મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વાસ્તુ શાસ્ત્ર ફોર એવરીવન’ પુસ્તકનું વિમોચન કર્યું

0
150
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વાસ્તુ શાસ્ત્ર ફોર એવરીવન' પુસ્તકનું વિમોચન કર્યું
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વાસ્તુ શાસ્ત્ર ફોર એવરીવન' પુસ્તકનું વિમોચન કર્યું

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વાસ્તુ શાસ્ત્ર ફોર એવરીવન’ પુસ્તકનું વિમોચન કર્યું

વાસ્તુ શાસ્ત્ર ફોર એવરીવન પુસ્તકનું લોન્ચિંગ

ડોક્ટર રવી રાવ લિખિત પુસ્તકનું અંગ્રેજીમાં લોન્ચિંગ

કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યાં ઉપસ્થિત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડો. રવિ રાવના ‘વાસ્તુ શાસ્ત્ર ફોર એવરીવન’ પુસ્તકનું વિમોચન કર્યું. જાણીતા એસ્ટ્રો-વાસ્તુ પ્રેક્ટિશનર ડો. રવિ રાવ દ્વારા વાસ્તુશાસ્ત્ર વિશે બહુઆયામી માર્ગદર્શન પૂરું પાડતું પુસ્તક લખવામાં આવ્યું છે. ડો. રવિ રાવ દેશના જાણીતા એસ્ટ્રો-વાસ્તુ પ્રેક્ટિશનર અને જ્યોતિષ છે, જેઓ દેશ-વિદેશમાં વાસ્તુ અને જ્યોતિષ સેવાઓ આપી રહ્યાં છે.’વાસ્તુ શાસ્ત્ર ફોર એવરીવન’ પુસ્તકના વિમોચન પ્રસંગે સૌને વિજયાદશમીની શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વ અને દૂરંદેશી વિઝનનો દેશને અનેકગણો ફાયદો મળ્યો છે. રાજ્ય અને દેશના પ્રજાજનોનું હિત હોય તેવા અનેક પ્રકલ્પો નરેન્દ્રભાઇના નેતૃત્વમાં આપણને મળ્યાં છે. વાસ્તુશાસ્ત્ર જેવા આપણા પ્રાચીન શાસ્ત્રો અને તેની સાથે સંકળાયેલા લોકોને યોગ્ય પ્લેટફોર્મ મળે તે માટે વડાપ્રધાનના નેતૃત્વમાં ચોક્કસ દિશામાં પ્રયત્નો થયા છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.જાણીતા એસ્ટ્રો-વાસ્તુ પ્રેક્ટિશનર ડો. રવિ રાવ દ્વારા વાસ્તુશાસ્ત્ર વિશે બહુઆયામી માર્ગદર્શન પૂરું પાડતું પુસ્તક – ‘વાસ્તુ શાસ્ત્ર ફોર એવરીવન’ પ્રકાશિત કરાયું.વાસ્તુશાસ્ત્ર અંગેના 30 વર્ષના મારા અનુભવોને આ પુસ્તકમાં રજૂ કર્યાં છે, જે આ ક્ષેત્રે જાણવાની અને સમજવાની ઈચ્છા ધરાવતા લોકો માટે ખૂબ જ મદદરૂપ સાબિત થશે તેવું લેખક ડો. રવિ રાવે જણાવ્યું હતું .  આ પ્રસંગે જાણીતા લેખક, ઇતિહાસકાર અને કેન્દ્રીય માહિતી કમિશ્નર ઉદય મહુરકરે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે, ગુલામીના કાળમાં દેશમાંથી ઘણી પ્રાચીન વિદ્યાઓ અને શાસ્ત્રો દેશમાંથી લુપ્ત થયા હતા. વાસ્તુશાસ્ત્ર પણ આમાંનું જ એક શાસ્ત્ર છે, જેને ઘણા વર્ષો સુધી સમાજમાં પણ અંધશ્રદ્ધા સાથે જોડીને જોવાતું હતું તથા તેના વિશે સમાજમાં યોગ્ય જાગૃતતા પ્રવર્તતી નહોતી. આજે ડો. રવિ રાવ જેવા એસ્ટ્રો-વાસ્તુ પ્રેક્ટિશનરોએ વાસ્તુશાસ્ત્ર પ્રત્યે લોકોનો વિશ્વાસ ટકાવી રાખ્યો છે અને લોકોને આ શાસ્ત્રનો મહત્તમ લાભ મળે તે સુનિશ્ચત કરવાના શુભાશય સાથે આ સુંદર પુસ્તક લોકો માટે ઉપલબ્ધ કરાવ્યું છે. આ પુસ્તક દેશમાં વાસ્તુશાસ્ત્ર ક્ષેત્રે માઈલસ્ટોન સાબિત થશે એમ ઉદય મહુરકરે ઉમેર્યું હતું.

વધુ સમાચાર માટે જોતા રહોવી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ