દિલ્લી ની ભીડ “કોહલી…કોહલી…”ના નારા સાથે ગુંજી ઉઠી

0
231
ICC વર્લ્ડ કપ ક્રિકેટ મેચ ૨૦૨૩
ICC વર્લ્ડ કપ ક્રિકેટ મેચ ૨૦૨૩

દિલ્લી ની ભીડ “કોહલી…કોહલી…”ના નારા સાથે ગુંજી ઉઠી-ICC વર્લ્ડ કપ ક્રિકેટ મેચ ૨૦૨૩: આજે છે ભારત અને અફઘાનિસ્તાનની મેચ. પ્રથમ બેટીગ કરતા અફઘાનિસ્તાનને આઠ વિકેટ ગુમાવીને ૨૭૨ રન બનાવ્યા હતા. ભારત સામે અફઘાનિસ્તાનનો આ સૌથી મોટો સ્કોર છે. કેપ્ટન હશમ્તુલ્લાહ શહિદીએ સૌથી વધુ રન ૮૦ નું યોગદાન આપ્યું હતું. અઝ્મ્તુલ્લા ઓમરાઈઝે અડધી સદી રમી. પરંતુ કોઈ મોટી ઇનિંગ્સ રમી શક્યું ન હતું. 22 રન બનાવનાર ઈબ્રાહિમ ઝદરાન ટીમનો ત્રીજો સૌથી વધુ સ્કોરર રહ્યો હતો. ભારત તરફથી જસપ્રીત બુમરાહે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.

"કોહલી...કોહલી..."ના નારા
“કોહલી…કોહલી…”

"કોહલી...કોહલી..."ના નારા
“કોહલી…કોહલી…”

જયારે નવીન એયુ હકનો બેટીગનો વારો આવ્યો તો આખું દિલ્લી સ્ટેડીયમ કોહલી કોહલી ના નારા સાથે ગુંજી ઉઠયું.

વિરાટ કોહલી ની ફેન ફોલોઈગ જ એટલી છે કે લખનઉ, હેદરાબાદ, કોલકાતા, અમદાવાદ, ચેન્નાઈ અને પછી દિલ્લીમાં પણ લોકો વિરાટને મેદાનમાં જોઈને પાગલ થઇ જાય છે. જેના વિડીયો સામે આવ્યા છે જે આપ નીચે પ્રમાણે જોઈ શકશો.

https://twitter.com/Shreya_vk18/status/1712082758233903373?s=20
"કોહલી...કોહલી..."
“કોહલી…કોહલી…”

દિલ્લી ની ભીડ “કોહલી…કોહલી…”ના નારા સાથે ગુંજી ઉઠી: કોહલીને 2016 માં વર્લ્ડમાં વિસ્ડન લીડિંગ ક્રિકેટર, આઈસીસી વર્લ્ડ ક્રિકેટર ઓફ ધ યર 2017, આઇસીસી વનડે પ્લેયર ઓફ ધ યર 2012 અને 2017 માં, અને બીસીસીઆઈના આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ઓફ ધ યર 2011-12, 2014-15 અને 2015-16 વગેરે એવોર્ડસ મળ્યા છે . 2013 માં, તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની સિદ્ધિઓ માટે અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો. 2017 માં સ્પોર્ટ્સ કેટેગરી હેઠળ પદ્મશ્રી એવોર્ડ તેને એનાયત કરવામાં આવ્યો હતો. તેની ક્રિકેટ કારકિર્દીની સાથે, કોહલી આઇએસએલમાં એફસી ગોવાની માલિકી ધરાવે છે, આઇપીટીએલની ફ્રેન્ચાઇઝી યુએઇ રોયલ્સ અને પીડબલ્યુએલ ટીમ બેંગલુરુ યોધાસની માલિકી પણ તે ધરાવે છે. તેની પાસે અન્ય બિઝનેસ સાહસો અને 20 થી વધુ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ પણ છે; 2016 માં તેની બ્રાન્ડ વેલ્યુ $ 92 મિલિયન હોવાનો અંદાજ હતો, જે ભારતની સૌથી મૂલ્યવાન સેલિબ્રિટી બ્રાન્ડ્સની યાદીમાં બીજુ સ્થાન છે.

વીઆર લાઇવ પર ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચમાં મ્યુઝીક સેરેમની આકર્ષણ જમાવશે