મોકલી શકાય નહીં. રાજ્યપાલના સચિવે બંધારણની કલમ 361નો ભંગ માનતા એસડીએમના સમન પર ભારે આપત્તિ જતાવી. સચિવે ડીએમ બદાયુને હસ્તક્ષેપ કરીને નિયમાનુસાર પક્ષ રજૂ કરવા અને નોટિસ પાઠવવા મામલે જરૂરી કાર્યવાહી કરવાના  પણ નિર્દેશ આપ્યા. 

ડીએમએ કહી આ વાત
જેના પર ડીએમ મનોજકુમારે કહ્યું કે તેમના કાર્યાલયને મહામહિમ રાજ્યપાલના સચિવનો પત્ર મળ્યો છે. પત્રના માધ્યમથી જાણ થઈ કે રાજ્યપાલને એસડીએમ (ન્યાયિક) વિનીતકુમારની કોર્ટમાંથી રાજસ્વ સંહિતા કલમ 144 હેઠળ પાઠવવામાં આવેલું સમન જેવું રાજભવન પહોંચ્યું ત્યારે હડકંપ મચી ગયો હતો. રાજ્યપાલના વિશેષ સચિવ બદ્રીનાથ સિંહજીએ પત્રમાં જણાવ્યું કે રાજ્યપાલને સમન કે નોટિસ પાઠવી શકાય નહીં. આથી સંબંધિત અધિકારીને એ જણાવવામાં આવે કે તે કલમ 361નો ભંગ છે. જેનાથી ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય. જિલ્લાધિકારીએ કહ્યું કે સંબંધિત ન્યાયિક મેજિસ્ટ્રેટ વિનીતકુમારને રાજ્યપાલ દ્વારા પાઠવવામાં આવેલા પત્ર અને ચેતવણીથી માહિતગાર કરી દેવાયા છે. 

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે