રાજ્યમાં રખડતા ઢોરોનો ત્રાસ , ટ્રાફિક સમસ્યા, ખરાબ રોડની સ્થિતિ યથાવત છે તેવો રીપોર્ટ કાનૂની સેવા સત્તા મંડળના હાઈકોર્ટમાં રજૂ થયેલા રીપોર્ટમાં ખુલાસો થયો છે. રીપોર્ટ પ્રમાણે થયેલા ઘટસ્ફોટ પ્રમાણે રખડતા ઢોર ,શહેરોની ટ્રાફિક સમસ્યા ઉપરાંત નાના શહેર અને નગરોમાં પણ આજ પરિસ્થિતિ જોવા મળી આ ઉપરાંત ખરાબ થઇ ગયેલા રસ્તાઓ પણ રાજ્યભરમાં જોવા મળ્યા જેમાં શહેરોથી લઈને ગામડાઓમાં આ પ્રમાણ વધુ જોવા મળ્યું. બિસ્માર થયેલા રસ્તાઓ પર રાજ્યનું જનજીવન ચાલી રહ્યું છે તેવો ચોકાવનારો ખુલાસો કાનૂની સેવા સત્તા મંડળે હાઈકોર્ટમાં રજૂ કટેલા રીપોર્ટમાં કર્યો છે. મળતી માહિતી પ્રમાણે ઢોરોનો ત્રાસ, ટ્રાફિક અને ખરાબ રસ્તાઓને લઈને ગુજરાત હાઈકોર્ટમાં થયેલી કેંટ પીટીશનમાં હાઇકોર્ટના નિર્દેશ અનુસાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા 252 પાનાનો વિગતવાર રીપોર્ટ હાઈકોર્ટમાં રજૂ થયો છે જેમાં સ્થળની પરિસ્થિતિ દર્શાવતા ફોટોગ્રાફ્સ સાથે ખુબ જ નિખાલસપણે ચોંકાવનારો રીપોર્ટ રજૂ કર્યો છે. ફૂટપાથ, ખુલ્લી જગ્યાઓ, પર રખડતા ઢોરનો ત્રાસ, બિસ્માર થયેલા રસ્તાઓ, ગેરકાયદેસર પાર્કિંગ, રોંગ સાઈડ આવતા વાહનો અને ટ્રાફિક જામની સ્થિતિ જેવી સમસ્યાઓએ ગંભીર સ્વરૂપ લીધું છે. આ રીપોર્ટ રજૂ થતાજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાઈકોર્ટમાં થયેલા ખુલાસો, રજૂ કરેલા રીપોર્ટની અને તંત્રના દાવાઓની પોલ ખુલી ગઈ છે. અને રાજ્યભરમાં જોવા મળેલી આ સમસ્યા રાજ્યના માનવ જીવન માટે ખુબ જોખમી છે અને ક્યારેક મૃત્યુનું કારણ પણ બની શકે છે.
કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રજૂ થયેલા રીપોર્ટમાં કહેવામાં આવ્યું છેકે અમદાવાદ શહેરના તમામ મુખ્ય ઝોન પ્રમાણે એડવોકેટ અમિત પંચાલ દ્વારા અલગ અલગ ટીમની રચના કરવામાં આવી હતી અને આ આસર્વે કેમ્પ કાનૂની સેવા કરવામાં રચાઈ હતી. અને બે ભાગમાં કરેલા રીપોર્ટમાં જણાવવામાં આવ્યું કે શહેરના બિસ્માર રસ્તાઓની અને દરેક ઝોનમાં રખડતા ઢોરની સ્થિતિ આજે પણ યથાવત છે. અને આ પરિસ્થિતિનો ચિતાર હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો તે પણ ફોટોગ્રાફ્સ સાથે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દાવાઓની પોલ ખુલી ગઈ.
આ ઉપરાંત અમરેલી , સાણંદ ,અરવલ્લી, મોડાસા બનાસકાંઠા , ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, ગીર, ગાંધીનગર , દ્વારકાના સર્વે નુસર ગેરકાયદેસર દબાણો જે ઈમરજન્સી વાહનો જેમકે એમ્બ્યુલન્સને પણ અડચણ રૂપ હતા તેવો ખુલાસો થયો. રાજ્યના મધ્યગુજરાત અને ઉત્તરગુજરાત, અમદાવાદમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે . જેમાં નડીયાદ, મહેસાણા, મોએબી, ખેડા, ગાંધીનગર વિગેરે સ્થળોએ બિસ્માર રોડને કારણે ટ્રાફિકજામ જેવી સમસ્યાઓ અને પાર્કિંગની સમસ્યા અને રસ્તાઓ બ્લોક થઇ રહ્યા છે.
આપને જણાવી દઈએ કે હાઇકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જાગ્યું હતું અને થોડા સમય પહેલા કાર્યવાહી પણ સ્તં કરી હતી પરંતુ જે સ્થિતિ છે તે યથાવત છે તેવો ચોકાવનારો રીપોર્ટ સામે આવ્યો છે.