ગઠીયાઓએ અમદાવાદની બેંકમાં જમા કરાવી બેંક ઓફ ચિલ્ડ્રનની નોટો

0
350
ગઠીયાઓએ અમદાવાદની બેંકમાં જમા કરાવી બેંક ઓફ ચિલ્ડ્રનની નોટો
ગઠીયાઓએ અમદાવાદની બેંકમાં જમા કરાવી બેંક ઓફ ચિલ્ડ્રનની નોટો

અમદાવાદની કેટલીક વાતો જયારે સામે આવે અને તેમાં પણ ફ્રોડની વાતો સામે આવે ત્યારે અજબ ગજબના ખેલ કરીને ગઠિયાઓ માલામાલ થતા હોય ત્યારે એક ચોકાવનારી વિગતો સામે આવી છે અમદાવાદની બેંકમાં બનાવતી કરન્સી જમા થઇ હોવાનું સામે આવ્યું છે. કારણકે ગઠીયાઓએ માત્ર બનાવતી નોટ નહિ પણ બાળકોને રમવામાં આપવામાં આવતી ચિલ્ડ્રન બેંક નામના કાગળ જમા કરાવ્યા હોવાના ચોકાવનારા ખુલાસા થયા છે ત્યારે ભલભલા માથું ખંજવાળતા થઇ ગયા છે. અને આ બાબતે ફરિયાદ નોંધાતા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં આવેલા આવેલી રીઝર્વ બેંક , ખાનગી બેંક, અને સહકારી બેંક તથા શીડ્યુલ બેંકમાં રૂપિયા પાંચસો,બસો, અને સોની બનાવટી કરન્સી જમા કરવામાં આવી છે જેમાં કેટલાક ગઠીયા ચિલ્ડ્રન બેંકની નોટો જમા કરાઈ છે. અમદાવાદમાં આવેલી સહકારી બેંકોએ અને રીઝર્વ બેંકના અધિકારીઓએ દ્વારા સ્પેશીયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓને જાણ કરવામાં આવી છે. એક માહિતી પ્રમાણે ૧૫૨૩ જેટલી બનાવટી નોટો જમા કરાઈ હોવાનું સામે આવ્યું છે.

1 89

એસ.ઓ.જીમાં બનાવટી ચલણી નોટો પણ જમા કરાવવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે છેલ્લા એક વર્ષમાં અમદાવાદમાં આવેલી અભ્યુદય બેંક , સારસ્વત બેંક , સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, યશ બેંક, ડીસીબી બેંક, કાલુપુર કોમર્શીયલ બેંક, આઈડીબી આઈ , બેંક ઓફ બરોડા , એયુ સ્મોલ ફાઈનાન્સ બેંક, કોટક મહિન્દ્ર બેંક, આઈ.સી.આઈ.સી.આઈ.બેંક, એચ ડી એફ સી. બેંક, અને રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયામાં નાણા જમા કરાવવા આવેલા લોકોએ બનાવટી નોટો પણ જમા કરાવી દીધી હતી. વિવિધ બેંકએ એસઓજીને આપેલી માહિતી પ્રમાણે રૂપિયા 50, 100, 200, અને 500 તથા બે હજારની કુલ ૧૫૨૩ જેટલી ચલણી નોટ પણ જમા કરાવી દીધી છે

નવાઈની વાત એ છેકે આ બનાવટી નોટોમાં ચિલ્ડ્રન બેંકની બાળકોને રમતમાં વપરાતી નોટો પણ જમા કરાવી દીધી છે. અને અન્ય બનાવટી નોટને બજારમાં ફરતું કરવાનું વ્યવસ્થિત કાવતરું રચ્યું હોય તેવું લાગી રહ્યું છે. અને આ દિશામાં પોલીસ તપાસ શરુ કરવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે રાજ્ય સહિત દેશભરમાં કેટલાક તત્વો બનાવતી નાણું વ્યહવારમાં ઘુસાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને અવર નવાર આ પ્રકારના સમાચાર પણ સામે આવતા હોય છે ત્યારે હવે ચિલ્ડ્રન બેંક લખેલી બનાવટી નોટ પણ બેકના કર્મચારીઓને ઠગીને પધરાવી દીધી હોય તેવું પ્રથમ વખત અમદાવાદમાં બન્યું છે.