Elon Musk : ઇઝરાયેલ પર હમાસ દ્વારા થયેલા હુમલા બાદ અનેક ખ્યાતનામ વ્યક્તિઓ હમાસનો વિરોધ કરી રહ્યા છે, યુરોપીયન નિયમનકાર (EU)એ ઓનલાઈન પ્લેટફોર્મને આ હુમલાઓ અંગે વધુ સતર્ક રેહવાની સલાહ આપતો પત્ર લખ્યો છે. Elon Musk (એલોન મસ્ક) પણ ઇઝરાયેલ પર થયેલા હુમલાનો વિરોધ કરી રહ્યા છે. હવે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (પહેલાનું ટ્વીટર) પરથી હમાસથી જોડાયેલા અનેક એકાઉન્ટ્સને ડિલીટ કરવામાં આવ્યા છે. એકાઉન્ટ્સ ડિલીટ બાબતે Elon Musk એ કહ્યું, “આતંકવાદી સંગઠન માટે એક્સ (X) પર કોઈ જગ્યા નથી.”
એક યુરોપીયન નિયમનકારે જણાવ્યું હતું કે તેણે ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ વચ્ચે સેવા પર ગેરકાનૂની સામગ્રી અને ખોટી માહિતી ફેલાવવા સંબંધિત માહિતી મેળવવા માટે X, જે અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતી હતી, ઔપચારિક વિનંતી મોકલી હતી.
આંતરિક બજાર માટેના યુરોપિયન કમિશનર થિયરી બ્રેટને X પર જણાવ્યું હતું કે યુરોપિયન યુનિયનની એક્ઝિક્યુટિવ આર્મ, યુરોપિયન કમિશન, X ડિજિટલ સર્વિસ એક્ટનું પાલન કરે છે કે કેમ તેની તપાસ કરી રહ્યું છે.
બ્રેટને એક્સના માલિક એલોન મસ્કને એક પત્ર મોકલ્યો હતો. જેમાં સેવા પરખોટી માહિતી અને હિંસક અને આતંકવાદી સામગ્રી ફેલાવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને મસ્કને 24 કલાકની અંદર જવાબ આપવા વિનંતી કરી હતી. આવો સમાન પત્ર ફેસબુક (META)ના CEO માર્ક ઝકરબર્ગને મોકલવામાં આવ્યો હતો.
X એ માહિતી માટેની ઔપચારિક વિનંતી પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. X CEO લિન્ડા યાકારિનોએ બ્રેટોનના ચેતવણી પત્ર પર કંપનીનો પ્રતિસાદ શેર કર્યો હતો.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મના CEO, લિન્ડા યાકેરિનોએ જણાવ્યું હતું કે, “X જાહેર વાર્તાલાપને સેવા આપવા માટે પ્રતિબદ્ધ છે, ખાસ કરીને આવા જટિલ સમયે, અને પ્લેટફોર્મ દ્વારા પ્રસારિત થતી કોઈપણ ગેરકાયદેસર સામગ્રીને સંબોધવાના મહત્વને પણ સમજે છે. આતંકવાદી સંગઠન અને હિંસક જૂથો માટે એક્સ (X) પર જગ્યા નથી અને અમે આવા એકાઉન્ટ્સને દૂર કરવાનું ચાલુ રાખીશું.”
એક્સ તરફથી કરવામાં આવેલી આ કાર્યવાહી યુરેપિયન સંઘના ઉદ્યોગ પ્રમુખ બ્રેટને દ્વારા એલોન મસ્કને આપવામાં આવેલા 24 કલાકના અલ્ટીમેટમથી પ્રભાવિત છે, જેમાં એક્સ (પહેલાનું ટ્વીટર) મુકવામાં આવતી ખોટી માહિતીનો મુકાબલો કરવા નવી EU (ઈયુ) ઓનલાઈન સામગ્રી નિયમોનું અનુપાલન કરવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો.
બ્રેટને ગેરકાયદેસર સામગ્રી અને ખોટી માહિતીના વિતરણ માટે પ્લેટફોર્મના કથિત ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. નવા અમલમાં મૂકાયેલા EU ડિજિટલ સર્વિસિસ એક્ટ (DSA) હેઠળ, Facebook (META) અને એક્સ (X) જેવા મોટા ઓનલાઈન પ્લેટફોર્મને અવૈધ સામગ્રીને હટાવવા અને સાર્વજનિક સુરક્ષા તેમજ નાગરિક પ્રવચનના જોખમને ઓછા કરવા માટે વધુ સક્રિય રહેવાની વાત કરી છે.
યાકારિનોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે હુમલા પછી, X એ તરત જ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ટીમની રચના કરી છે. દેશ, દુનિયા અને અન્ય સમાચાર માટે – ક્લિક કરો અહી –