પાંચ રાજ્યોમાં ભાજપ વિરોધી લહેર : કોંગ્રેસ અધ્યક્ષ ખડગેનું નિવેદન

0
205
પાંચ રાજ્યોમાં ભાજપ વિરોધી લહેર : કોંગ્રેસ અધ્યક્ષ ખડગેનું નિવેદન
પાંચ રાજ્યોમાં ભાજપ વિરોધી લહેર : કોંગ્રેસ અધ્યક્ષ ખડગેનું નિવેદન

દેશમાં હાલ પાંચ રાજ્યોની ચૂંટણીને લઈને તમામ પક્ષોએ પોતાનું જોર ચૂંટણી પ્રચારમાં લગાવ્યું છે . ભાજપ, કોંગ્રેસ અને સ્થાનિક પક્ષો પોતાના જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. તમામ રાજકીય પક્ષો નવરાત્રી, દિવાળીના તહેવારોને અનુલક્ષીને મંદિરોના આંટાફેરા પણ વધારી દિશા છે અને અનેક મુદ્દાઓ પર જનતાને વચનોની ભરમાર પણ લગાવી દીધી છે. ભાજપ કોંગ્રેસના એકબીજા પર શાબ્દિક પ્રહારોનું જોર વધ્યું છે ત્યારે પોત પોતાના પક્ષની જીતના દાવા પણ કરવામાં આવી રહ્યા છે . વિધાનસભા 2023 ચૂંટણી પર કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન સામે આવ્યું છે. તેમને કહ્યું કે પાંચ રહ્યોની ચૂંટણીમાં કોંગ્રેસ તમામ રાજ્યોમાં જીતશે. અને ભાજપ વિરોધી લહેર તમામ રાજ્યોમાં છે. ખડગેનું કહેવું છેકે પાંચેય રાજ્યોમાં ચૂંટણી છે ત્યારે દેશના લોકો હાલ લોકો બેરોજગારી , મોંઘવારીથી કંટાળ્યા છે. હું પાંચેય રાજ્યોમાં જનતાની વચ્ચે જઈને આવ્યો છું , કેન્દ્રની ભાજપ સરકાર અને રાજ્યમાં જ્યાં ભાજપ સત્તા પર છે ત્યાં લોકોને આપેલા વચનો પુરા નથી કાર્ય તેથી ભાજપ વિરોધની એક લહેર જોવા મળી રહી છે અને કોંગ્રેસ સંપૂર્ણ બહુમતીથી જીતશે.

પત્રકારો સાથે વાત કરતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે ઇન્ડિયા ગઠબંધન પર આગામી ચૂંટણી પર સીટોની વહેચણીના મુદ્દા પર ધ્યાન આપીશું પહેલા ડિસેમ્બરમાં પાંચ રાજ્યોની ચૂંટણી પૂરી થવા દો.. ત્યાર પછી અમે ગઠબંધન જોઈશું.

કોંગ્રેસ અધ્યક્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે પીએમ મોદી દરેક ચૂંટણીમાં મારી ચૂંટણી છે તેમ કહે છે . અને મને જોઇને વોટ આપો ભલે તે લોકસભાની ચૂંટણી હોય કે રાજ્યની ચૂંટણી હોય કે સ્થાનિક સુધરાઈની એટલેકે મહાનગર પાલિકાઓની ચૂંટણી હોય . પીએમ એ હવે સમજવું જોઈએ કે લોકો સ્થાનિક સમસ્યાઓને લઈને મત આપવા જતા હોય છે નહીકે પીએમ ના કામોને જોઇને કે પછી પીએમ ના ચહેરાને જોઇને . દરેક જગ્યાએ અલગ અલગ સ્થાનિક મુદ્દાઓ હોય છે અને લોકો આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જ મત આપવા જતા હોય છે . તેનું સૌથી ઉત્તમ ઉદાહરણ કર્ણાટકમાં યોજાયેલી ચૂંટણી છે . ત્યાં સત્તા પરિવર્તન અને ભાજપ વિરોધી લહેર જે હતી તે આજે પાંચેય રાજ્યોમાં પ્રસરી ચુકી છે . ભાજપ આ વખતે એક પણ રાજ્યમાં ચૂંટણી જીતશે નહિ અને કોંગ્રેસ તમામ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી જીતશે .