ગાંધીનગર જીલ્લાના રૂપાલ ગામમાં સદીઓથી ઘીની નદીઓ વહે છે અને તેના દર્શને દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ ગામમાં પલ્લીના દર્શને આવી પહોંચે છે. સમૃદ્ધિની વાત કરીએ તો આ ગામમાં સદીઓ જૂની પરંપરા આજે પણ સચવાઈ છે . માતાજીની પલ્લીમાં લાખો લીટર ઘી ચડાવવામાં આવે છે. અહી દર્શને આવતા શ્રદ્ધાળુઓ વરદાઈની માતાની પલ્લીના દર્શને અને માનતા પૂરી કરવા માટે પલ્લી પર ઘી ચઢાવે છે. માતાજીની પલ્લી એટલે લાકડાનો ઘોડા વગરનો રથ . સૌથી પહેલા પાંડવોએ સોનાની પલ્લી બનાવી હતો. ત્યારબાદ પાટણના રાજા સિદ્ધરાજે ખીજડાના લાકડામાંથી પલ્લી બનાવી હતી. તેવો ઉલ્લેખ છે. હાલ રૂપાલની પલ્લી બનાવવા માટે બ્રાહ્મણ, વણિક, પટેલ, સુથાર, વણકર, વાળંદ પિંજારા, ચાવડા , માળી,કુંભાર, વિગેરે જેવી અઢાર કોમ સાથે મળીને બનાવે છે. એ રીતે જોઈએ તો રૂપાલની પલ્લી સર્વધર્મ સમભાવનું પ્રતિક પણ છે. પલ્લી બનાવવા માટે રૂપાળ ગામના વાલ્મીકી ભાઈઓ રથ માટે ખીજડાનું વૃક્ષ કાપીને લાવે છે. તેથી ગામના અન્ય ભાઈઓ પલ્લી રથ ઘડીને તૈયાર કરે છે .
વાળંદ ભાઈઓ વરખડાના લાકડા લાવીને રથને શણગાર કરે છે. ત્યાર પછી પલ્લીવાસમાં માતાજીના ગોખ તથા માતાજીની છબી મુકવામાં આવે છે. ગામના પ્રજાપતિ સમાજના ભાઈઓ કુંડા મૂકી જાય છે. અને પીંજારો કપાસ પૂરે છે. અને અન્ય સમાજના ભાઈઓ સાથે મળીને માતાજીનો રથ કલાત્મક રીતે તૈયાર કરે છે. માતાજીનો પ્રસાદ પંચોલી બ્રાહ્મણ ભાઈઓ બનાવે છે. અને ખીચડો ધરાવવાની છાબ વાલ્મીકી સમાજના ભાઈઓ ચાવડા સમાજના ભાઈઓને ત્યાં આપી જાય છે આમ આખા ગામના અઢારવર્ણના લોકો આરાધના કરે છે .
રૂપાળ ગામમાં પલ્લીની પ્રથાની વાત કરીએ તો જે લોકો લીધેલી માનતા પ્રમાણે બાધા પૂરી કરવા માટે પલ્લીમાં ઘી ચઢાવે ચઢાવે છે. પલ્લીની જ્યોત ઝળહળતી હોય છે ત્યાં ઘી ચઢાવવામાં આવે છે અને ગામમાં જયારે માતાજીની પલ્લી નીકળે ત્યારે લાખો લોકો તેના દર્શને આપ્યા હોય છે. અને લાખો લીટર ઘી પલ્લીમાં ચઢે છે. ત્યારે ઘીની નદીઓ ગામના રસ્તાઓ પર વહેતી જોવા મળે છે.
આ વર્ષે ઘીનો વેડફાટ ન થાય તેમાં માતાજીના પલ્લી રથ પર માત્ર આંશિક ચઢાવો કરીને પ્રશાશન દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં પલ્લી પર ચઢાવવામાં આવેલું ઘી ટ્રેકટરની ટ્રોલીમાં વિશેષ વ્યવસ્થા કરીને ભેગું કરવામાં આવ્યું અને ત્યાર બાદ પીપળા ભરીને તેને એકઠું કરવામાં આવ્યું. વરદાઈની માતાજી દેવસ્થાન દ્વારા ખાસ આયોજનના ભાગ રૂપે આ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઘી સમાજના જરૂરીયાતમંદ પરિવારોને પ્રસાદ અર્થે અને મદદ સ્વરૂપે આપવામાં આવશે. અ વર્ષે અંદાજે 12 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા અને માતાજીની પલ્લીના દર્શન કર્યા હતા. આ ઉપરાંત ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તમામ વ્યવસ્થા કરવામાં આવી હારી, ખાસ કરીને તંત્ર દ્વારા ભેળસેળ યુક્ત ઘી ન આવે તે માટે ખાસ વ્યવસ્થા સર્વેલન્સ રાખવામાં આવ્યું હતું.