Home Main ગુજરાતમાં જે શોટ પર કોંગ્રેસ હિટવિકેટ થઈ, BJP તે જ રાહુલ ગાંધી...

ગુજરાતમાં જે શોટ પર કોંગ્રેસ હિટવિકેટ થઈ, BJP તે જ રાહુલ ગાંધી પર કેમ અજમાવી રહી છે? 

0
469
રાહુલ મોદી,
રાહુલ મોદી,

સોશિયલ સાઈટ  ટ્વિટર પર કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે જાણે પોસ્ટર વોર છેડાઈ ગઈ છે. કોંગ્રેસ એ પીએમ મોદીને સૌથી મોટા જૂઠ્ઠા અને જુમલા બોય ગણાવીને પોસ્ટર બહાર પાડ્યું તો હવે ભાજપે પણ જવાબી હુમલો કર્યો છે. ભાજપે એક પોસ્ટર બહાર પાડ્યું જેમાં રાહુલ ગાંધીની તસવીર છે અને લખ્યું છે-રાવણ. ભાજપના આ પોસ્ટરના જવાબમાં કોંગ્રેસએ પીએમ મોદીને મોદાનવ ગણાવી દીધા છે. 

ભાજપના પોસ્ટર અંગે પ્રિયંકા ગાંધીએ પણ ટ્વીટર પર પોસ્ટ કરીને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. પ્રિયંકા ગાંધીએ પોતાની ટ્વીટર પોસ્ટમાં પીએમ મોદી અને જેપી નડ્ડાને મેન્શન કરતા લખ્યું કે તમે રાજકારણ અને ચર્ચાને કઈ હદ સુધી નીચે લઈ જવા માંગો છો. તેમણે એ પણ સવાલ કર્યો કે ભાજપના અધિકૃત હેન્ડલથી જે હિંસક અને ભડકાઉ ટ્વીટ કરવામાં આવે છે તેમાં તમારી સહમતિ છે? પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને શુચિતાની કસમ યાદ અપાવતા કહ્યું કે શું વાયદાની જેમ કસમો પણ ભૂલી ગયા છો?

પ્રિયંકા ગાંધીની એક્સ- ટ્વીટર પોસ્ટને એ વાતનો સંકેત માનવામાં આવી રહ્યો છે કે આગામી ચૂંટણીમાં કોંગ્રેસ તેને મુદ્દો બનાવશે. એ જ રીતે જે રીતે ગુજરાતની ચૂંટણીમાં ભાજપે કર્યું હતું. હકીકતમાં ગત વર્ષ એટલે કે 2022માં ગુજરાત વિધાનસભા ચૂંટણી હતી. ગુજરાત ચૂંટણીમાં પહેલા તબક્કાના ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ પીએમ મોદી પર સીધો હુમલો કરીને તેમને જૂઠ્ઠાના સરદાર ગણાવ્યા હતા. 

ખડગેએ કહ્યું હતું કે કોર્પોરેટર ચૂંટણીમાં તમારું મોઢું, વિધાનસભા ચૂંટણીમાં પણ તમારું મોઢું, લોકસભા ચૂંટણીમાં પણ તમારું મોઢું જુઓ. દરેક જગ્યાએ તમારો જ ચહેરો જુઓ. કેટલા ચહેરા છે તમારા? શું તમારા રાવણની જેમ સો મુખ છે? કોંગ્રેસ અધ્યક્ષના આ નિવેદનને ભાજપે ચૂંટણીમાં મુદ્દો બનાવી લીધો. ચૂંટણીના પરિણામ આવ્યા તો કોંગ્રેસને 2017ની ચૂંટણીની સરખામણીમાં મોટું નુકસાન વેઠવું પડ્યું અને પાર્ટી 27.7 ટકા વોટશેર સાથે માત્ર 17 બેઠકો પર સમેટાઈ ગઈ. 

ભાજપને 53.3 ટકા વોટ શેર સાથે 156 બેઠકો મળી. કોંગ્રેસને 2017માં 42.2 ટકા મતશેર સાથે 77 સીટો મળી હતી. પરિણામ આવ્યા તો ભાજપને પ્રચંડ જનાદેશ મળ્યો અને કોંગ્રેસને સજ્જડ હાર. ગુજરાતમાં કોંગ્રેસની આ ખરાબ હાર બદલ ખડગેના નિવેદનને પણ પ્રમુખ કારણ ગણાવવામાં આવ્યું. સવાલ ઉઠી રહ્યા છે કે ગુજરાત ચૂંટણીમાં જે રાવણના મુદ્દા પર કોંગ્રેસ હિટ વિકેટ થઈ ગઈ હતી હવે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણી પહેલા ભાજપ રાહુલ ગાંદી માટે એ જ શોટ કેમ રમી રહ્યું છે?

એવું કહેવાય છે કે ભાજપ જેવી પાર્ટી રાજકીય નફા નુકસાનનું આકલન કર્યા વગર કોઈ દાંવ ખેલતું નથી. તો પછી આ દાવમાં પાર્ટીને શું લાભ. એવું કહેવાય છે કે ભાજપે જો રાહુલ ગાંધીની સરખામણી રાવણ સાથે કરવાનો દાવ ખેલ્યો છે તો તેના પણ પોતાના રાજકીય નિહિતાર્થ છે. ભાજપ ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસને ઘેરતું રહ્યું છે અને પીએમ મોદીએ 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લાની પ્રાચિરથી ભ્રષ્ટાચારની સરખામણી રાક્ષસ સાથે કરી હતી. 

હવે ભાજપે રાહુલ ગાંધીની સરખામણી રાવણ સાથે કરી છે. આવામાં ભાજપનો આ દાવ પાંચ રાજ્યોની ચૂંટણીમાં કોને જીત સુધી પહોંચાડશે અને કોને હાર. એ પણ ચર્ચા શરૂ થઈ છે. તેની કેટલી અસર થાય છે અને કોંગ્રેસ કેટલું કેશ કરી શકે છે? એ તો સમય જ જણાવશે. પરંતુ ભાજપે કોંગ્રેસનો એક વધુ ચૂંટણી દાવ કોંગ્રેસની સરકાર છે તે રાજ્યમાં જ ઉપયોગ કર્યો છે. 

છત્તીસગઢ ચૂંટણીમાં ભાજપે ભૂપેશ બઘેલ સરકારને ઘેરવા માટે ક્યૂઆર કોડ જારી કરવાની સાથે જ ભૂ-પે નામથી એક એપ લોન્ચ કરી છે. ભાજપ તરફથી જારી કરાયેલા ક્યૂ કોડને સ્કેન કરવાથી ભ્રષ્ટ્રાચારના કેસની સૂચિ જોવા મળશે. જેના આરોપ ભાજપ બઘેલ સરકાર પર લગાવી રહી છે. ભૂ-પે એપમાં પણ એ જ જાણકારીઓ છે જેને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે લોન્ચ કરી. કોંગ્રેસે કર્ણાટક ચૂંટણીમાં ક્યૂઆર કોડનો દાવ રજૂ કર્યો હતો જે સફળ પણ રહ્યો હતો. 

ભાજપે પાંચ રાજ્યોની ચૂંટણી પહેલા કોંગ્રેસના બે દાવ ફેંક્યા છે. એક એ દાવ જે કોંગ્રેસ માટે ગુજરાતમાં આત્મઘાતી સાબિત થયો હતો. બીજો એ દાવ જેનાથી દેશની સૌથી જૂની પાર્ટીએ ભાજપના દક્ષિણના કિલ્લાને ફતેહ કર્યો હતો. ભાજપ માટે આ દાવ ફાયદાનો સોદો સાબિત થશે કે નુકસાનનો તે તો આવનારો સમય જ કહેશે. 

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે