જબરો કિસ્સો! ભેંસ ખાઈ ગઈ સોનાની ચેઈન; ઓપરેશન કરી પેટમાંથી કાઢી, 60 ટાંકા આવ્યા, રસપ્રદ છે કિસ્સો

0
175

તમને નવાઈ લાગે એવો એક કિસ્સો સામે આવ્યો છે. મહારાષ્ટ્રના વાશિમમાં એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. અહીંના મંગરુલપીર તાલુકાના સરસી ગામમાં એક ભેંસ 3.5 તોલા સોનાનું મંગળસૂત્ર ગળી ગઈ હતી. આ સોનાની ચેઈન ભેંસ ચારા સાથે ખાઈ ગઈ હતી.તમને એમ છે કે સોનોગ્રાફી, મેટરલ ડિરેક્ટરથી તપાસ માત્ર માનવીની જ થાય પણ મહારાષ્ટ્રમાં એક ભેંસ ની સોનોગ્રાફી કરાઈ હતી અને તેની મેટલ ડિરેક્ટરથી તપાસ કરાઈ હતી. ભેંસ એ એવું તો શું કર્યું કે તેને 60 ટાંકાનું ઓપરેશન કરવું પડ્યું પણ આ સ્ટોરી રસપ્રદ છે. વાશિમ જિલ્લાના મંગરુલપીર તાલુકાના સરસી ગામમાં એક ભેંસ ભૂલથી 3 થી 3.5 તોલા વજનની સોનાની ચેઈન ગળી ગઈ હતી. ચેન સોયાબીનના દાણા સાથે પ્લેટ પર પડી હતી, જે ભેંસને ચારા તરીકે આપવામાં આવી હતી. ભેંસ પણ આસાનીથી સોનાની ચેઈન ગળી ગઈ હતી. બાદમાં સાવચેતીપૂર્વક સર્જરી કર્યા બાદ સોનાના દાગીના સુરક્ષિત રીતે પરત મેળવી લેવામાં આવ્યા હતા.

ખેતરોમાંથી સોયાબીન લવાયો હતો
વાશીમના પશુ ચિકિત્સક ડો. બાલાસાહેબ કૌંદિન્યાએ જણાવ્યું કે ખેડૂત રામહરી ભોયર કે જેઓ એક નાનું ખેતર અને એક ભેંસ ધરાવે છે. તે પોતાના ખેતરમાંથી તાજી સોયાબીન લાવ્યો હતો. ઘરની સ્ત્રીઓ કઠોળની છાલ કાઢીને થાળીમાં ભેગી કરી હતી.

રાત્રે થાળીમાં સોનાની રાખી હતી ચેઈન
ભોયરની પત્ની ગીતાબાઈએ સોયાબીનના દાણા કાઢીને એનો કચરો એક થાળીમાં મૂક્યો હતો. રાતે ઉંઘતાં પહેલાં સોનાની ચેઈન પણ કાઢીને થાળીમાં રાખી હતી. પરંતુ પરિવારમાંથી કોઈએ 28 સપ્ટેમ્બરની સવારે આ થાળી ભેંસની સામે ચારા તરીકે મૂકી હતી અને ભેંસ એ ચારા સાથે જ ખાઈ ગઈ હતી. 

બપોરે ખબર પડી કે ચેઈન ગાયબ
ગીતાબાઈએ કહ્યું, ‘અમને બપોરે ખબર પડી કે સોનાની ચેઈન ગાયબ છે. શરૂઆતમાં અમને લાગ્યું કે ચોરી થઈ છે, પરંતુ પાછળથી માલૂમ પડ્યું કે ભેંસ સોયાબીનની ભુકી સાથે સોનાની ચેઈન ખાઈ ગઈ છે. અમે ભેંસને એક સ્થાનિક પશુચિકિત્સક પાસે લઈ ગયા હતા.

મેટલ ડિટેક્ટર વડે ભેંસ તપાસી
ભોયરે જણાવ્યું કે ગામના પશુ ચિકિત્સક ડો. જ્ઞાનેશ્વર ખડોલે ભેંસને વાશીમ લઈ જવા કહ્યું. ડો. કૌંદિન્ય અને તેમની ટીમે શરૂઆતમાં મેટલ ડિટેક્ટરનો ઉપયોગ કરીને ખાતરી કરી કે ભેંસના પેટમાં કોઈ ધાતુ છે કે નહીં. બાદમાં, તેઓએ તેના ચોક્કસ સ્થાનની પુષ્ટિ કરવા માટે સોનોગ્રાફી કરી હતી.

ડોક્ટરોએ કહ્યું- અનોખો કેસ
અંતે, તેની સર્જિકલ પ્રક્રિયા કરવામાં આવી. 29 સપ્ટેમ્બરના રોજ, તેઓએ સફળતાપૂર્વક સોનાની ચેઇન પાછી મેળવી હતી. તેમણે કહ્યું, ‘શહેરી વિસ્તારોમાં દેશી ગાયો પર સર્જરી કરવી નિયમિત છે જે પ્લાસ્ટિક, ધાતુ અને સિક્કા અને અન્ય ઘણી ખતરનાક વસ્તુઓનું સેવન કરે છે. જો કે, આ એક અનોખો કિસ્સો હતો જેમાં અમે 2.5 લાખ રૂપિયાનું સોનું રિકવર કર્યું હતું. ભોયર 30 સપ્ટેમ્બરના રોજ તેની ભેંસ અને સોનાની ચેન સાથે ગામમાં પરત ફર્યા હતા અને ત્યારબાદ તેમની ભેંસ ચર્ચામાં આવી હતી.

60 ટાંકા આવ્યા
ડોક્ટરે જણાવ્યું કે ડોક્ટરોની ટીમે બે કલાક સુધી ભેંસ પર સર્જરી કરી. જે બાદ સોનાની ચેઈનને બહાર કાઢવામાં આવી હતી. સર્જરી બાદ ભેંસને 60 ટાંકા આવ્યા હતા. ડોકટરે કહ્યું કે જેઓ પ્રાણીઓ રાખે છે તેઓએ સાવચેત રહેવું જોઈએ.