આસામમાં હત્યા, બળાત્કાર અને લૂંટ સંબંધિત આંકડા જાહેર

0
173
આસામમાં હત્યા, બળાત્કાર અને લૂંટ સંબંધિત આંકડા જાહેર
આસામમાં હત્યા, બળાત્કાર અને લૂંટ સંબંધિત આંકડા જાહેર

આસામમાં હત્યા, બળાત્કાર અને લૂંટ સંબંધિત આંકડા જાહેર

આઠ મહિનામાં આસામમાં હત્યા, બળાત્કાર, લૂંટના 1,400 કેસ નોંધાયા

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આંકડા જાહેર કર્યાં

આસામ રાજ્યમાં હત્યા, બળાત્કાર અને લૂંટ સંબંધિત આંકડા મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યા હતા. આંકડાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતાં, તેમણે કહ્યું કે, છેલ્લા આઠ મહિનામાં સમગ્ર આસામમાં હત્યા, બળાત્કાર, લૂંટના લગભગ 1,400 કેસ નોંધાયા છે. એવો પણ દાવો કર્યો છે કે રાજ્યમાં આવા કેસોમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું કે, આસામને ગુનામુક્ત રાજ્ય બનાવવાની અમારી પ્રતિબદ્ધતા સાચી દિશામાં સકારાત્મક રીતે આગળ વધી રહી છે.

મુખ્યમંત્રી હિમંતા બિસ્વાએ જણાવ્યું કે ચાલુ વર્ષના જાન્યુઆરી-ઓગસ્ટના સમયગાળા દરમિયાન આસામમાં હત્યાના 686, બળાત્કારના 656 અને લૂંટના 55 કેસ નોંધાયા છે. તેમણે કહ્યું કે, સરકારના સક્રિય પગલાંને કારણે મોટા ગુનાઓમાં ઘટાડો જોવા મળ્યો છે. આંકડાઓ પર ભાર મૂકતાં મુખ્યમંત્રી હિમંતે જણાવ્યું હતું કે પોલીસ પેટ્રોલિંગમાં વધારો, ગુનાના સંચાલનમાં કાર્યક્ષમતા, ફોરેન્સિકનો ઉપયોગ, નાગરિક-પોલીસ સંકલન અને રાજ્ય સરકારના દ્રઢ સમર્થનને પરિણામે ગુનાના આંકડામાં ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે 2022માં હત્યા, બળાત્કાર અને લૂંટના 2,282 કેસ નોંધાયા હતા. 2021ના આંકડાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ત્રણ ગુનાની 3,302 ઘટનાઓ બની હતી. 2020માં 3,065 ઘટનાઓ અને 2019માં 3,385 ઘટનાઓ જોવા મળી હતી.જોકે નોંધનીય છે કે આસામના મુખ્યમંત્રી ભલે દાવો કરતા હોય કે આસામમાં સબ સલામત હૈ પરંતુ આંકડા દર્શાવે છે કે આસામાં ક્રાઈમના ગુનામાં નધારો નોંધાયો છે.

વધુ સમાચાર માટે જોતા રહોવી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ