માસ્ટરપીસ મેશઅપ :  ચાલો પ્રગટાવીએ જરૂરિયાતમંદ પરિવારોમાં ખુશીનો દીપ

2
147
માસ્ટરપીસ મેશઅપ :  ચાલો પ્રગટાવીએ જરૂરિયાતમંદ પરિવારોમાં ખુશીનો દીપ
માસ્ટરપીસ મેશઅપ :  ચાલો પ્રગટાવીએ જરૂરિયાતમંદ પરિવારોમાં ખુશીનો દીપ

સર્જનાત્મકતાના દરેક સ્વરૂપને,બાળ કલાકારથી લઈને વરિષ્ઠ કલાકાર સુધીના સહુને સમાવતું  ‘કોફી વિથ ક્રિએટિવિટી’ ગ્રુપ  સહુ પ્રથમવાર એક નવીન અને રસપ્રદ, પેઇન્ટિંગનો ચેરીટી શો – ‘માસ્ટરપીસ મેશઅપ’ ઑક્ટોબર 2023 માં તારીખ ૨૭, ૨૮ અને ૨૯, ના રોજ ત્રણ દિવસ માટે અમદાવાદના  હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે સાંજે ૪ થી ૮ વાગ્યા સુધી શરુ થયું છે . માસ્ટરપીસ મેશઅપ પ્રદર્શનમાં અલગ અલગ માપના લગભગ ૭૦ જેટલા  કેનવાસ  પર પ્રતિભાશાળી, મહત્વકાંક્ષી, સુપ્રસિધ્ધ,  અને વરિષ્ઠ કલાકારો, કે જેમણે પોતાની કળાને કેનવાસ ઉપર ઉતારવા માટેની સ્વૈચ્છિક સેવા આપી છે. છેલ્લા હાર્ટ શો દરમિયાન અલગ અલગ મુલાકાતીઓએ  ઘણા બધા કેનવાસ ઉપર અલગ અલગ  ચિત્રકામ કરેલું. આ બધા કેનવાસને અલગ અલગ સુંદર પેઇન્ટિંગ (માસ્ટર પીસ)માં ફેરવાયા એટલે જ  આ શોનું નામ નામ –  માસ્ટરપીસ મેશઅપ રખાયું છે

WhatsApp Image 2023 10 26 at 20.48.48

માસ્ટરપીસ મેશઅપ ચિત્ર પ્રદર્શન અંતર્ગત કેનવાસ આર્ટ વેચાણની સંપૂર્ણ રકમ ઉપર પ્રમાણેની તમામ પ્રવૃત્તિઓ દ્વારા જરૂરિયાતમંદ લોકોને પહોંચાડવામાં આવશે. તેવા શુભ આશય સાથે આજથી ત્રણ દિવસ આ ચિત્ર પ્રદર્શન શરુ થયું છે. અહી હાજર ચિત્રકારોએ પોતાની વાતમાં જણાવ્યું કે દિવાળી આવી રહી છે ત્યારે અમારો પ્રયત્ન છે કે એવા લોકોની સાથે એક આશાનો દીપ પ્રગટાવીને તેમના પરિવારમાં ખુશી લાવીશું .

WhatsApp Image 2023 10 26 at 20.48.47

આપને જણાવી સીએ કે ‘કોફી વિથ ક્રિએટિવિટી’ ગ્રુપના સેવાભાવી માળખા ‘ કરકે દેખો અચ્છા લગતા હૈ’, ‘વેક અપ ટુ ડ્રીમ’, અને ‘એક્ટ ઓફ કાઇંડનેસ’ સાથે કામ કરે છે અને આ માળખા નીચે લગભગ ૧૦૦ થી પણ વધુ સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે કામગીરી કરે છે. સાથે સાથે દરેક પ્રવૃત્તિમાં  આ માળખાઓ અને સંસ્થાઓને સમાવવાનો શક્ય એટલો પ્રયત્ન પણ કરે છે. આમ, એની કલાત્મક કામગીરીની સાથે આ ત્રણેય  સેવાભાવી કામ કરતા માળખાઓને સાંકળવાના ઉદ્દેશથી ‘માસ્ટરપીસ મેશઅપ’ એ પ્રદર્શનના  વિચારનો જન્મ થયો. અને સેવાભાવી કામગીરી કરવામાં આવે છે જેમાં જરૂરિયાતમંદ વિસ્તારના લોકોને  ઓનલાઇન અને રૂબરૂમાં માઇન્ડ ટ્રેનિંગ આપીને તેમને  તેમના જીવનના લક્ષ્યાંકો પૂરા કરવામાં મદદ કરવી. જરૂરિયાતમંદ બાળકોને ભણતર માટે સ્કોલરશીપ અને તેમની આવડત વિકસાવવા માટેની તાલીમ માટેની નાણાકીય સહાય કરવી અને અન્ય જરૂરી મદદ કરવી. આ જ સામાન્ય પરિવારોના બાળકો માટે સર્જનાત્મક તાલીમ વર્કશોપ અને સમર કેમ્પનું આયોજન કરવું . અન્ન દાન , કપડાંનું દાન કરવું, , મકાન રીપેરીંગની મદદ, જરૂરિયાતમંદ પરિવારો સાથે  તહેવારોની ઉજવણી કરવી, જન્મદિવસ ઉજવણી કરવી વગેરે જેવી અલગ અલગ કામગીરી કરવામાં આવે છે  

2 COMMENTS

Comments are closed.