મુખ્યમંત્રી એમકે સ્ટાલિનની પુત્રીએ સત્તૈનાથર મંદિરમાં કર્યાં દર્શન

0
176
મુખ્યમંત્રી એમકે સ્ટાલિનની પુત્રીએ સત્તૈનાથર મંદિરમાં કર્યાં દર્શન
મુખ્યમંત્રી એમકે સ્ટાલિનની પુત્રીએ સત્તૈનાથર મંદિરમાં કર્યાં દર્શન

મુખ્યમંત્રી એમકે સ્ટાલિનની પુત્રીએ સત્તૈનાથર મંદિરમાં કર્યાં દર્શન

સત્તૈનાથર મંદિરમાં પૂજા અર્ચના કરી

મુખ્યમંત્રી એમકે સ્ટાલિનની પુત્રી સેંથામરાઈ સ્ટાલિન સોમવારે પ્રાર્થના કરતી જોવા મળી હતી. તે માયલાદુથુરાઈ જિલ્લાના સિરકાઝી સ્થિત સત્તૈનાથર મંદિરે પહોંચી હતી. તમને જણાવી દઈએ કે, સત્તાનાથર મંદિરને બ્રહ્મપુરેશ્વર મંદિર અને થોનિયાપ્પર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. સિરકાલી, તમિલનાડુ, ભારતમાં સ્થિત શિવને સમર્પિત એક હિન્દુ મંદિર છે.

નોંધનીય છેકે એમકે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિન સનાતન ધર્મ અંગે તેમણે આપેલા વિવિદીત નિવેદનને કારણ ચર્ચામાં છે. ભાજપ દ્વારા આ અંગે સતત તેમના પર આકરા પ્રહારો કરમાં આવી રહ્યાં છે. પોતાના ભાઈ ઉધયનિધિ સ્ટાલિન સાથે જોડાયેલા સનાતન ધર્મ વિવાદ વચ્ચે સેંથામરાઈ સત્તાઈનાથર મંદિર પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં રાજકીય ગલિયારામાં હલચલ મચી ગઈ છે.સત્તાઇનાથર મંદિરને બ્રહ્મપુરેશ્વર મંદિર અને થોનિયાપ્પર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. સિરકાલી, તમિલનાડુ, ભારતમાં સ્થિત શિવને સમર્પિત એક હિન્દુ મંદિર છે.

શું છે મામલો?

વાસ્તવમાં તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર ઉધયનિધિ સ્ટાલિને હાલમાં જ ખૂબ જ વાંધાજનક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે સનાતન ધર્મ એક રોગ સમાન છે. તેથી તેને નાબૂદ કરવી જોઈએ. તેણે તેની સરખામણી મેલેરિયા અને ડેન્ગ્યુ સાથે કરી. તમિલનાડુમાં ‘સંથાનમ ઇરેડિકેશન કોન્ફરન્સ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેઓ બોલી રહ્યા હતા.તેમના આ નિવેદનને કારણે .તેમના આ નિવેદનને કારણે મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર ઉધયનિધિ સ્ટાલિન પર ભાજપ દ્વારા સતત આકરા પ્રહારો કરવામાં આવી રહ્યાં છે .

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ