વાંચો અમદાવાદ શહેરની આજની મહત્વની ઘટનાઓ

0
230
વાંચો અમદાવાદ શહેરની આજની મહત્વની ઘટનાઓ
વાંચો અમદાવાદ શહેરની આજની મહત્વની ઘટનાઓ

અમદાવાદ શહેરમાં આજના દિવસની મહત્વની ઘટનાઓ બની જે સીધીજ અમદાવાદ શહેરના નાગરિકોને અસર કરે છે જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણયો લીધા છે તે ઉપરાંત શહેરમાં નવરાત્રીની ધામધૂમ પૂર્વક ઉજવણી થઇ રહી છે ત્યારે એક શામ પોલીસ પરિવાર કે નામથી યોજાશે ખાસ ગરબા નું આયોજન કરવામાં આવ્અયું છે .એસજી હાઇવે ઉપર ખાસ કલાકારો સાથે રમઝટ જામશે. મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં સમગ્ર નવરાત્રી દરમિયાન પોલીસ રસ્તાઓ ઉપર સુરક્ષા કરતી હોય છે, શહેરીજનોને કોઇ તકલીફ ન પડે તે માટે સુરક્ષામાં તૈનાત રહે છે, ખડે પગે ચોકસી અને સતર્કતા રાખતી હોય છે,ત્યારે અમદાવાદમાં પોલીસ પરિવાર માટે ખાસ ગરબાનો આયોજન કરાયો છે, આ આયોજન અમદાવાદ ખાતે એસજી હાઇવે ઉપર 24 ઓક્ટોબરે દશેરાના દિવસે થશે, જેમા ખ્યાતનામ કલાકારો સાથે પોલીસ પરિવાર ગરબાની રમઝટ બોલાવશે, એટલે કે અમદાવાદ પોલીસ સુરક્ષાની સાથે ગરબા પણ રમશે, જેના માટે ખાસ આયોજન કરાયો છે, જેનું નામ એક શામ પોલીસ પરિવાર કે નામ રાખવામાં આવ્યો છે,

અમદાવાદ શહેરમાં બાબા બાગેશ્વરનો ફરી  દિવ્ય દરબાર

અમદાવાદ શહેરમાં બાબા બાગેશ્વરનો ફરી  દિવ્ય દરબાર યોજાઈ રહ્યો છે. ગુરુવારથી પૂર્વ વિસ્તારમાં હાથીજણ ખાતે બાબા બાગેશ્વરનો ત્રિદિવસીય દિવ્ય દરબાર યોજાશે જેમાં બે લાખ કરતાં વધારે ભક્તો આવે તેવી શક્યતા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં નવરાત્રીની ઉજવણી કરશે. આ અંગે મળતી માહિતી પ્રમાણે  યાત્રાધામ અંબાજીમાં બાબા બાગેશ્વર ધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા યોજાયા બાદ અમદાવાદ ખાતે પણ ત્રણ દિવસીય કથાનું આયોજન કરવામાં આવ્યું છે. હાથીજણ વિસ્તારમાં ફરી એકવાર બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનાં દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે.   હાથીજણ ખાતે તારીખ 18 થી 20 દરમ્યાન ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. જેને લઈ કળશયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 18 ઓક્ટોબરનાં રોજ ત્રણ દિવસ ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં દોઢ થી બે લાખ ભક્તો આવે તેવી શક્યતા છે. તેમજ કથા બાદ રાત્રી દરમ્યાન ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાનાં આયોજન બાબતે વધુમાં જાણવા મળ્યું હતું કે,  ત્રણ દિવસ કથાનું આયોજન કરેલું છે.

સમગ્ર અમદાવાદ શહેરમાં સ્પા પર દરોડા

તાજેતરમાં અમદાવાદમાં સ્પા ગર્લને જાહેરમાં માર મારવા અંગે પોલીસે ગુનો નોંધીને એક આરોપીની ધરપકડ કરી હતી. ત્યાર બાદ સમગ્ર રાજ્યમાં ફૂટી નીકળેલા સ્પામાં પોલીસે દરોડા પાડીને કાર્યવાહી કરી છે. ગુજરાત પોલીસને સ્પાની આડમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિ સામે કાયદાકીય પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.પોલીસને મળેલી સૂચના બાદ આજે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં ચાલી રહેલા સ્પા પર દરોડા પાડવામાં આવ્યાં છે.

અમદાવાદ શહેરમાં બજરંગ દળ સતર્ક

શહેરમાં નવરાત્રિમાં ગરબે રમવા જતા ખેલૈયાઓની વચ્ચે વિધર્મી લોકો ઘૂસી ગયા હોય તેવી શંકાના આધારે 2 દિવસથી બજરંગ દળના કાર્યકરો અલગ અલગ પાર્ટી પ્લોટમાં પ્રવેશ કરી રહ્યા છે.  ગઈકાલે SP રીંગ રોડ પર આવેલા એક ફાર્મમાં ગરબાનું આયોજન હતું, ત્યાં બજરંગ દળના નેતાઓ પ્રવેશ્યા અને ગરબા ગ્રાઉન્ડ પર પહોંચીને જય શ્રી રામના નારા પોકાર્યા હતા, ત્યારબાદ સ્થાનિક પોલીસ ત્યાં પહોંચી અને અંદાજે 15 જેટલા લોકોને ડિટેઇન કરીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.