ફક્ત ભાઈચારો નહિ બહેનચારો પણ કરો : બાબા બાઘેશ્વરનું નિવેદન

2
72
ફક્ત ભાઈચારો નહિ બહેનચારો પણ કરો : બાબા બાઘેશ્વરનું નિવેદન
ફક્ત ભાઈચારો નહિ બહેનચારો પણ કરો : બાબા બાઘેશ્વરનું નિવેદન

શક્તિપીઠ અંબાજીમાં યોજાનારા બાબા બાઘેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે તે પહેલા બાબા બાઘેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ અંબાજીની મુલાકાત કરી અને માં અંબાના દર્શન કર્યા . અંબાજીમાં યોજાનારા બે દિવસીય દિવ્ય અંગે આયોજક પ્રવીણ ભાઈ કોટકે માહિતી આપી હતી. અને એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાબા બાઘેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે હિન્દુઓને જગાડવા અને સનાતન ધર્મને બચાવવા એક પગપાળા પ્રવાસનું આયોજન કશે. બાબા બાઘેશ્વર તરફથી નિવેદન આવ્યું કે દેશભરમાં અને ખાસ કરીને ગુજરાતમાં જયારે ધામધૂમ પૂર્વક લોકો નવરાત્રીની ઉજવણી કરી તઃયા છે ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે બે દિવસીય દિવ્ય દરબારનું આયોજન કર્યું છે . અને આ ઉપરાંત અમદાવાદમાં પણ બે દિવસીય બાબા બાઘેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી કથાનું રસપાન કરાવશે. . અંબાજી ખાતે બાબા બાઘેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે મારી અરજી માં અંબે સ્વુકારી છે. સનાતન ધર્મ જ જીવનનો રસ્તો છે. તેનાથી વિશ્વમાં શાંતિ સ્થાપશે. આ ઉપરાંત ભારત ભરમાં પગપાળા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને હિન્દુઓને એકત્રિત કરવાનું આયોજન છે . તેને લઈને માતાજીના આશીર્વાદ લીધા છે તે જણાવ્યું હતું.

વિધર્મીઓ સાથે એકલો ભાઈચારો નહિ બહેનચારો પણ થવો જોઈએ : ધીરેન્દ્ર શાસ્ત્રી

નવરાત્રી પર્વ અને ગરબામાં વિધાર્મીઓનો પ્રવેશ અને ગૌ મંત્રનો ઉપયોગ પર બાબા બાઘેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે હાલમાં વધતા જતા લવ જિહાદના કિસ્સાઓને ધ્યાનમાં તાખીને આ પ્રકારના નિર્ણયો ખુબ અગત્યના છે અને જયારે લવ જીહાદ શાળાઓ, કોલેજો અને સમાજમાં જોવા મળી રહ્યું છે ત્યારે ગરબામાં આવનારા તમામ ને ગંગાજળ અને ગૌ મૂત્રનું આચમન કરાવીને પ્રવેશ આપવો જોઈએ. વધુમાં તેમને કહ્યુકે વિધર્મીઓ સાથે એકલો ભાઈચારો નહિ બહેનચારો પણ થવો જોઈએ તેમને ગરબામાં આવતા પહેલા પોતાની બહેનોને પણ સાથે લઈને આવવી જોઈએ જેથી ભાઈચારો અને બહેનચારો સરખે ભાગે જળવાઈ રહે. બાબા બાઘેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે મારા દિવ્ય દરબારમાં તમામની અરજીઓ સ્વીકારવામાં આવે છે તેમ માં અંબે મારી અરજી સ્વીકારી છે અને અંબાજીમાં ભવ્ય દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવશે . બાબા બાઘેશ્વર અંબાજીધામમાં ભક્તિમાં લીન જોવા મળ્યા અને જેમણે લોકો મળવા તલપાપડ છે તે તે માં અંબાના શારશે પહોંચ્યા હતા. સાથે તેમના હાથમાં માં અંબાની ચાંદીની મૂર્તિ અને પત્તો જોવા મળ્યો હતો તે ભેટ આપવામાં આવી હતી. અમદાવાદથી હેલીકોપ્ટર મારફતે દાંતા પહોંચ્યા હતા બાબા બાઘેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અને ત્યાંથી કાર મુસાફરી કરીને અંબાજી પહોંચ્યા હતા. કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે અંબાજી પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. અને અંબાજી પરિસરમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યી હતો.

2 COMMENTS

Comments are closed.