દિલ્હી : બાઈક ટેક્સી ચાલકોએ LGને લખ્યો પત્ર , વ્યક્ત કરી વ્યથા

0
252
દિલ્હી : બાઈક ટેક્સી ચાલકોએ LGને લખ્યો પત્ર , વ્યક્ત કરી વ્યથા
દિલ્હી : બાઈક ટેક્સી ચાલકોએ LGને લખ્યો પત્ર , વ્યક્ત કરી વ્યથા

દિલ્હીમાં 1500થી વધારે બાઈક ટેક્સી ચાલકો , ડ્રાઈવર્સએ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી,કે, સક્સેનાને પત્ર લખ્યો છે. અને માંગણી કરી છેકે તેમને પોતાના વાહનો ઇલેક્ટ્રિક વાહનોમાં બદલવા માટે સમય આપવામાં આવે. દિલ્હીમાં ડીલીવરી સેવા પૂરી પાડતા અંદાજે 1500થી વધારે બાઈક ટેક્સી ચાલકોએ પત્ર લખીને વિનંતી કરી છેકે તેમને ઇલેક્ટ્રિક વાહન ખરીદવાની સમય મર્યાદામાં વધારો કરવામાં આવે અને થોડો વધુ સમય આપવામાં આઅવે . કારણકે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દેશની રાજધાનીમાં પેસેન્જર્સ પરિવહન સેવાઓ અને ડીલીવરી સેવા પ્રદાનકર્તાઓને ઇલેક્ટ્રિક વાહનોમાં જ પોતાની સેવાઓ પૂરી પાડવાનું કહેવામાં આવ્યું છે. એક સત્તાવાર નિવેદન દિલ્હી મોરત વ્હીકલ એગ્રીગેટર અને ડીલીવરી સર્વિસ પ્રોવાઈડર સ્કીમ 2023 હેઠળ સંબધિત ફાઈલ ગવર્નરની ઓફિસમાં સબમિટ કરવામાં આવી છે. 1500 જેટલા બાઈક ચકલોએ તેમના પાત્રમાં લખ્યું છેકે આ યોજનામાં દિલ્હીમાં ફક્ત ઇલેક્ટ્રિક વહાનોનેજ ટેક્સી તરીકેની મંજુરી આપવામાં આવશે. અને અન્ય ઇંધણ વાપરતા બાઈકને ટેક્સી તરીકેની માન્યતા આપવામાં આવશે નહિ. અને જો કોઈ આમ કરત દ્યાનમાં આવશે તો તે ગેરકાયદેસર છે અને કાર્યવાહી કરવામાં આવશે. બાઈક ટેક્સી ચાલકો કહી રહ્યા છેકે અમારી આજીવિકા અને પરિવારની આર્થિક જવાબદારીઓ એક માત્ર બાઈક ટેક્સી છે અને જો અચાનક આ રીતે બંધ થઇ જશે તો અમારા પર આર્થિક મુશ્કેલી આવશે. આ ઉપરાંત અમારી આવક માટે એકમાત્ર આ વ્યવસાય છે જો અચાનક ઇલેક્ટ્રિક બાઈક ખરીદવાની આવશે તો આર્થિક બોજો પણ વધશે અને સરવાળે પરિવાર પર આર્થીક સંકળામણ વધશે .

DILHI LG

આ પત્રમાં બાઈક ટેક્ચાસી ચાલકોએ પોતાની વ્યથા લખતા કહ્યું છેકે આ નિર્ણય ખુબજ કમનસીબી ભર્યો છે. અમે આ અંગેની માહિતી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ , બીજેપી સંસદ ગૌતમ ગંભીર , પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતને પણ કરી છે. આ નિર્ણયથી સામુહિક બેરોજગારી વધશે તે અંગેની ચેતવણી પણ આપવામાં આવી છે. મોટા ભાગના બાઈક ટેક્સી ચાલકો ફૂડ ડીલીવરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અને ભોજનના સમય પર મોટા ભાગે ઉપયોગ કરવામાં આવે છે અને રોજગારી પૂરી પાડે છે.

BAIK

ઇલેક્ટ્રિક વાહનોને અપવાનીને સમગ્ર શહેરમાં પ્રદુષણ સ્તર ઘટાડવાની દિલ્હી સરકારની ઈચ્છા સાથે ચોક્કસ સાથ આપીશું પરંતુ આ તાત્કાલિક ક્યારેય શક્ય નથી . કારણકે આર્થિક ભરણ વધશે સાથે શહેરમાં હાલ EV ઇકો સીસ્ટમ , બેટરી બેકઅપ , ચાર્જીંગ સ્ટેશન અને સગવડોમાં ખાસ કઈ છે નહિ જેણે કારણે તમામ ઇલેક્ટ્રિક વાહન ચાલકોને હલકી ભોગવવાનો વારો આવશે. આ આ ઉપરાંત પાત્રમાં લખવામાં આવ્યું છેકે બાઈક ટેક્સી ચાલકો સામાન્ય રીતે ઓછી આવક ધરાવતા પરિવારો ઉપયોગમાં લઇ રહ્યા છે. અને તેમને પરવડે તેવી કીમતોમાં સેવા પૂરી પાડવામાં આવે છે.